GSTV

BIG NEWS: કોરોના વેક્સિનેશન નું કાઉન્ટડાઉન શરૂ, આવતીકાલે સવારે આવશે વેક્સીનનો જથ્થો

ગુજરાતમાં 16 જાન્યુઆરીથી મોટા પાયે શરૂ થનારા વેક્સિનેશન કાર્યક્રમનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. અમદાવાદ એરપોર્ટ પર પૂણેથી વેક્સિનનો પહેલો જથ્થો આવે તેવી શક્યતા છે.

વેક્સિનેશન

મંગળવારે આવશે રસીનો જથ્થો

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ટ્વીટ કરીને જાણકારી આપી છે કે કોરોના વેકસીનનો જથ્થો આવતી કાલે મંગળવારે એટલે કે તારીખ 12 ડિસેમ્બરના રોજ સવારે 10.45 કલાકે અમદાવાદ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આવી પહોંચશે.

5 લાખથી વધુ વેક્સીન આવશે ગુજરાત

પહેલા તબક્કામાં 5.31 લાખ વેક્સિનનો જથ્થો આવી શકે છે. અમદાવાદ એરપોર્ટથી ગ્રીન કોરિડોર કરીને ગાંધીનગર સ્થિત સ્ટોરેજમાં વેક્સિન લઇ જવામાં આવશે. એરપોર્ટથી ગાંધીનગરના સમગ્ર રૂટ પર ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં ડીએસપી, એસીપી, પીઆઇ, પીએસઆઇ સહિતના પોલીસ કર્મચારીઓ સમગ્ર રૂટ પર તૈનાત રહેશે.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે થશે વેક્સિનેશન

તો ગાંધીનગરમાં સ્ટોરેજ રૂમ પર પણ રાઉન્ડ ધ ક્લોક પોલીસ બંદોબસ્ત રહેશે. ગાંધીનગરમાં તૈયાર કરવામાં આવેલા સ્ટોરેજ સેન્ટર ખાતેથી રાજ્યમાં નક્કી કરવામાં આવેલા રસીકરણ કેન્દ્રો પર વેક્સિન પહોંચાડવામાં આવશે. ગુજરાતમાં સૌપ્રથમ હેલ્થ વર્કર્સને વેક્સિનનો ડોઝ અપાશે. જે અંતર્ગત 4 લાખથી વધુ હેલ્થ વર્કર્સ, 6 લાખથી વધુ ફ્રન્ટલાઇન વર્કર્સ સહિત કુલ 11 લાખથી વધુ કર્મચારીઓને સૌપહેલા વેક્સિન અપાશે. જેમાં પોલીસ, સફાઇ કર્મચારીઓ તેમજ કોવિડની ડ્યૂટીમાં સીધી ફરજ બજાવતા કર્મચારીઓનો સમાવેશ થાય છે.

પીએમ મોદીએ રાજ્યોના સીએમ સાથે કરી ચર્ચા

પીએમ મોદીએ 16 જાન્યુઆરીથી શરૂ થઇ રહેલા કોરોના રસીકરણ અભિયાન પૂર્વે વિવિધ રાજ્યોના મુખ્યમંત્રી સાથે વીડિયો કોન્ફરન્સ યોજી હતી. જેમાં મુખ્યમંત્રી રૂપાણીએ ગુજરાતમાં રસીકરણ અંગે રાજ્ય સરકારની સજ્જતા અને પૂર્વ તૈયારીઓની માહિતી અને વિગતો અંગે જાણકારી આપી હતી.

પીએમએ કર્યા ગુજરાતના વખાણ

આ અંગે મીડિયા સાથેની વાતચીતમાં ડે.સીએમે જણાવ્યુ કે ગુજરાતની કામગીરીના પીએમે વખાણ કર્યા છે. આ સાથે નીતિન પટેલે કોરોનાના રિકવરી રેટમાં વધારો થયો છે. કેસોની સંખ્યામાં સતત ઘટાડો થઇ રહ્યો હોવાની વાત કરી છે. આ સાથે ડે.સીએમે પ્રથમ તબક્કામાં તમામ લોકોને નિશુલ્ક વેકસિન આપવાની વાત કરી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે જામનગર કોંગ્રેસમાં ભંગાણ પડ્યુ, કોર્પોરેટર નીતા પરમાર ભાજપમાં જોડાયા

Pravin Makwana

સુરેન્દ્રનગર/ રાજપરા ગામે વહેલી સવારે ખુલ્લા કુવામાં દિપડો ખાબક્યો, સાત કલાકની મહેનત બાદ હેમખેમ કાઢ્યો

Pravin Makwana

શિક્ષક ભરતીમાં 2018ના ઉમેદવારોને ભરતીથી વંચિત રખાતા ગાંધીનગર કલેક્ટરને લખ્યો પત્ર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!