ગુજરાત માટે સારા સમાચાર છે. આગામી 1 અને 2 કે દિવસમાં અમદાવાદના સોલા સિવિલ ખાતે કોરોના વેક્સિન ટ્રાયલ માટે આવશે. કો-વેક્સિન સોલા સિવિલ ખાતે લવાશે. જેમાં પ્રાથમિક તબક્કે 1 હજાર લોકો પર ટ્રાયલ માટે આ વેક્સિન મુકાશે. જે માટે હોસ્પિટલ તંત્રએ ટ્રાયલ માટે વોલન્ટિયર્સ આઇડેન્ટિફાય કર્યા છે. આ અંગે મુખ્યમંત્રી નિવાસ સ્થાને આવતીકાલે બપોરે બેઠક પણ યોજાવાની છે.
ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધી રહ્યા છે. જેમાં છેલ્લા 24 કલાકમાં વધુ 1487 કેસ નોંધાયા છે. 1234 દર્દીઓ રિકવર થયા છે..તો છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે કુલ 17 લોકોના મોત થયા છે. જેમાં અમદાવાદમાં 13 જ્યારે મોરબી, રાજકોટ, સુરત અને વડોદરામાં 1-1 દર્દીના મોત થયા છે. તો અત્યાર સુધીમાં કુલ 3876 દર્દીઓના મોત થયા છે. તો હાલમાં 89 લોકોની હાલત ગંભીર હોવાથી વેન્ટીલેટર પર રાખીને સારવાર આપવામા આવી રહી છે. હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસની વાત કરીએ તો 13836 દર્દીઓ હાલમાં સારવાર લઇ રહ્યા છે.

READ ALSO
- સુરત/ રામમંદિરના નામે ખોટી રીતે ફાળો ઉધરાવતા શખ્સની પોલીસે કરી ધરપકડ
- ઊંઝા તાલુકામાં સિંચાઈનો પ્રશ્ન ઉકેલાશે, ધારાસભ્ય આશાબેન પટેલની રજૂઆતને પગલે કરોડોની યોજના મંજૂર
- જામનગર મનપાની ચૂંટણી પહેલા ભાજપમાં ભંગાણ, કોર્પોરેટર કોંગ્રેસમાં જોડાયા
- ધ્યાન રાખજો! શું તમે પણ ઓનલાઈન ઓર્ડર માટે કરો છો Mobikwik નો વપરાશ? હવે ક્રેડિટ કાર્ડથી મની એડ કરવા પર લાગશે ચાર્જ
- અમદાવાદ/ ઉત્તરાયણની વહેલી સવારે સીજી રોડ પર આવેલા ઘડિયાળના શો રૂમમાં લાખો રૂપિયાની ચોરી