GSTV
Gujarat Government Advertisement

ચાંદી જ ચાંદી/ મોદી સરકારે આ કંપનીને આપ્યો 1.11 લાખ કરોડ રસીનો ઓર્ડર, એક શીશી 210 રૂપિયામાં પડશે

આગામી 16 જાન્યુઆરીથી દેશવ્યાપી કોરોના વેક્સિનેશન શરુ થવા જઇ રહ્યુ છે. રસીકરણના પ્રથમ તબક્કામાં 3 કરોડ સ્વાસ્થ્યકર્મીઓ અને ફ્રંટલાઇન વર્કર્સને કોરોના રસી આપવામાં આવશે. ત્યારબાદ બીજા તબક્કામાં 27 કરોડ એવા લોકોને રસી આપવાના પ્લાન છે જેમને કોરોના થવાનું જોખમ વધારે છે. આ 27 કરોડ લોકોમાં 50 વર્ષથી મોટી ઉંમર તથા ગંભીર બિમારી ધરાવતા લોકોનો સમાવેશ થાય છે. કેન્દ્ર સરકાર તેમજ તમામ રાજ્ય સરકારો દ્વારા રસીકરમ માટેની તૈયારીઓ કરી દેવામાં આવી છે.

Gujarat Government Advertisement

આ બધા વચ્ચે સમાચાર મળી રહ્યા છે કે કેન્દ્ર સરકારે સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયાને કોરોના વેક્સીન માટેનો એર્ડર આપ્યો છે. સીરમ ઇન્સ્ટિટ્યુટના અધિકારીઓ દ્વારા આ વાતની જાણકારી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકા દ્વારા વિકસિત કરવામાં આવેલી કોરોના વેક્સિનનું ઉત્પાદન ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યુટ દ્વારા કરવામાં આવ્યું છે. તેમની કોવીશીલ્ડ નામની આ વેક્સિનને ભારત સરકારે ઇમરજન્સી ઉપયોગ માટેની મંજૂરી પણ આપી છે.

Corona vaccine

મીડિયા રિપોર્ટ પ્રમાણે કેન્દ્ર સરકાર દ્વારા સીરમ ઇન્સ્ટિટ્યુટને કોવીશીલ્ડ વેક્સિનના 1 કરોડ 11 લાખ ડોઝનો ઓર્ડર આપ્યો છે. કિંમતની વાત કરીએ તો એક ડોઝ એટલે કે એક શીશી 210 રુપિયામાં પડશે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસોથી સરકાર અને સીરમ ઇન્સ્ટિટ્યુટ વચ્ચે વેક્સિનની કિંમતને લઇને વાતચીત થઇ રહી હતી. સરકાર દ્વારા સીરમ ઇન્સ્ટિટ્યુટનને કહેવાયું હતું કે વેક્સિનની કિંમતમાં ઘટાડો કરે જેથી દેશના દરેક લોકો સુધી તે પહોંચી શકે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

આ UPની વાત છે અહીં કંઈ પણ બની શકે છે ! લ્યો બોલો એક જ મોબાઈલ નંબર પર સાડા સાત હજાર લોકોના કોરોના ટેસ્ટ કર્યાં

Pravin Makwana

મોદી સરકારની અણઆવડતના કારણે ફરી એક વાર મજૂરો થયા પરેશાન, જોબ્સની જગ્યાએ ખાલી જુમલા આપે છે !

Pravin Makwana

દક્ષિણ કોરિયાએ પહેલી વાર બતાવ્યું KF-21 વિમાન, જાણો કેટલુ ખતરનાક છે આ જેટ, દુનિયાના આટલા દેશો પાસે જ છે !

Pravin Makwana
Video-MW-gstv.in-Direct-RS-SLDR-GL
Do NOT follow this link or you will be banned from the site!