GSTV
Gujarat Government Advertisement

રસીકરણ મહાઅભિયાનનો બીજો તબક્કો: કોને લાગશે રસી, કેટલા આપવા પડશે રૂપિયા, આ રહી સમગ્ર વિગતો, જે તમારા કામમાં લાગશે

Last Updated on February 28, 2021 by Pravin Makwana

ભારતમાં કોરોના વેક્સિનેશનના આગામી તબક્કાની શરૂઆત સોમવારથી એટલે કે 1 માર્ચથી થવા જઈ રહી છે. રસીકરણ માટેની નોંધણી પણ આજ દિવસથી શરૂ થશે. સામાન્ય લોકોને કેન્દ્રમાં રાખીને આ યોજનાને આખરી ઓપ અપાઈ ચૂક્યો છે. કોવિડ -19 સાથે બનાવેલ એમ્પાવર્ડ ગ્રુપ ઓન ટેકનોલોજી અને ડેટા મેનેજમેન્ટના અધ્યક્ષ રામ સેવક શર્માના જણાવ્યા અનુસાર, રસીકરણનો આ તબક્કો રેલ્વેની તર્જ પર કામ કરશે. રામ સેવક જ કોવિડ -19 વેક્સિન ઈન્ટેલિજેંસ નેટવર્ક અર્થાત્ COWIN પ્લેટફોર્મના વડા છે.

રેલવે સમયપત્રક મુજબ તૈયાર કરાયું છે સોફ્ટવેર

રિપોર્ટ મુજબ રેલ્વે જે રીતે સમયપત્રક બનાવે છે, તે જ રીતે આમાં પણ નક્ક કી કરવામાં આવશે કે ક્યારે કેટલા લોકોને રસી આપવામાં આવશે. જે રીતે રેલ્વેમાં રિઝર્વેશન અને રિઝર્વેશન વિના મુસાફરી કરી શકાય છે. તે જ પ્રકારે હોસ્પિટલોમાં પણ શિડ્યૂલ – સમયપત્રક મુજબ વોક-ઇન સુવિધા હેઠળ પણ વેક્સિન મુકી શકાય છે.
ચાલો જાણીએ રસીકરણથી સંબંધિત 5 મોટા પ્રશ્નો વિશે

કોને વેક્સિન લાગશે, કેટલા રૂપિયા આપવા પડશે

રસીકરણના આ તબક્કામાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી આપવામાં આવશે. આ ઉપરાંત, 60 થી નીચેના અને 45 વર્ષથી ઉપરની એવા લોકોને પણ રસીઓ લાગુ કરવામાં આવશે, જેઓ ગંભીર રોગોથી પીડિત છે અને ઉચ્ચ જોખમ ધરાવતા ઝોનમાં છે. આ તબક્કામાં આશરે 27 કરોડ લોકોનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે. અહેવાલો અનુસાર, લગભગ 12 હજાર સરકારી હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોમાં નિઃશુલ્ક રસી લગાવવામાં આવશે. તે જ સમયે, ખાનગી હોસ્પિટલોમાં, 250 રૂપિયા ચૂકવવા પડશે. 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોએ નોંધણી અને રસીકરણ સમયે પોતાનું આઈડી કાર્ડ સાથે રાખવું પડશે. ગંભીર બીમારીથી પીડાતા 45થી 60 વર્ષના લોકોને પણ ડોક્ટરે આપેલું સર્ટીફિકેટ જરૂરી છે કે તે કઈ બીમારીથી પીડિત છે.

શું તમે તમારી અનુકૂળતા પર રસી અને સમય પસંદ કરી શકો છો?

ના. હાલમાં, ભારત બાયોટેકની કોવાક્સિન અને ભારત સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોવશીલ્ડ રસીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વેક્સિન સેન્ટર પર જે રસી ઉપલબ્ધ હશે તે જ આપવામાં આવશે. જ્યાં સુધી દિવસ અને રસીકરણ કેન્દ્રની પસંદગીની વાત છે, તેનો વિકલ્પ તમારા પર નિર્ભર રહેશે. જો તમે કોવિન પ્લેટફોર્મ પર રજીસ્ટ્રેશન સમયે તમે એ પસંદ કરી શકો છો કે તમને ક્યા દિવસે અને ક્યા સેન્ટર પર વેક્સિન લગાવવી છે.

