દેશમાં કોરોના વેક્સિનેશન કેમ્પેનનો પ્રારંભ શનિવારથી થયો. સ્વાસ્થ્ય મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સ કરતા જણાવ્યું કે, પ્રથમ દિવસે કેટલા લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ લગાવવામાં આવ્યો. વેક્સિનેશનના પ્રથમ દિવસે 1.91 લાખ લોકોને કોરોનાની વેક્સિનનો ડોઝ લગાવવામાં આવ્યો. એટલે કે, પ્રથમ દિવસે સરકાર ટાર્ગેટ પૂર્ણ કરી શકી નહીં. સરકાર દ્વારા વેક્સિનેશનના પ્રથમ દિવસ માટે 3 લાખ લોકોને ડોઝ આપવાનો ટાર્ગેટ રાખવામા આવ્યો હતો.
16,755 કર્મીઓએ વેક્સિનેશન સેન્ટર પર કરી ડ્યૂટી
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, વેક્સિનેશન માટે 3351 સેન્ટર બનાવવામાં આવ્યા હતા. આ વેક્સિનેશન સેન્ટર પર 16,755 લોકોને ફરજ પર તૈનાત કરવામા આવ્યા હતા. કોઈપણ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી હોય તેવી ઘટના બની નથી. આ સાથે વેક્સિનેશન બાદ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સ્વાસ્થ્ય મંત્રી સાથે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને રિવ્યૂ મિટિંગ કરી હતી. આગામી સમયમાં દરેક વેક્સિન સેન્ટર પર વેક્સિનનો ડોઝ આપનારા કર્મીઓની સંખ્યા વધારવામા આવશે.

બિહારમાં 16,401 અને ગુજરાતમાં 8557 લોકોને વેક્સિન અપાઈ
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, બિહારમાં 16,401 લોકોને જ્યારે દિલ્હીમાં 3403, ગુજરાતમાં 8557 લોકોને વેક્સિનનો ડોઝ આપવામા આવ્યો. ઉત્તર પ્રદેશની વાત કરીએ તો અહીં 15,975 લોકોને કોરોના વેક્સિનનો ડોઝ આપવામા આવ્યો. આસામમાં પ્રથમ દિવસે 65 વેક્સિનેશન સેન્ટર તૈયાર કરવામા આવ્યા, જ્યારે બિહારમાં 301, દિલ્હીમાં 81, હરિયાણામાં 77, કર્ણાટકમાં 242, મહારાષ્ટ્રમાં 285, ઓરિસ્સામાં 181, રાજસ્થાનમાં 167, તામિલનાડુમાં 160, તેલંગાણામાં 140 અને ઉત્તર પ્રદેશમાં 370 વેક્સિનેશન સેન્ટર તૈયાર કરાયા હતા.
કો-વિન એપ અંગે સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, વેબસાઈટ પર લાભાર્થીઓની યાદી અપલોડ કરવામા વાર થઈ. અમુક સેન્ટર પર વેક્સિનેશન સ્પીડને વધારવામા આવી. જે લોકોનું નામ લિસ્ટમાં નહોતું તેમને પણ વેક્સિન લગાવવામાં આવી. જે પછી તેમનો ડેટા સાઈટ પર અપલોડ કરવામા આવ્યો.
READ ALSO
- LIVE: જીત બાદ રૂપાણી ખીલ્યા/ કોંગ્રેસ વિપક્ષને પણ લાયક નહીં એવા છે પરિણામો, રૂપાણીએ કહ્યું ગુજરાતની પ્રજાએ ઉત્સાહથી સફાયો કર્યો
- નગર પાલિકા રિઝલ્ટ/ ભાજપનો જયજયકાર: આ 4 નગરપાલિકાઓમાં જીતી તમામ બેઠકો, ચૂંટણી પરિણામમાં જાણો અત્યાર સુધીની સ્થિતિ
- મોટા સમાચાર/ કોંગ્રેસના અમિત ચાવડા અને પરેશ ધાનાણીએ આપી દીધું રાજીનામું, ગુજરાતમાં ચૂંટણીમાં હારની જવાબદારી સ્વીકારી
- ભાજપની બલ્લે બલ્લે/ કોંગ્રેસના ગઢમાં મસમોટુ ગાબડું, આ 3 ધારાસભ્યોના પુત્રોની ભૂંડી હાર
- તાલુકા પંચાયત રિઝલ્ટ/ 2,500 સીટો પર ભાજપનો દબદબોઃ કોંગ્રેસ 900ની પાર તો આપને મળી 24 બેઠકો, 3 વાગ્યા સુધીની અપટેડ