GSTV

વેક્સીન કોની ભારતની કે ભાજપની / જો તમારે પણ કોરોનાની રસી જોઈતી હોય તો, ચેક કરો તમારા રાજ્યમાં ક્યારે છે ચૂંટણી !

બિહાર વિધાનસભા ચૂંટણીના ઘોષણા પત્રમાં મફત કોરોના વેક્સીનનું વચન આપીને ભાજપ ફસાઇ ગયુ છે. ભાજપની આવી જાહેરતા બાદ તરત જ તમામ વિપક્ષી દળોએ તેનો વિરોધ કર્યો છે. મામલો હવે ચૂંટણી પંચ સુધી પહોંચી ગયો છે. તો કોંગ્રેસના અનેક નેતાઓએ આ વચનનો વિરોધ કર્યો છે અને ચૂંટણી પંચને ભાજપ સામે એક્શન લેવા માટે માંગ કરી છે.

ત્યારે હવે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પણ આ વચન સામેના વિરોધમાં કૂદ્યા છે. રાહુલ ગાંધીએ બિહારમાં ભાજપે આપેલા મફત કોરોના રસીના વિરોધમાં ટ્વિટ કર્યા છે. આ ટ્વિટમાં તેમણે ભાજપના આવા વચનની મજાક ઉડાવી છે. ઉપરાંત આ વચનને ખોટું પણ ગણાવ્યું છે. આ સિવાય શશિ થરુરે ચૂંટણી પંચને ભલામણ કરી છે કે તે ચૂંટણીના વચનો ઉપર ધ્યાન આપે ને નિર્મલા સીતારમણ સામે કાર્યવાહી પણ કરે.

રાહુલ ગાંધીએ ટ્વિટ કરતા લખ્યું કે, ‘ભારત સરકારે કોરોના વેક્સીનના વિતરણની ઘોષણા કરી દીધી છે. તમને આ વેક્સીન અને ખોટા વચનો ક્યારે મળશે તે જાણવા માટે તમારા રાજ્યમાં ચૂંટણી ક્યારે છે તે તપાસો.’ આ ટ્વિટ વડે રાહુલ ગાંધીએ ટોણો માર્યો છે કે જ્યાં ચૂંટણી હશે ત્યાંના લોકોને જ મફતમાં કોરોનાની રસી મળશે. તો આ તરફ આરજેડી નેતા તેજસ્વી યાદવે કહ્યું કે કોરોના વેક્સીન આખા દેશની છે, ભાજપની નથી.

READ ALSO

Related posts

સોનાક્ષી સિંહાએ સમૂદ્રમાં ડાઇવ લગાવી અને માછલીઓ સાથે તરવા લાગી

Pravin Makwana

દક્ષિણ ગુજરાતમાં ગુજસીટોક હેઠળ પ્રથમ કેસ આસીફ ટામેટા ગેંગ સામે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાયો

Nilesh Jethva

પીએમની મુલાકાત બાદ સીરમ ઈન્સ્ટીટ્યૂટના સીઈઓનું મોટુ નિવેદન, કોવિશીલ્ડના ઇમરજન્સી ઉપયોગ માટે વહેલી તકે શરૂ થશે પ્રક્રિયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!