GSTV

રસીકરણ: દેશમાં 6 લાખ લોકોએ લીધી કોરોના વેક્સીન, 1000 લોકોમાં જોવા મળ્યા સાઈડ ઇફેક્ટ

વેક્સિન

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા મંગળવારે જાણકારી આપવામાં આવી છે કે ભારતમાં અત્યારસુધીમાં જેટલા લોકોને કોરોના વેક્સીન લગાવવામાં આવી છે તેમાંથી 0.18% લોકો એટલે કે અંદાજે 1000 જેટલા લોકોમાં વેક્સિનની આડ અસરો જોવા મળી છે. જયારે, 0.002% એવા લોકો છે જેમને વેક્સિન લીધા બાદ હોસ્પિટલમાં દાખલ કરવા પડયા હતા. જણાવી દઈએ કે ભારતમાં 16 જાન્યુઆરીના રોજ વેક્સિનેશન મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું હતું અને હાલ તે ઝડપથી આગળ વધી રહ્યું છે.

બંને વેક્સીન સુરક્ષિત: વીકે પૉલ

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે તમામ સ્વાસ્થ્યકર્મિઓએ આગળ આવીને કોરોનાની રસી લેવી જોઈએ. વેક્સિનને લઈને જે પણ ગેરમાન્યતાઓ અને અફવાઓ ફેલાવવામાં આવી રહી છે તેના પર ધ્યાન ન આપવું જોઈએ. નીતિ આયોગના સભ્ય વીકે પૉલએ વિશ્વાસ અપાવ્યો છે કે દેશમાં જે 2 વેક્સિનને મંજૂરી આપવામાં આવી છે તે સંપૂર્ણપણે  સુરક્ષિત છે.

2 લોકોના મોત સંદર્ભે સરકારની સ્પષ્ટતા

જણાવી દઈએ કે ગત દિવસોમાં કોરોના રસી લીધા બાદ 2 વ્યક્તિઓના મોતની ખબર સામે આવી હતી, જોકે, બાદમાં સરકારે પોતાના એક સત્તાવાર નિવેદનમાં સ્પષ્ટતા કરી હતી કે આ બંને વ્યક્તિઓના મૃત્યુને કોરોના વેક્સિન સાથે કોઈ લેવાદેવા નથી. આ વાત તેમના પોસ્ટમોર્ટમમાં સ્પષ્ટ થઇ છે.

વેક્સિનેશનમાં અમેરિકાથી આગળ ભારત

ભારતભરમાં છેલ્લા 4 દિવસમાં લગભગ 6 લાખ થી વધુ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચુકી છે. એક દિવસમાં વેક્સિન આપનાર લોકોની સંખ્યામાં ભારત હવે અમેરિકા કરતા પણ આગળ નીકળી ગયું છે. ટૂંક સમયમાં દેશમાં વધુ ઝડપે રસીકરણ ચલાવવામાં આવશે.

અનેક રાજ્યોમાં 71% લક્ષ્યાંક પૂર્ણ

કેન્દ્ર સરકાર તરફથી જણાવવામાં આવ્યું છે કે કયા તબક્કામાં કઈ રસી આપવામાં આવશે તે સંપૂર્ણપણે રાજ્યસરકારો પર નિર્ભર છે. હજુ સુધી ઉત્તર પ્રદેશ રાજસ્થાન જેવા રાજ્યોમાં આ લક્ષ્યાંક ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહ્યું છે. લક્ષદ્વીપ, સિક્કિમ, ઓડિશા, તેલંગાણા, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન જેવા રાજ્યો એવા છે જ્યાં હત્યારસુધીમાં 71%થી વધુ લક્ષ્ય પૂર્ણ કરી દેવામાં આવ્યો છે.

હોસ્પિટલ

ઘટતો કોરોનાનો પ્રભાવ

ભારતમાં અત્યારસુધીમાં કોરોનાની 2 રસીને મંજૂરી મળી છે. કોવિશિલ્ડ અને કોવેક્સિન. આ ઉપરાંત અન્ય 4 વેક્સિન પર કામ ચાલી રહ્યું છે અને ગત દિવસોમાં એક નેસલ વેક્સીનના ટ્રાયલને પણ મંજૂરી મળી છે. જો ભારતમાં કોરોના વાયરસના સંક્રમણની અસર જોઈએ તો હવે સંક્રમણનું પ્રમાણ ઘટ્યું છે. લગભગ 140 દિવસ બાદ એક દિવસમાં કોરોનાને કારણે થયેલ મોતનો આંકડો 140થી નીચે ગયો છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

જીતનો નશો/ પક્ષોના કાર્યકરો ભૂલ્યા ગાઈડલાઈન : ઢોલના તાલે નાચ્યા અને નોટો ઉછાળીને કરી ઉજવણી, 500-500ની નોટો ઉડી!

pratik shah

ભાજપના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના ગઢમાં કોંગ્રેસે પાડ્યું ગાબડું, મોદી વેવમાં પણ બે તાલુકા પંચાયત નહીં બચાવી શકે

Karan

LIVE: ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલના વતન વિરમગામમાં કોંગ્રેસનો સફાયો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!