GSTV

ના હોય! આ દેશના વૈજ્ઞાનિકો જ ઈચ્છે છે કે Corona આખા દેશમાં ફેલાય, કારણ જાણીને ચોંકી ઉઠશો

પાકિસ્તાન

કોરોના (Corona) વાયરસના કારણે આખી દુનિયા જાણે થંભી ગઈ છે. કોરોના વાયરસના કારણે રોજ મોતના આંકડા વધી છે. સંક્રમણની સીમા પણ હવે એશિયા, યુરોપ થઈને આફ્રીકા સુધી પહોંચી ચુકી છે. કોરોના વાયરસના સંક્રમણને ફેલાવવાથી રોકવા માટે ઘણી જગ્યાઓ પર સંપૂર્ણ રીતે લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. લોકો ઘરોમાં કેદ છે. ડર અને આશંકાના આ માહોલમાં હવે લોકો એ વિચારવા પર મજબૂર બની ગયા છે કે આખરે મહામારીનો અંત ક્યારે થશે.

દુનિયાભરના વૈજ્ઞાનિક અને હેલ્થ એક્સપર્ટ્સ કોરોના વાયરસનો તોડ શોધવામાં મચી પડ્યા છે. આ મહિને જ રિપોર્ટ આવ્યો કે બ્રિટનની સરકાર વાયરસના અસરને ઘટાડવા માટે તેને તેની આખી આબાદીમાં ફેલવા દેશે જેથી લોકોમાં ‘હર્ડ ઈમ્યુનિટી’ એટલે કે સામુહિક પ્રતિરોધક ક્ષમતા વિકસીત થઈ જાય. જોકે ત્યાર બાદ બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રાલયના પ્રવક્તા મેટ હેનકોકે આ રિપોર્ટને ફગાવી દીધો હતો. તેમણે જણાવ્યું હતું કે સામુહિક પ્રતિરોધક ક્ષમતા મહામારીનો સ્વાભાવિક સહ ઉત્પાદ છે. એટલે કે મહામારી ફેલાવવાની સાથે સાથે જ આપ મેળે હર્ડ ઈમ્યુનિટી વિકસિત થઈ જાય છે.

corona

શું છે હર્ડ ઇમ્યુનિટી?

નેશનલ હેલ્થ સર્વિસે જણાવ્યા અનુસાર, જ્યારે મોટી સંખ્યામાં કોઈ જગ્યા પર લોકોને બીમારી સાથે લડવા માટે વેક્સીન આપવામાં આવે છે તો તેનાથી બાકીના લોકોમાં બિમારી ફેલાવવાનો ખતરો ઓછા થઈ જાય છે. જેમને વેક્સિન નથી લાગી અથવા તો વેક્સિન નથી આપવામાં આવી રહી તેમને પણ બિમારી ઝપેટમાં ઓછી લઈ શકે છે. તેને જ હર્ડ ઈમ્યુનિટી અથવા સામુહિક પ્રતિરોધક ક્ષમતા કહેવામાં આવે છે.   

વાયરસ વિરૂદ્ધ સામુહિક રીતે પ્રતિરોધક ક્ષમતા વધી જાય છે જેના કારણે મહામારીને રોકવા માટે મદદ મળે છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીના વેક્સીન નોલેજ પ્રોજેક્ટમાં તેને ઓરીના ઉદાહરણ દ્વારા સમજાવવામાં આવ્યું છે. તેમાં જણાવ્યા અનુસાર જ્યારે કોઈ ઓરી અછબડા કે દાદરથી સંક્રમિત વ્યક્તિ વેક્સીન લઈ ચુકેલા તમામ લોકોથી ઘેરાયેલો હોય તો બિમારી બાકીના લોકોમાં સરળતાથી નથી ફેલાઈ શકતી. વાયરસ શક્તિ કમજોર થઈ જાય છે. તેને જ સામુહિક પ્રતિરોધક ક્ષમતા અથવા સામુહિક સુરક્ષા કહે છે. તેનાથી નવજાત, વૃદ્ધ અથવા બિમાર લોકોને પણ જાતે જ સુરક્ષા મળી જાય છે તેમને વેક્સીન નથી આપી શકાતી.

જોકે સંગઠનનું કહેવું છે કે તે ત્યારે જ કામ કરે છે જ્યારે વધુ આબાદીને કોઈ બિમારીની વિરૂદ્ધ વેક્સીન આપવામાં આવે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે સામુહિક પ્રતિરોધક ક્ષમતા વેક્સીનથી રોકી શકાય તેવી દરેક બિમારી સામે સુરક્ષા નથી આપતી. વેક્સીન નોલેજ પ્રોજેક્ટે જણાવ્યા અનુસાર, વેક્સીનના વિપરીત સામુહિક પ્રતિરોધક ક્ષમતા દરેક વ્યક્તિની સુરક્ષા સુનિશ્ચિત નથી કરતી માટે તે વેક્સીનનો સારો વિકલ્પ નથી.

corona

‘યુનિવર્સિટી ઓફ એડિનબર્ગ’માં સંક્રમણ અને મહામારીના એક્સપર્ટ પ્રોફેસર માર્ક વુબહાઉસે ધ ઈન્ડિપેન્ડેન્ટથી જણાવ્યુ કે હર્ડ ઈમ્યુનિટી જ દરેક વેક્સીન કાર્યક્રમોનો આધાર છે. તે કહે છે કે સામાન્ય રીતે પણ લોકોમાં સામુહિક પ્રતિરોધક ક્ષમતા વિકસિત થઈ શકે છે. જો તમને કોઈ અવુ સંક્રમણ છે જે પહેલા જ ઘણા લોકોને છે તો એન્ટીબોડીઝ વિકસિત થઈ જાય છે અને તે તેના વિરૂદ્ધ પ્રતિરોધમાં સક્ષમ થઈ જાય છે. તમારી અંદર સ્વાભાવિક રીતે એવી પ્રતિરોધક ક્ષમતા હોઈ શકે છે. જેનાથી કોઈ એક વાયરસ આખી આબાદીમાં મહામારી ફેલાવવામાં સક્ષમ નથી રહેતો.

જોકે તેનો એ મતલબ નથી કે તે સંપૂર્ણ રીતે ખતમ થઈ જશે કારણ કે તમામ કમજોર લોકોને તે પોતાનો નિશાનો બનાવવાનું ચાલુ રાખશે. હા એટલું જરૂર થશે કે તે મહામારીનું રૂપ નહીં લે. અમુક વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ઘણા નવા વાયરસ જ્યારે આવે છે ત્યારે માનવ શરીરમાં તેના વિરૂદ્ધ પ્રતિરોધક ક્ષમતા બિલકુલ નથી હોતી. જોકે ધીરે-ધીરે શરીર વાયરસ સાથે લડવાની ક્ષમતા વિકસાવવા લાગે છે.

Read Also

Related posts

કોરોના સંક્રમણ અટકાવવા નવી ટેક્નિક, airport પર ભીડ વધતા જ વાગવા લાગશે અલાર્મ

Mansi Patel

ગુપકાર ગઠબંધનને પ્રથમ મોટો ઝાટકો, સજ્જાદ લોને આ આરોપ લગાવતા છોડ્યો સાથ

Ali Asgar Devjani

VIDEO/ માલિશ તો ઘણા પ્રકારના તમે જોયા હશે, પણ હાથી પાસે ક્યારેય માલિશ કરાવ્યું છે ખરૂ !

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!