GSTV

કોરોનાની વેક્સિન બનાવનારનો દાવો : આગામી 20 વર્ષ સુધી રહેશે વેક્સિન, કરોડો ડોઝ અપાશે છતાં નહીં જાય આ મહામારી

દેશ અને દુનિયામાં કોરોના વાયરસનો ફેલાવો સતત વધી રહ્યો છે. દુનિયાભરના લોકો રાહ જોઇ રહ્યા છે કે ક્યારે કોરોનાની વેક્સીન આવે ને ક્યારે આ મહામારીમાંથી છુટકારો મળે. દુનિયાની અનેક દિગ્ગજ કંપનીઓ અને સંસ્થાઓ કોરોના વેક્સીન અંગે સંશોધન કરી રહી છે. આ બધા વચ્ચે દુનિયાની અગ્રણી વેક્સીન નિર્માતા ભારતીય કંપની સીરમ ઇન્સ્ટિટ્યુટે દાવો કર્યો છે કે કોરોના વાયરસની મહામારી એમ જલ્દી જવાની નથી, આવનારા બે દશક સુધી કોરોના વાયરસની આ બીમારી રહેશે.

કોરોના

20 વર્ષ સુધી ફેલાતો રહેશે કોરોના વાયરસ

સીરમ ઇન્સ્ટિટ્યુટના સીઇઓ અદાર પૂનાવાલાએ એક વેબસાઇટ સાથે વાત કરતા જણાવ્યું છે કે આવનારા 20 વર્ષ સુધી કોરોના વાયરસનો ફેલાવો થતો રહેશે અને લોકોને તેનો ચેપ લાગશે. અને ત્યાં સુધી વેક્સીનની જરુર પણ રહેશે. પૂનાવાલાએ આગળ કહ્યું કે ઇતિહાસમાં ક્યારેય એવું નથી થયું કે કોઇ પણ રસીની જરુરિયાત એક જ વારમાં પુરી થઇ ગઇ હોય. જેના માટે તેમણે ન્યુમોનિયા, ફ્લુ વગેરે બીમારીઓના ઉદાહરણ આપતા કહ્યું કે આ તમામ બીમારીઓની વેક્સીન વર્ષોથી વપરાય છે અને હજુ પણ તેનો વપરાશ શરુ જ છે. ત્યારે કોરોના વેક્સીન સાથે પણ આવું થઇ શકે છે.

કોરોના

વેકસીનની જરૂરિયાત ક્યારેય ખતમ નહિ થાય

પૂનાવાલાએ જણાવ્યું કે જો વિશ્વના તમામ લોકોને વેક્સીન આપવામાં આવશે, તો પણ તેની જરુર તો પડશે જ. વેક્સીન એ કોઇ ઠોસ ઉપાય નથી, તેના વડે માત્ર ઇમ્યુનિટી જ વધે છે. વેક્સીનના કારણે શરીરમાં એન્ટીબોડી ઉત્પન થાય છે. જે તમને બીમારીથી બચાવે છે, પરંતુ 100 ટકા નહીં. ઉલ્લેખનીય છે કે સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓક્સફર્ડ યુનિવર્સિટિ સાથે મળીને કોવિશીલ્ડ નામની વેક્સીન બનાવી રહી છે. આ વેક્સીન અત્યારે ત્રીજા તબક્કાના ટ્રાયલમાં છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

2020માં વધુ એક મુસીબત/ મિસાઇલની રફતારથી ધરતી તરફ આગળ વધી રહી છે આ ‘આસમાની આફત’, બુર્જ ખલીફા જેટલી છે વિશાળ

Bansari

આ દેશમાં લગ્ન બાદ પતિ પત્નીએ નહીં રાખવી પડે એક જ અટક, યુએન પણ છે આ કાયદાની વિરુદ્ધમાં

Karan

કોરોનાનો RT-PCR ટેસ્ટ તમામ રાજ્યોમાં 400 રૂપિયામાં થવો જોઈએ, સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સમક્ષ માંગ્યો જવાબ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!