GSTV
Gujarat Government Advertisement

ખોટી વાહવાહી ના કરો/ રસીના બંને ડોઝ આપવામાં મહારાષ્ટ્ર સૌથી અગ્રેસર, ગુજરાતનો છે આ નંબર

રસીકરણ

Last Updated on May 7, 2021 by Damini Patel

કોરોના પ્રતિબંધાત્મક રસીકરણમાં માત્ર રસીના સૌથી વધુ ડોઝ દેવામાં મહારાષ્ટ્ર આગળ છે. એટલું જ નહીં. ૨૮ લાખ ૬૬ હજાર ૬૩૧ નાગરિકોએ બન્ને ડોઝ લઈને તેઓને સુરક્ષિત કરવામાં મહારાષ્ટ્ર પ્રથમ ક્રમાંક પર છે. આજ સુધી રસીકરણની ઝુંબેશમાં એક કરોડ ૬૭ લાખ ૮૧ હજાર ૭૧૮ ડોઝ આપવામાં આવ્યો છે.

દરમિયાન ગઈકાલે ૫ મેના રોજ મહારાષ્ટ્રમાં ૧૫૮૬ રસીકરણ કેન્દ્ર દ્વારા કુલ બે લાખ ૫૯ હજાર ૬૮૫ નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. તેમાં ૧૮થી ૪૪ વર્ષના ૧ લાખ ૫૩ હજાર ૯૬૭ નાગરિકોનો સમાવેશ થાય છે.

39 લાખથી વધુનું થયું રસીકરણ

રસીકરણ

રાજ્યમાં અત્યાર સુધી એક કરોડ ૩૯ લાખ ૧૫ હજાર ૮૮ નાગરિકોએ પહેલો ડોઝ લીધો છે, જ્યારે ૨૮ લાખ ૬૬ હ જાર ૬૩૧ નાગરિકોએ બન્ને ડોઝ લીધા છે. આ નાગરિકોનું રસીકરણ પૂર્ણ થયું છે. સૌથી વધુ નાગરિકોએ બન્ને ડોઝ દેવામાં રાજ્યોમાં મહારાષ્ટ્ર પ્રથમ રાજ્ય હોવાનું આરોગ્ય વિભાગના અપર મુખ્ય સચિવ ડો. પ્રદીપ વ્યાસે જણાવ્યું હતું.

મહારાષ્ટ્ર રસીકરણની રસીકરણની શરૃઆતથી આગળ છે. તેની સાથોસાથ રસી વેડફાટ થવામાં મહારાષ્ટ્રમાં પ્રમાણ માત્ર એક ટકા છે. રસીનો યોગ્ય ઉપયોગ કરનારા આરોગ્ય વિભાગના કર્મચારીઓને મુખ્ય પ્રધાન અને આરોગ્ય પ્રધાને અભિનંદન આપ્યા હતા.

ઓનલાઇન

મહારાષ્ટ્ર પછી રાજસ્થાનમાં એક કરોડ ૩૫ લાખ ૯૭ હજાર, ગુજરાતમાં ૧ કરોડ ૩૨ લાખ ૩૧ હજાર, પશ્ચિમ બંગાળમાં એક કરોડ ૧૪ લાખ ૭૫ હજાર અને કર્ણાટકમાં એક કરોડ એક લાખ ૧૧ હજાર નાગરિકોનું રસીકરણ થયું છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ-ડિઝલ ખરીદવા પર આપી રહ્યું છે ‘કેશબેક’, પેટ્રોલ પમ્પ પર આ રીતે મળશે ફાયદો

Damini Patel

Tokyo Olympic: ‘તૂ ઠાન લે, અબ જીત કો અંજામ દે’ ભારતનું ઓલમ્પિક થીમ સોંગ લોન્ચ થયું

Pravin Makwana

વેક્સીન ન લેનાર ધારાસભ્યોને આ રાજ્યની વિધાનસભામાં નહીં મળે એન્ટ્રી, સ્પીકરનું ફરમાન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!