અમદાવાદ શહેરમાં શુક્રવારે ૧૫ સેશનસાઈટ ઉપર ૧૧૯૪ લોકોને કોરોના વેકિસન આપવામાં આવ્યા બાદ શનિવારે બીજા દિવસે કુલ ૫૬ કેન્દ્રો પર ૩૧૭૪ જેટલા લોકોને કોરોના વેકિસન આપવામાં આવી છે.શનિવારે આપવામાં આવેલી વેકિસન માટે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આવેલી મ્યુનિસિપલ શાળાઓ ઉપરાંત ખાનગી શાળાઓ અને ખાનગી હોસ્પિટલોમાં પણ વેકિસન આપવામાં આવી હતી.શનિવારે આપવામાં આવેલી વેકિસન બાદ કોઈને પણ એની આડઅસર થવા પામી ના હોવાનું સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

અમદાવાદ શહેરમાં ત્રણ હજારથી વધુ લોકોને અપાઈ વેક્સિન
આ અંગે મળતી માહીતી મુજબ,શુક્રવારે આહના અને અમદાવાદ મેડીકલ એસોશિએશન સાથે મ્યુનિ.ના અધિકારીઓ સાથે યોજવામાં આવેલી બેઠક બાદ શહેરમાં કાર્યરત ખાનગી હોસ્પિટલોમાં પણ જો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વેકિસન આપવા માટેની વ્યવસ્થા કરી આપે તો ખાનગી હોસ્પિટલોએ પણ વેકિસન આપવા તૈયારી બતાવી હતી.શનિવારે શહેરમાં કુલ ૫૬ સેશન સાઈટ ઉપર કોરોના વેકિસન આપવાની વ્યવસ્થા કરાઈ હતી.જેને લઈને મ્યુનિ.હસ્તકની તમામ હોસ્પિટલો ઉપરાંત અસારવા અને સોલા સિવિલ હોસ્પિટલ ઉપરાંત કેટલીક મ્યુનિસિપલ શાળાઓ,ખાનગી શાળાઓ,મ્યુનિસિપલ તંત્ર હસ્તકના સી.એચ.સી.અને અર્બન હેલ્થ સેન્ટરોમાં પણ કોરોના વેકિસનેશનની કામગીરી કરવામાં આવી હતી.

કોરોના વેકસિન આપવામાં
કોરોના વેકિસન આપવા માટે તૈયારી બતાવનારી ખાનગી હોસ્પિટલોમાં શુક્રવારની જેમ શનિવારે પણ સિમ્સ,શેલ્બી-જોધપુર,શેલ્બી- નરોડા શાહીબાગમાં આવેલી બાપસ,સરખેજમાં આવેલી આમેનાખાતુન હોસ્પિટલોમાં કોરોના વેકસિન આપવામાં આવતા શનિવારે સમગ્ર દિવસ દરમ્યાન ૧૬૬૫ પુરૃષ અને ૧૫૦૯ સ્ત્રી મળીને કુલ ૩૧૭૪ લોકોને કોરોના વેકિસન અપાઈ હતી.મ્યુનિ.ના ઈન્ચાર્જ મેડિકલ ઓફીસર ભાવિન સોલંકીના કહેવા પ્રમાણે,વેકિસનેશન બાદ કોઈને પણ આડઅસર થવા પામી નથી.

આડઅસરના કેસમાં સારવારને લઈ વિવાદ
આધારભૂતસૂત્રોમાંથી મળતી માહીતી પ્રમાણે,નદીપાર આવેલા પશ્ચિમના વિસ્તારોમાં જો કોઈને કોરોના વેકિસન લીધા બાદ કોઈ પ્રકારની આડઅસર થાય તો વી.એસ.હોસ્પિટલમાં સારવાર આપવા અંગે પરિપત્ર કરવામાં આવ્યો છે.આ હોસ્પિટલમાં સિનિયર ડોકટરો ઉપલબ્ધ ના હોવાના કારણે આડઅસરના કેસમાં સારવાર આપવાની થાય તો અન્ય હોસ્પિટલમાં જવાની ફરજ પાડવામાં આવી રહી હોવાનું બહાર આવ્યું છે.આ અંગે મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈન્ચાર્જ અધિકારીની પ્રતિક્રીયા પ્રમાણે,કોરોના વેકિસન લીધા બાદ જો કોઈ કેસમાં આડઅસર થાય તો મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત જુની વી.એસ.હોસ્પિટલ,એસ.વી.પી,એલ.જી અને શારદાબહેન હોસ્પિટલની સાથે અસારવા અને સોલા સિવિલ હોસ્પિટલમાં અસર ધરાવનારને સારવાર આપવી એવો પરિપત્ર કરવામાં આવ્યો છે.
READ ALSO
- સગીરાને કોલગર્લ દર્શાવી સોશિયલ મિડિયા પર ‘rate 2500 call me’ લખનાર મહિલાની ધરપકડ, આરોપી હતી પિતાની ફ્રેન્ડ
- કોરોનાના વધતા કેસોને લઇ રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, રાત્રિ કરફ્યુનો સમય લંબાવાયો
- કાંધલ જાડેજા પહોંચ્યા SP ઓફિસ, સોશિયલ મીડિયા દ્વારા એક શખ્સે અભદ્ર ટિપ્પણી કરતા મામલો બિચક્યો
- નવસારી GIDC માં આવેલી કંપનીમાં લાગી ભીષણ આગ, ફાયર ફાઇટરની ટીમો ઘટનાસ્થળે
- ગુણકારી લીમડો: મીઠો લીમડો સ્વાદની સાથે સાથે આ રીતે પણ કામમાં આવશે, તેના આ ફાયદા તમે ક્યાંય નહીં જોયા હોય