GSTV

ખુશખબર/ મોદી સરકાર કોવિશિલ્ડ રસીના બે ડોઝ વચ્ચેનું અંતર ઘટાડશે, પ્રથમ ડોઝ લેનાર આ વ્યક્તિઓને થશે લાભ

કોરોના

Last Updated on August 5, 2021 by Karan

કેન્દ્ર સરકાર દ્વારા કોવિશિલ્ડ રસીના બે ડોઝ વચ્ચેનો તફાવત ફરી એકવાર ઘટાડી શકાય છે. જો કે, આ તફાવત માત્ર 45 વર્ષ કે તેથી વધુ વયના લોકો માટે ઘટાડવામાં આવશે. મિડિયા રિપોર્ટ મૂજબ, આ અંગેનો નિર્ણય આગામી બે સપ્તાહમાં લઇ શકાય છે. કોવિડ -19 વર્કિંગ ગ્રુપના ચેરમેન ડો.એનકે અરોડાએ એક મુલાકાતમાં આ વાત કહી છે. આ નિર્ણય વૈજ્ઞાનિક પુરાવાના આધારે લેવામાં આવશે. હાલમાં, તમામ પુખ્ત વયના લોકો કોવિશિલ્ડ રસીનો પ્રથમ ડોઝ પ્રાપ્ત કર્યા પછી 12 થી 16 અઠવાડિયાના અંતરે બીજી રસી લગાવી રહ્યા છે.

કોવિશિલ્ડ

દેશમાં રસીકરણની શરૂઆતમાં આ અંતર 4 થી 6 અઠવાડિયા સુધી રાખવામાં આવ્યું હતું. આ પછી 4 થી 8 અઠવાડિયા અને પછી 12 થી 16 અઠવાડિયા સુધી લંબાવવામાં આવ્યું. શરૂઆતમાં, બે ડોઝ વચ્ચેના તફાવત વિશે કોઈ વિવાદ નહોતો, પરંતુ જ્યારે આ તફાવત 12 થી 16 અઠવાડિયા સુધી લંબાવવામાં આવ્યો, ત્યારે તેને રસીઓના અભાવ સાથે પણ જોડવામાં આવ્યો હતો. જો કે, સરકારે કહ્યું કે આ નિર્ણય રસીઓના અભાવને કારણે નહીં પરંતુ રસીની અસરને કારણે લેવામાં આવ્યો છે. નિષ્ણાતોને ટાંકીને સરકારે કહ્યું કે બે ડોઝ વચ્ચેના અંતરને કારણે વધુ એન્ટિબોડીઝ પેદા થાય છે.

vaccine

નિષ્ણાતોએ કહ્યું કે પ્રથમ ડોઝથી એન્ટિબોડીઝ વધુ પેદા થાય છે. આવી સ્થિતિમાં બીજો ડોઝ મોડો આપવો જોઈએ જેથી પ્રથમ ડોઝ તેનું કામ કરી શકે. જો કે, કેન્દ્ર સરકાર દ્વારા અંતર વધાર્યાના થોડા દિવસો પછી જ એક નવી સ્ટડી બહાર આવી. જેમાં એવું કહેવામાં આવ્યું કે કોવિશિલ્ડનાં પ્રથમ ડોઝ કરતાં વધુ એન્ટિબોડીઝ પેદા થતી હોવાનું અનુમાન સંપૂર્ણપણે સાચું નથી. નોંધનીય છે કે અત્યારે દેશમાં કોવિશિલ્ડ, કોવૈક્સિન અને સ્પુતનિક રસી આપવામાં આવી રહી છે. દરમિયાન, દેશમાં કોરોનાની ત્રીજી લહેરનો ભય તીવ્ર બન્યો છે. છેલ્લા ઘણા દિવસોથી દેશમાં 40,000 થી વધુ નવા કોરોના કેસ મળી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

વર્ચસ્વની લડાઈ / આ બિઝનેસમાં મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી સામ-સામે, અદાણીએ 1.5 લાખ કરોડનું કરશે રોકાણ

Zainul Ansari

મોટા સમાચાર / સોનુ સુદ ગુજરાતમાં એક્ટિવ, આપ નેતાઓ સાથે અમદાવાદની ખાનગી હોટેલમાં બંધ બારણે કરી બેઠક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!