GSTV

બાળકો માટે જલ્દી આવશે કોરોના વેક્સિન, જાણો આગામી સમયમાં કઇ વેક્સિન આવવાની સંભાવના

વેક્સિન

Last Updated on July 26, 2021 by Damini Patel

કોરોનાની બીજી લહેર મંદ પડ્યા બાદ વિવિધ રાજ્યોમાં સ્કુલો ખોલવામાં આવી રહી છે, જો કે વાલીઓ તેમના સંતાનોને સ્કુલે મોકલવા હાલ તૈયાર નથી, તેનું મુખ્ય કારણ દેશમાં બાળકો માટે એન્ટી કોરોના રસી નહીં હોવાનો છે.

હાલ દેશમાં કોરોના સંક્રમણથી બચાવતી એક પણ રસી ઉપલબ્ધ નથી, જો કે એઇમ્સનાં ડિરેક્ટર ડો. રણદીપ ગુલેરિયા પણ કહીં ચુક્યા છે કે તે વિસ્તારોમાં સ્કુલો ખોલવા પર વિચાર કરવો જોઇએ જ્યાં પોઝિટિવીટી રેટ 5 ટકાથી પણ ઓછો છે.

તેમણે જણાવ્યું કે સપ્ટેમ્બરનાં અંત સુધીમાં કોરોના વેક્સિન મળી જશે, કોવૈક્સિનનાં બાળકો પર થઇ રહેલા ક્લિનિકલ ટ્રાયલનાં શરૂઆતનો ડેટા ઘણો ઉત્સાહવર્ધક છે, આવી સ્થિતીમાં તમારે તે રસી અંગે જાણવું જોઇએ કે આગામી સમયમાં કઇ વેક્સિન આવવાની સંભાવના છે.

2-6 વર્ષના બાળકો માટે કોવૈક્સિન

કોવેક્સિન

ડો. ગુલેરિયાનાં જણાવ્યા પ્રમાણે કોવૈક્સિનની બીજો ડોઝ આગામી સપ્તાહમાં 2-6 વર્ષનાં બાળકોને આપવામાં આવે તેવી સંભાવના છે, દિલ્હી એઇમ્સનાં 6-12 વર્ષનાં બાળકોને કોવૈક્સિનનો બીજા ડોઝ અગાઉ આપી દેવામાં આવ્યો છે. ‘

12-18 વર્ષની વય વર્ગ માટે ZyCoV-D

તે જ પ્રકારે ઝાયડસ કેડિલાએ 12-18 વર્ષની વય વર્ગનાં માટે પોતાનાં ડીએનએ આધારીત કોવિડ-19 રસી ZyCoV-Dનું ક્લિનિકલ ટ્રાયલ સમાપ્ત કરી લીધું છે, અને તે નજીકનાં ભવિષ્યમાં જ દેશમાં ઉપલબ્ધ થઇ શકે છે.

ફાઇઝર-બાયોએનટેકની રસીને પણ લીલી ઝંડી

pfizer vaccine

ભારતમાં ફાઇઝર-બાયોએનટેકની રસીને પણ લીલી ઝંડી મળી જશે તો તે પણ બાળકો માટે એક સારો વિકલ્પ બની શકે છે. યુરોપમાં 12 થી 17 વર્ષની વયનાં બાળકો માટે મોડર્નાની કોરોના રસી વાયરસનાં ઉપયોગને મંજુરી મળી ગઇ છે, હવે તે જોવાનું છે કે ભારતમાં આ રસી આવે છે કે નહીં અને જો આવે છે તો કેટલા સમય સુધી ઉપલબ્ધ થઇ શકે છે.

Read Also

Related posts

શોખ બડી ચીઝ હે/ 37ની ઉંમરમાં 11 સંતાન અને 12મા બાળકની તૈયારી, આ મહિલાને ‘પ્રેગ્નન્ટ’ થવું ખુબ જ પસંદ છે

Vishvesh Dave

ફરી ઉભરાયો તાલિબાન પ્રત્યે પાકિસ્તાનનો પ્રેમ, કહ્યું – જો અમેરિકા માન્યતા નહીં આપે તો …

Vishvesh Dave

સપ્ટેમ્બરનો ચમત્કાર / ગુજરાતના રાજકારણમાં આ મહિનો રહ્યો છે મહત્વનો, બની છે આવી ચાર-ચાર સત્તા ખળભળાવતી ઘટનાઓ

Lalit Khambhayata
Do NOT follow this link or you will be banned from the site!