GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

કોરોનાની રસી શોધાઈ જાય તો પણ મળવી સહેલી નથી, આ 3 દેશો અબજો રૂપિયા ખર્ચવા તૈયાર: ભારતની આવી છે તૈયારી

કોરોના વાયરસ સામે ઝઝૂમી રહેલી દુનિયા ટૂંક સમયમાં તેની સારવાર મેળવવા માગે છે. રિસર્ચ પર અબજો ડોલર ખર્ચ કરવામાં આવી રહ્યાં છે જેથી લાખો જીંદગી બચાવી શકાય. જે રીતે કોવીડ-19એ લાશોના ઢગલા કર્યાં છે તેને જોઇ મહસત્તાઓ પણ થરથર કાંપવા લાગી છે. બસ ગમે તેમ કોરોનાની વેક્સીન મળી જાય, કિંમત ગમે તેટલી હોય. દરેક દેશ પ્રયાસ કરે છે કે વેક્સીન બનતાંની સાથે સૌથી પહેલાં તેમને મળે, પરંતુ તે એટલું સરળ નથી.

જો જીતા વહી સિંકદર

વાયરસની રસી માટે ટ્રીલિયન ડોલરની ચૂકવણી થઇ ચુકી છે. વૈજ્ઞાનિક જલ્દીથી રસી તૈયાર કરવામાં જોતરાયા છે. એક અનુમાન અનુસાર વર્ષની અંદર વૈજ્ઞાનિક રસી શોધી લેશે. જે દેશ સૌથી પહેલાં રસી શોધી લેશે તે દેશ વિશ્વમાં શક્તિશાળી બની જશે. વિકસીત દેશોએ કેટલીય રિસર્ચ કંપનીઓ સાથે એક્સક્લૂસિવ ડીલ કરી છે. જેથી કરી રસી શોધાય બાદ તેમને સૌથી પહેલાં મળે. અમેરિકા, બ્રિટન, ફ્રાંસ જેવા દેશો રસી માટે પાણીની જેમ પૈસા વાપરી રહ્યાં છે.

એક રિઝર્વ સ્ટોક રાખવામાં આવે

જે દેશ સૌથી પહેલાં રસી બનાવી લેશે તેનો સૌથી પહેલો પ્રયાસ એ રહેશે કે, આ મહામારીનો સામનો કરવા માટે એક રિઝર્વ સ્ટોક રાખવામાં આવે. એટલે કે નિકાસ પર પ્રતિબંધ રહેશે. બીજું કે રસી બનાવ્યા છતાં બીજા દેશ સુધી પહોંચવામાં વર્ષો લાગી શકે છે. કોરોનાની રસીનો મુદ્દો ઇકોનોમિક્સ અને પૉલિટિક્સની અને હેલ્થની વચ્ચે ફસાયેલો છે. ગરીબ દેશ સુધી રસી પહોંચવામાં સમય લાગી શકે છે કારણ કે રસીની શોધી કરનાર દેશ તેમની મદદ ત્યારે જ કરશે જ્યારે પોતાના નાગરિકો સુરક્ષિત થઈ ગયા હશે.

ક્સિનને દરેક મોરચે જલદીથી જલદી પરવાનગી આપશે

ભારત સરકાર શક્ય તેટલી ઝડપે પોતાના નાગરિકોને રસી પહોંચાડવા માગે છે. દેશમાં એક સાથે 14 રસીનું પરીક્ષણ ચાલી રહ્યું છે જેમાંથી 4 એડવાન્સ સ્ટેજમાં જવા માટે તૈયાર છે. સરકારે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન અને અન્ય ગ્લોબલ હેલ્થ ઇન્સ્ટીટ્યૂટ સાથે સતત સંપર્કમાં છે જેથી રસી શોધાયાની સાથે જ મેળવી શકાય. ડિપાર્ટમેન્ટ ઑફ બાયોટેક્નોલોજીની સચિવ રેણુ સ્વરૂપનાં પ્રમાણે સરકાર કોઇપણ કારગર વેક્સિનને દરેક મોરચે જલદીથી જલદી પરવાનગી આપશે.

READ ALSO

Related posts

ATMની રાહતો હવે પૂરી : બેન્કો હવે આ બાબતે રૂ.5 થી 20 સુધીનો ચાર્જ વસૂલશે, જાણો આ છે નિયમો

Pravin Makwana

શિક્ષકો પાસેથી 900 કરોડ વસૂલશે યોગી સરકાર, આ છે સૌથી મોટુ કારણ

Pravin Makwana

પાનમ ડેમના 3 ગેટ 2 ફુટ ખોલી ૭ હજાર કયુસેક પાણી છોડાયું, ખેડૂતોમાં ખુશીની લહેર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!