કોરોના સામે જંગમાં ભારત બાયોટેકની રસી Covaxinનું આજથી ત્રીજા તબક્કાનું ટ્રાયલ શરૂ થઇ ગયો છે. હરિયાણાના મંત્રી અનિલ વિજ પણ તે વોલન્ટિયર્સમાં સામેલ છે જેમના પર વેકસીનનું ટ્રાયલ થઇ રહ્યું છે. અનિલ વિજે જણાવ્યું છે કે ત્રીજા તતબક્કામાં લગભગ 26000 લોકો પર ટ્રાયલ કરવામાં આવશે. મેં તેના માટે મારુ નામ પણ આપ્યું છે.

મંત્રી અનિલ વિજને અપાયો Covaxinનો ડોઝ
Covaxinનું ત્રીજા તબક્કાનું ટ્રાયલ હરિયાણાના રોહતકમાં શુક્રવારે શરૂ થઇ ગયું છે. મંત્રી અનિલ વિજે રસીનો પહેલો ડોઝ લીધો છે. દેશમાં કુલ 25800 લોકો પર વક્સીનનું ટ્રાયલ થશે. પીજીઆઈ રોહતકના વાઇસ ચાન્સેલરે જણાવ્યું છે કે કોવેક્સિનના ત્રીજા તબક્કાનું ટ્રાયલ શુક્રવારે શરૂ થઇ ગયું છે. પહેલા 200 વોલન્ટિયર્સને ડોઝ આપવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું કે વેકસીનના બે ડોઝ આપવામાં આવશે. પહેલો ડોઝ આપવાના 28 દિવસ બાદ બીજો ડોઝ આપવામાં આવશે. આશા છે કે વેક્સીન 90%થી વધુ સફળ રહેશે. જણાવી દઈએ કે ભારત બાયોટેક ઇન્ડિયન કંપની છે જે કોવેક્સિનના નામથી કોરોના વેક્સીન પર કામ કરી રહી છે.

કોવેક્સિનનું ત્રીજા તબક્કાનું ટ્રાયલ
ભારત બાયોટેક વેક્સિનનું નિર્માણ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) સાથે મળીને બનાવી રહી છે. દેશમાં કુલ 25 હજાર 800 લૂ પર વેક્સિનનું ટ્રાયલ કરવામાં આવશે. પીજીઆઈ રોહતક એ ત્રણ સેન્ટર માંથી એક છે જ્યાં ત્રીજા તબક્કામાં 200 વોલન્ટિયર્સ પર વેક્સીન ટ્રાયલ કરવામાં આવશે. આ દરમ્યાન એન્ટિબોડીની સ્થિતિનું અધ્યન કરવામાં આવશે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- ચોંકાવનારું/ ઈંગ્લેન્ડના ડેપ્યુટી ચીફ મેડિકલ ઓફિસરની ચેતવણી, રસી મેળવનાર વ્યક્તિ પણ વાયરસનું સંક્રમણ ફેલાવી શકે!
- વાહનની કિંમત અને વીમા પ્રીમિયમ માટે આપવા પડી શકે છે બે ચેક
- ભાજપ ઇલેકશન મોડમાં: રામ જન્મભૂમિમાં દાન આપનારને મળશે તક, ટીકીટ વાંચ્છુઓના ધાડેધાડાં જોઇને અટપટાં નિયમો ઘડયાં
- LAC પર તણાવની સ્થિતિ સ્થિર, ભારત અને ચીન વચ્ચે 9માં રાઉન્ડની વાત 15 કલાક ચાલી
- REALME C20 સ્માર્ટફોન લોંચ, મળશે મીડિયાટેક હીલીયો G35પ્રોસેસર