GSTV

જીવલેણ કોરોનાની રસી માટે નાણાંની જોગવાઈ પર ઉઠ્યો સવાલ, 80 હજાર કરોડની ગણતરી ખોટી : કેન્દ્ર

ભારતમાં જીવલેણ કોરોના વાયરસ રસીના વિતરણ માટે રૂ. 80,000 કરોડની જરૂરિયાત હોવાના દાવાઓને કેન્દ્ર સરકારે મંગળવારે ફગાવી દીધા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું હતું કે, ‘રૂ. 80,000 કરોડની ગણતરી સાથે અમે સંમત નથી. સરકારે રસી નિષ્ણાતો પર એક રાષ્ટ્રીય સમિતિ બનાવી છે અને અત્યાર સુધીમાં તેની પાંચ બેઠકો થઈ ગઈ છે.’  રાજેશ ભૂષણે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સમિતિની બેઠકમાં કોરોનાની રસીના વિતરણની પ્રક્રિયા અને વસતીને પ્રાધાન્યતાના સંદર્ભમાં જરૂરી રકમ અંગે ચર્ચા કરવામાં આવી છે.

રસી માટે નાણાંની જોગવાઈ પર ઉઠ્યો સવાલ

80,000 કરોડની ગણતરી સાથે અમે સંમત નથી

ઉલ્લેખનીય છે કે અમે કોરોના રસીની ખરીદી અને તેના વિતરણના ખર્ચ અંગે ચોક્કસ રકમની ગણતરી કરી છે અને સરકાર પાસે તેટલી રકમ ઉપલબદ્ધ છે. વિશ્વની સૌથી મોટી રસી ઉત્પાદકોમાંની એક પૂણે સ્થિત સીરમ ઈન્સ્ટિટયૂટના સીઈઓ પૂનાવાલાએ થોડાક સમય પહેલાં એક ટ્વીટ કરી સવાલ કર્યો હતો કે, દેશમાં કોરોનાની રસીની ખરીદી અને તેના વિતરણ માટે જરૂરી રકમ કેન્દ્ર સરકાર પાસે છે?

ટ્વીટ કરી સવાલ કર્યો હતો કે, દેશમાં કોરોનાની રસીની ખરીદી અને તેના વિતરણ માટે જરૂરી રકમ કેન્દ્ર સરકાર પાસે છે

ઉલ્લેખનીય છે કે પૂનાવાલાએ એક ટ્વીટમાં જણાવ્યું હતું કે, ‘ઝડપી સવાલ, આગામી એક વર્ષથી વધુ સમય માટે ભારત સરકાર પાસે રૂ. 80,000 કરોડ ઉપલબૃધ છે? કારણ કે ભારતમાં પ્રત્યેક વ્યક્તિ માટે રસીની ખરીદી અને તેના વિતરણ માટે ભારત સરકાર પાસે આટલા રૂપિયા હોવા જરૂરી છે. આપણા માટે આ એક આગામી મોટો પડકાર છે.’

READ ALSO

Related posts

લાહોરની ગલીઓમાં લાગ્યા અભિનંદન અને મોદીના પોસ્ટર, પાક.ગૃહમંત્રીએ આ નેતાને ભારત મોકલી આપવાની શિખામણ આપી

Pravin Makwana

VIDEO/ ઓ બાપ રે આ શું, અહીં 50 ફૂટ લાંબો એનાકોંડા જોવા મળ્યો !

Pravin Makwana

પ્લેટફોર્મ ટિકિટનો રેટ ડબલ કરીને રેવન્યૂ વધારવાની તૈયારી રેલવે વિભાગ, 121 સ્ટેશનો પર નવેમ્બરમાં લાગુ થઈ શકે છે નિયમ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!