આગામી 16 જાન્યુઆરીના રોજ દેશ સહીત રાજ્યભરમાં કોરોના વેક્સીનનું મહા રસીકરણ અભિયાન યોજવા જય રહ્યું છે જેને લઈને રાજ્યના તમામ જિલ્લા તાલુકાઓમાં કોરોના વેકસીનનો જથ્થો પહોંચાડવામાં આવી રહ્યો છે.
અમદાવાદ:
આગામી શનીવારે રસીકરણ શરુ થવાનુ છે. જેથી અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્યખાતા દ્વારા રસીકરણ માટે તૈયારીઓ પુર્ણ થઇ ગઇ છે. આમ તો આરોગ્ખાતા દ્વારા 300 થી વધુ રસીકરણ કેન્દ્ર ઉભા કરવામા આવ્યા છે. પરંતુ પ્રથમ તબક્કાના રસીકરણમા મેડીકલ-પેરામેડીકલ સ્ટાફને રસી આપવાની છે. ત્યારે 37 જગ્યાએ રસી આપવાનુ કાર્ય કરવામા આવશે.

સાબરકાંઠા:
સાબરકાંઠાના હિંમતનગર ખાતે કોરોના વેક્સીન આવી પહોંચી છે. જેમાં કુલ 16790 ડોઝ વેક્સીનના ડોઝ પહોંચાડાયા છે. આ સમયે ઇન્ચાર્જ જિલ્લા ક્લેક્ટર સહિત આરોગ્ય અધિકારીની ઉપસ્થિત રહ્યા હતા તેમની હાજરીમાં વેક્સીન સ્ટોરમાં મુકાઇ છે.

મોરબી:
મોરબીના નવા બસ સ્ટેશન ખાતે કોરોના વેક્સિનનું આગમન થયુ છે. મોરબીને પાંચ હજારથી વધુ વેક્સિનના ડોઝ ફાળવવામાં આવ્યા છે. સંસદ સભ્ય મોહન કુંડારિયાએ મોરબીમાં વેક્સિન વાનનું સ્વાગત કર્યુ હતું.

દાદરાનગર હવેલી:
દક્ષિણ ગુજરાત સહિત દાદરા નગર હવેલી ખાતે વેક્સિનનો જથ્થો આવી પહોંચ્યો છે. આ જથ્થો રખોલી સ્થિત સી એચ સી કેમ્પસમાં બનાવેલા સ્ટોરેજ સેન્ટરમાં લાવવામાં આવ્યો છે. કેન્દ્રશાસિત પ્રદેશ સેલવાસ ની વિનોબા ભાવે સીવીલ હોસ્પિટલ ખાતે પુના થી 5000 વેકસીનનો જથ્થો આવતા સ્વાસ્થ્ય કર્મીઓ દ્વારા સ્વાગત કરાયુ હતું.

અરવલ્લી:
અરવલ્લીના મોડાસા ખાતે કોરોના વેક્સિનનો સ્ટોક આવી પહોંચ્યો છે. મોડાસા વેક્સિન સ્ટોર ખાતે વેક્સિનના 12 હજાર 640 ડોઝ આવ્યા હતા. પ્રથમ તબક્કામાં 10 હજાર 340 જેટલા આરોગ્ય કર્મચારીઓને રસી આપશે.

વડોદરા:
16 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહેલા વેક્સિનેશનને લઈને વડોદરામાં પણ વેક્સિનન જથ્થો પહોંચ્યો છે. પૂણેથી 52,900 ડોઝ વેક્સિનનો જથ્થો વડોદરા પહોંચ્યો છે. વેક્સિન ઇન્સ્ટીટ્યુટ ખાતે ગુજરાત વિઘાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી અને ધારાસભ્યોએ વેક્સિનનું સ્વાગત કર્યું હતું. વડોદરામાંથી મધ્ય ગુજરાતના 7 જિલ્લાના સેન્ટરોમાં રસી પહોંચાડવામાં આવશે. વડોદરામાં 16400 હેલ્થ વર્કરને વેક્સિન આપવામાં આવશે.

