GSTV

રોહતકમાં કોરોનાની દેશી વેક્સીનનું હ્યુમન ટ્રાયલ શરૂ, મળી આશાની એક નવી કિરણ

કોરોના

Last Updated on July 18, 2020 by Bansari

ભારત સહિતના દેશો કોરોનાની દવાઓ શોધવા માટે મથી રહ્યા છે. જેના ભાગરૂપે જ ભારતમાં દવાઓની ટ્રાયલ પણ કરવામાં આવી રહી છે. હરિયાણાના રોહતકમાં કોરોના સામેની દવાની ટ્રાયલ શરૂ કરવામાં આવી છે.રોહતકમાં આવેલા પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાઇન્સમાં ભારત બાયોટેકની એન્ટી કોરોના દવા કોવેક્સિનનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ હ્યુમન ટ્રાયલ શુક્રવારે જ શરૂ કરવામાં આવી હતી તેમ હરિયાણાના સ્વાસ્થ્ય મંત્રી અનિલ વિજે આપી હતી.

અનિલ વીજે આપી માહિતી

તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે આ ઇન્સ્ટિટયૂટમાં કોરોનાના ત્રણ દર્દીઓને આ દવા આપવાનું શરૂ કરવામાં આવ્યું છે અને તેઓના શરીર પર કોઇ જ નેગેટિવ અસર નથી થઇ રહી. મંત્રીએ જણાવ્યું હતું કે હજુ વધુ લોકો પર આ દવાની ટ્રાયલ કરવામાં આવશે.

હાલમાં જ ભારત બાયોટેકને ભારતના ડ્રગ્સ રેગ્યુલેટર દ્વારા કોરોના સામેની દવા એન્ટી કોરોના વેક્સિન એટલે કે કોવેક્સિનની ટ્રાયલની અનુમતી મળી હતી. હાલ ભારતમાં આશરે સાત એન્ટી કોરોના દવાઓ ચર્ચામાં છે તેમાંથી હાલ પુરતા બે દવાની હ્યૂમન ટ્રાયલ માટે સરકાર દ્વારા અનુમતી મળી છે.

આ પહેલા બુધવારે ઝાયડસ કેડિલા દ્વારા જારી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે તેના દ્વારા એન્ટી કોરોના દવાની હ્યુમન ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરવામાં આવી છે. હાલ જે નવી દવાનું ટ્રાયલ શરૂ કરવામાં આવ્યું છે તે રોહતક સહિત કુલ 13 હેલૃથ સેંટરને વેક્સીનની ટ્રાયલ કરવા કહેવામાં આવ્યું છે.

Read Also

Related posts

ખુશખબર / બેંક જવાની જફા માંથી મુક્તિ, પાંચ મિનિટ કાઢીને કરો SBI Yono Businessમાં રજીસ્ટ્રેશન, ચપટી વગાડટ થઇ જશે તમામ કામ

Pritesh Mehta

દર્દનાક ઘટના / એક કુટેવે બનાવી દીધો પીશાચી, અવાવરુ નાળામાં લઈ જઈ ત્રણ વર્ષની બાળકી પર આચર્યું દુષ્કર્મ

Zainul Ansari

ઉમરગામ તાલુકાના બત્રીસ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે આદિવાસી ઉમેદવારોને જાતીનાં દાખલાઓ મામલે રાજકીય માહોલ ગરમાયો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!