કેટલા કેન્દ્રો રસી અપાશે અને કેવી રીતે એપોઇન્ટમેન્ટ મેળવી શકું?

કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા નક્કી કરેલી કેટેગરીના લોકો પોતાના ઘરની પાસેના વેક્સિનેશન સેન્ટરની એપોઈન્ટમેન્ટ લઈ શકે છે. જો કે હાલમાં 12 હજાર સરકારી હોસ્પિટલોમાં અને સ્વાસ્થ્ય કેન્દ્રોમાં વેક્સિનેશન થઈ રહ્યું છે. આ ઉપરાંત આયુષ્માન ભારત એમ્પેનલ હોસ્પિટલો અથવા સીજીએચએસ હોસ્પિટલોનો પણ સમાવેશ કરવામાં આવશે. તેમની સંખ્યા પણ 12,000 ની આસપાસ છે. એટલે કે, કુલ 24 હજાર કેન્દ્રો પર રસીકરણ કરવામાં આવશે.

એક નંબરથી કેટલા રજીસ્ટ્રેશન થઈ શકે, શું કોઈ એપ ડાઉનલોડ કરવી પડે?

વેક્સિનેશન માટે જો તમારે પોતાની પાસે સ્માર્ટ ફોન નહીં હોય તો પણ કોઈ મુશ્કેલી નથી. તમે બીજાના સ્માર્ટફોન પરથી પણ નોંધણી કરાવી શકો છો. મોબાઇલ ફોન પરથી ચાર એપોઇન્ટમેન્ટ લઈ શકાય છે. નોંધણી માટે તમારે અલગથી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની જરૂર રહેશે નહીં. તમે માત્ર આરોગ્ય સેતુ એપ્લિકેશન પર જ નોંધણી કરાવી શકો છો. આ માટે ટૂંક સમયમાં એક નવી સુવિધા ઉમેરવામાં આવશે. આ સિવાય કોવિન (CoWIN) (cowin.gov.in) ના વેબ પોર્ટલ પર પણ નોંધણી કરાવી શકો છો.

મેન્યુઅલી કેવી રીતે થઈ શકે રજીસ્ટ્રેશન, રજીસ્ટ્રેશન વિના પણ રસી મળી શકે?

ભારતના 6 લાખ ગામોમાં સ્થિત લગભગ 2.5 લાખ કોમન સર્વિસ સેન્ટર(સેવા કેન્દ્રો) પર નોંધણી પણ કરવામાં આવશે. આઇવીઆરએસ અને કોલ સેન્ટરો દ્વારા નોંધણી કરવાની સુવિધા પણ હશે. ઘણા બધા લોકોના મનમાં એક સવાલ છે કે શું રજિસ્ટ્રેશન કર્યા વિના પણ રસી આપવામાં આવશે. જવાબ છે- હા, જેમ કોઈ ટ્રેનમાં રિઝર્વેશન વિના મુસાફરી કરી શકે છે. તેવી જ રીતે રજીસ્ટ્રેશન વિના રસીકરણ કેન્દ્રમાં જઈને રસીકરણ પણ કરાવી શકાય છે. પરંતુ આ ત્યારે જ થશે જ્યારે જગ્યા ખાલી રહેશે. રાજ્ય સરકાર નક્કી કરશે કે ક્યા કેન્દ્રની ક્ષમતા મુજબ ઓનલાઈન અને ઓફ લાઈન રસીકરણનું પ્રમાણ શું હશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

BREAKING: કેન્દ્રીય મંત્રી રમેશ પોખરિયાલ કોરોના પોઝિટીવ, હોમ આઈસોલેશનમાં ગયા

Pravin Makwana

આ રાજ્યમાં ખરીદાશે ઓક્સિજન સિલિન્ડર, 1 કરોડ રૂપિયાના ખર્ચને મુખ્યમંત્રીએ કરી દીધું મંજૂર

Harshad Patel

પ્રિયંકા ગાંધીના આરોપો પર બીજેપી નેતા સંબિત પાત્રાએ આપ્યો આ સ્ફોટક જવાબ, આપત્તિના સમયમાં ગરમાયું રાજકારણ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!