મહેસાણા:
મહેસાણા જિલ્લામાં ૧૬ જાન્યુઆરીથી જિલ્લાના દશ કેન્દ્રો પર રસીકરણ આપવાની શરૂઆત થવાની છે. ત્યારે આજે ૧૮ હજાર ૫૨૦ કો-વીશીલ્ડ વેક્સીનનો જથ્થો જિલ્લા વેક્સીન સેન્ટર પહોંચ્યો હતો. જેને અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.વિષ્ણુ પટેલ સહિત આરોગ્ય અધિકારીઓએ રીસીવ કર્યો હતો. આ જથ્થો જિલ્લાના વેક્સીન સેન્ટરો પર કોલ્ડચેન સાથે મોકલવામાં આવશે. આ ઉપરાંત વેક્સીન આપવા માટે સીરન્જ ફાળવવામાં આવશે. દરેક સેન્ટર પર વેબકાસ્ટીંગનું આયોજન કરાયું છે.

પાટણ:
પાટણમાં 10 હજાર 240 જેટલી કોરોનાની રસીનો જથ્થો પહોંચ્યો છે. 16 જાન્યુઆરીથી પાટણ, ધારપરુ, રાધનપરુ, સમી, ચાણસ્મા ખાતે રસીકરણનો પ્રારંભ તવાનો છો. જોકે જિલ્લા પંચાયતના આરોગ્યકર્મીઓ હડતાળને લઈને કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા આરોગ્યકર્મીઓ જ વેક્સિન આપશે. પ્રથમ દિવસે ઉપરોક્ત પ્રત્યેક સ્થળે દિવસ દરમિયાન ૧૦૦ લોકોને રસી આપવામાં આવશે. જેથી, જિલ્લામાં પ્રથમ દિવસે કુલ ૬૦૦ હેલ્થકેર વર્કર્સને કોરોનાની રસી મૂકવામાં આવશે.

આણંદ:
16 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહેલા વેક્સિનનેશનની કામગીરી શરૂ તવાની છે. ત્યારે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. આણંદ જનરલ હોસ્પિટલ, પેટલાદ સીવીલ, વાસદ સીએચસી સેન્ટર, કરમસદ પ્રમુખ સ્વામી કોલેજ. સહિતના સ્થલો પર વેક્સિનેશનની કામગીરી શરૂ થવા જઈ રહી છે.

તાપી:
તાપી જિલ્લામાં વેકશીનનો જથ્થો આવી પહોંચતા સ્ટેરોજ ખાતે સ્ટોર કરાયો છે. તાપી જિલ્લામાં કુલ ચાર પોઇન્ટ રાખવામાં આવ્યા છે. જેમાં કુલ 7780 વેક્સિનના ડોઝ પહોંચાડવામા આવશે.

જામનગર:
જામનગરમાં કોરોના વિક્સિનનો 14 હજાર ડોઝનો જથ્થો પહોંચ્યો હતો. વેક્સિનના કલેક્ટર કચેરીએ વધામણા કરવામાં આવ્યાં હતા.

બનાસકાંઠા:
બનાસકાંઠામાં કોરોના વેક્સિન આવી પહોંચી છે. કોરોના વેક્સિન વાનને તિલક કરી વધાવવામાં આવી છે. સરકારે ફળવેલી 18500 કોરોના વેકસીન ગાંધીનગરથી આવી પહોંચી છે. વેક્સિનના આ જથ્થાને 5 જેટલા રેફરિજેટરમાં રાખવામા આવી છે. અહીં પ્રથમ તબક્કામાં 900 લોકોને વેક્સિન આપવામાં આવશે.

નવસારી:
નવસારી જિલ્લામાં વેક્સિનનો જથ્થો પહોંચ્યો છે..અને ડીડીઓએ શ્રીફળ વધરી વેક્સિનના વધામણા કર્યા છે…વેક્સિન 11 હજાર 600 ડોઝ સુરતથી આવ્યા છે.જિલ્લામાં 55 કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે…

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- સાવધાન! ભૂલથી પણ આ 7 ચીજવસ્તુઓને ક્યારેય તમારા ફ્રિજમાં ના મૂકતા નહીંતર…
- તમારા નસકોરાં બોલવા પાછળ ક્યાંક ઓએસએ તો જવાબદાર નથી, જાણો કઈ રીતે મેળવશો તેનાથી છુટકારો
- Suzuki Access 125ની ખરીદવું પડશે મોંઘુ, કંપનીએ કિંમતમાં કર્યો આટલા રૂપિયાનો વધારો
- પોતાની જાન ગામમાં આવે તે પહેલા યુવતીએ અધિકારીઓ પાસે બનાવડાવ્યો ગામનો નવો રસ્તો, અધિકારીઓએ પણ ખુશ થઈ કામ કરી આપ્યું
- શું તમે કરો છો Earphone નો ઉપયોગ? તો જાણી લેજો તેનાથી થતી ગંભીર બીમારીઓ વિશે…