GSTV

વેક્સિનેશનની તૈયારીઓ પૂર્ણ જુદા જુદા જિલ્લા-તાલુકાઓમાં પહોંચાડાયો વેક્સિનનો જથ્થો

પાટણ જિલ્લાના રાધનપુર ધારપુર અને પાટણ જનરલ હોસ્પિટલમા વેકસિનનું આગમન થયું. જીએસટીવીએ કોવિડ વેકસીનની તૈયારીઓ તેમજ વેકસીન લેવા માટે તૈયાર થયેલ કોરોના વોરિયર સાથે વાતચીત કરી હતી.

વેક્સિનેશન

ગીર સોમનાથ જીલ્લાના ઈણાજ વેક્સિન સ્ટોરમાંથી રસીકરણ કેન્દ્ર ખાતે વેક્સિન લઈ જતા વાહનને કલેકટરે લીલીઝંડી આપી હતી. સિવિલ હોસ્પિટલમાં કોવિડ શિલ્ડ વેક્સિનના ૨૦૦ અને ડોળાસા સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર ૧૫૦ ડોઝ રવાના કરાયા હતા. ગીર સોમનાથ જિલ્લામાં કોવિડ શિલ્ડનો ૭ હજાર ૪૮૦ ડોઝનો જથ્થો આવી પહોચ્યો છે. આ વેક્સિન જિલ્લા પંચાયત ઈણાજ ખાતે સ્ટોરમાં રાખવામાં આવી છે. આવતીકાલે મહાનુભાવોની ઉપસ્થિતિમાં આરોગ્ય કર્મચારીઓને કોવિડ શિલ્ડ વેકસીનનું રસીકરણ કરવામાં આવશે.

કેશાદમાં કોવિડ-19  વેક્સિનનું આગમન થયું. જીલ્લા પંચાયતના આરોગ્ય વિભાગે 120 ડોઝ રસી મોકલાવી હતી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ફાર્માસિસ્ટ દ્વારા વેક્સિન સ્ટોરેજ કરાયું હતુ. શનિવારે આરોગ્ય વિભાગના કર્મચારીઓને વેક્સિન અપાશે.પ્રથમ વખત વેક્સિન આવતાં તિલક કુમકુમ કરીને વેક્સિનના વધામણાં કરાયાં હતા.

મોરબી ખાતે રસીકરણના કાર્યક્રમ માટે તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. મોરબી જીલ્લામાં ૨ સેન્ટરો પર રસીકરણ કરાશે. બંને જગ્યા પર ઓબઝર્વેસન રૂમ પણ બનાવવામાં આવ્યા છે. જો કોઈ આડ-અસર દેખાઈ તો તેમની સારવાર પણ કરવા માટે સક્ષમ વ્યવસ્થા કરવામાં આવી  છે. આવતીકાલે ૧૦૦ જેટલા લોકોને વેક્સીન આપવામાં આવશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ,ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચોરાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

ભાજપ સાથે છેડો ફાડનાર ધર્મેન્દ્ર મિલન સામે ફરિયાદ,પોલીસ અને ધર્મેન્દ્રના ટેકેદારો વચ્ચે થયું ઘર્ષણ: પોલીસે કર્યો બળપ્રયોગ

pratik shah

આઝમ ખાન સામે યોગી સરકારની કાર્યવાહી, લોકતંત્ર સેનાની તરીકે મળતું પેન્શન બંધ કરાયું

Pritesh Mehta

ફ્લિપકાર્ટ તેના ગ્રુપમાં 25,000 ઇલેક્ટ્રિક વાહનોનો સમાવેશ કરશે, આ ત્રણ કંપનીઓ સાથે કરશે ભાગીદારી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!