GSTV

જો ભારતમાં લોકોને આટલા જ સમયની અંદર કોરોના વેક્સિન નહીં અપાય તો…

ભારત સહિત વિશ્વભરના તમામ દેશોમાં કોરોના વાયરસનું વેક્સિનેશન શરૂ છે. ભારત એવાં દેશોમાં શામેલ છે કે જ્યાં વેક્સિનનું નિર્માણ થઇ રહ્યું છે. ભારતનું ફોકસ પોતાના નાગરિકોના રસીકરણની સાથે-સાથે બીજા દેશોમાં વેક્સિનની સપ્લાય પર પણ છે. એવામાં એવી જાણકારી પણ સામે આવી છે કે, ભારતમાં બનેલ વેક્સિનની એક્સપાયરી ડેટ કઇ છે એટલે કે કેટલાં દિવસ બાદ તે એક્સપાયર થઇ જાય છે.

corona vaccine

વેક્સિનનો ઉપયોગ કરવાની સમય મર્યાદા માત્ર 6 મહીના

હકીકતમાં, ભારતમાં કોવિશીલ્ડ અને કોવેક્સિનની જે વેક્સિન લોકોને આપવામાં આવી રહી છે. આ વેક્સિનનો ઉપયોગ કરવાની સમય મર્યાદા માત્ર 6 મહીનાની જ છે. સીરમ ઇન્સ્ટીટ્યુટ ઑફ ઇન્ડીયાના કાર્યકારી નિર્દેશક ડૉ. સુરેશ જાધવે એક ન્યુઝ ચેનલને જણાવ્યું હતું કે, ‘કંપની પહેલાં જ સરકારને 2 કરોડ ડૉઝ આપી ચૂકી છે. જેને એક્સપાયરી ડેટ પહેલાં જ ઉપયોગ કરી લેવી જોઇએ.’

એક ખાનગી ન્યુઝ ચેનલના રિપોર્ટમાં એવું જણાવવામાં આવ્યું છે કે, ‘ઓક્સફોર્ડની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સીનની બનેલી વેક્સિનનું માત્ર 6 મહીના સુધીની એક્સપાયરીની માત્રા એ ખૂબ જ ઓછી કહેવાય. ભંડારમાં અત્યાર સુધી આ વેક્સિનનો એક જ ભાગ જ ખર્ચવામાં આવ્યો છે.

વેક્સિનને એક્સપાયરી ડેટ પહેલાં જ લગાવી લેવી એ એક પડકાર

ભારતમાં બનેલા વેક્સિનને એક્સપાયરી ડેટ પહેલાં જ લગાવી લેવી એ એક પડકાર છે. સીરમ ઇન્સ્ટીટ્યુટને ઓક્ટોબર-નવેમ્બર 2020માં જ સરકાર દ્વારા માન્ય કરી દેવાઇ હતી. અત્યાર સુધી સીરમ ઇન્સ્ટીટ્યુટ દ્વારા આપવામાં આવેલા 2 કરોડ ડૉઝમાંથી સરકાર માત્ર 20 લાખ ડૉઝ જ પ્રબંધ કરવામાં સફળ રહી છે. સીરમ ઇન્સ્ટીટ્યુટમાં 5થી 6 કરોડનો વધુ એક સ્ટોક છે. સીરમ ઇન્સ્ટીટ્યુટનું દર મહીનાનું ઉત્પાદન સરેરાશ 5થી6 કરોડ ડોઝ છે.

દેશમાં કોરોના વાયરસના અભિયાનનું પ્રથમ ચરણ 16 જાન્યુઆરીથી શરૂ થયું

તમને જણાવી દઇએ કે, ભારતમાં કોરોના વાયરસના અભિયાનનું પ્રથમ ચરણ 16 જાન્યુઆરીથી શરૂ થયું હતું. જ્યારે સ્વાસ્થ્યકર્મીઓ અને પ્રાથમિકતા સમૂહવાળા કર્મીઓ પ્રથમ ચરણ અંતર્ગત વેક્સિનનો ડોઝ લઇ ચૂક્યાં છે. અત્યાર સુધી કુલ 20 લાખથી પણ વધારે લોકોને કોરોના વેક્સિનનો ડોઝ આપી દેવામાં આવ્યો છે.

READ ALSO :

Related posts

ભાજપ સાથે છેડો ફાડનાર ધર્મેન્દ્ર મિલન સામે ફરિયાદ,પોલીસ અને ધર્મેન્દ્રના ટેકેદારો વચ્ચે થયું ઘર્ષણ: પોલીસે કર્યો બળપ્રયોગ

pratik shah

આઝમ ખાન સામે યોગી સરકારની કાર્યવાહી, લોકતંત્ર સેનાની તરીકે મળતું પેન્શન બંધ કરાયું

Pritesh Mehta

નડ્ડાના બંગાળ પ્રવાસ પર કોલાહલ, ભાજપે કહ્યું પોલીસે રદ્દ કરી બૈરકપુર પરિવર્તન યાત્રા, હવે ખખડાવશે કોર્ટના દરવાજા

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!