GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

Corona વેક્સિનને લઈને આવ્યા સારા સમાચાર, હવે બાળક અને વૃદ્ધ પર કરવામાં આવશે ટ્રાયલ

Corona

દુનિયામાં કોરોના (Corona) વાયરસની મહામારી વચ્ચે બ્રિટનમાં વાયરસની રસીનું ટ્રાયલ બીજા તબક્કામાં પહોંચી ગયુ છે. હવે કોરોનાની રસીનું ટ્રાયલ બાળક અને વૃદ્ધ પર કરવામાં આવશે. ટ્રાયલ સફળ થશે તો 10 હજારથી વધુ લોકોને રસી આપવામાં આવી શકે છે. ભારતે પણ આ રસીનું ટ્રાયલ 80 ટકા સુધી સફળ થવાની આશા વ્યક્ત કરી છે.  ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં રસીનું ટ્રાયલ કરી રહેલી ટીમનું કહેવુ છે કે, કોરોનાની રસીના બીજા તબક્કાના ટ્રાયલની શરૂઆત કરવામાં આવી રહી છે. તો બીજી તરફ દુનિયાની સૌથી મોટા રસી નિર્માતા એસઆઈઆઈનું કહેવુ છેકે, કોરોનાની રસીની શોધ માટે બે વર્ષનો સમય લાગી શકે છે.

  • બ્રિટનમાં કોરોનાની રસી માટે બીજા તબક્કાનું ટ્રાયલ
  • વૃદ્ધ અને બાળકો પર કરવામાં આવશે ટ્રાયલ
  • રસીની ટ્રાયલ ૧૦ હજારથી વધુ લોકો પર કરાશે

અમેરિકામાં સતત વધી રહ્યા છે Coronaના કેસ

અમેરિકામાં કોરોના (Corona) ના કેસની સંખ્યા 16 લાખ 45 હજારને પાર થઈ છે. જ્યારે કે, 97 હજારથી વધુ લોકોના મોત થયા. તો 234 કલાકમાં 1 હજાર 260 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે. સતત વધી રહેલા મોતના આંકડાના કારણે અમેરિકાનો રાષ્ટ્રધ્વજ ત્રણ દિવસ સુધી ઝુકેલો રહેશે.

ત્રણ દિવસ સુધી રાષ્ટ્ર ધ્વજને ઝુકાવીને રાખવામાં આવશે

ટ્રમ્પે ટ્વિટ કરીને જણાવ્યુ કે, અમેરિકામાં કોરોનાના કારણે જીવ ગુમાવનાર લોકોની યાદમાં તમામ સંઘીય ઈમારત અને રાષ્ટ્રીય સમારક પર ત્રણ દિવસ સુધી રાષ્ટ્ર ધ્વજને ઝુકાવીને રાખવામાં આવશે. ટ્રમ્પે અમેરિકામાં મંદિર અને ચર્ચ ખોલવાની સૂચના આપી છે. તો ટ્રમ્પ કોરોનાના સતત વધી રહેલા કેસ વચ્ચે અન્ય છૂટછાટ આપવાની પણ તૈયારી કરી રહ્યા છે.

  • અમેરિકામાં કોરોનાના કેસ ૧૬.૪૫ લાખને પાર
  • કોરોનાથી ૯૭ હજારથી વધુના મોત

વિશ્વમાં કોરોનાના કેસની સંખ્યા 53 લાખને પાર

દુનિયામાં કોરોના (Corona)ના કેસની સંખ્યા 53 લાખને પાર થઈ છે. જ્યારે કે, 3.39 લાખ લોકોના મોત થયાં. દુનિયામાં સૌથી વધુ 16 લાખથી વધુ કેસ અમેરિકામાં નોંધાયા. અમેરિકા બાદ બ્રાઝિલમાં 3.32 લાખ કેસ તો 21 હજારથી વધુ લોકોના મોત થયા છે. રશિયામાં 3.26 લાખ કેસ અને 3 હજારથી વધુ કેસ નોંધાયા છે. સ્પેનમાં 2.81 લાખ કેસ અને 28 હજાર લોકોના મોત થયા છે. યુકેમાં 2.54 લાખ કેસ અને 36 હજારથી વધુ લોકોના મોત થયા. ઈટાલીમાં 2.28 લાખ કેસ અને 32 હજારથી વધુ લોકોના મોત થયા છે.

  • દુનિયામાં કોરોનાના કેસની સંખ્યા ૫૩ લાખને પાર
  • કોરોનાથી ૩.૩૯ લાખ લોકોના મોત
  • અમેરિકા બાદ સૌથી વધુ બ્રાઝિલમાં ૩.૩૨ લાખ કેસ
  • સ્પેનમાં ૨.૮૧ લાખ કેસ અને ૨૮ હજાર લોકોના મોત
  • રશિયામાં ૩.૨૬ લાખ કેસ

Read Also

Related posts

અમદાવાદના આ બે વિસ્તારોમાં ત્રણ વર્ષ માટે લગાવવામાં આવ્યો અશાંત ધારો, ખરીદ-વેચાણની નહીં મળે છૂટ

Nilesh Jethva

ભારતે પણ કરી ચીન સામે યુદ્ધની તૈયારી : છેક LAC પાસે ઉતારશે ફાયટર જેટ, બોફોર્સ આર્ટિલરી થશે તૈનાત

Mansi Patel

હાથણીનું મોત : અમે બધાને આશ્વત કરી છીએ કે લોકોની ચિંતા વ્યર્થ નહીં જાય, સીએમની થઈ એન્ટ્રી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!