વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોના વેક્સિનેશન અભિયાનનો 16 જાન્યુઆરી સવારે 10.30 કલાકે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રારંભ કરાવશે. આ અંગે વડાપ્રધાન કાર્યાલય દ્વારા માહિતી આપવામા આવી છે. જેમા કહેવામા આવ્યું છે કે,‘કુલ 3006 સેશન સાઈટ્સ તમામ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો લોન્ચ સમયે કનેક્ટેડ હશે. 16 જાન્યુઆરી દરેક સેશન સાઈટ પર 100 જેટલા લાભાર્થીઓને વેક્સિન આપવામા આવશે.’
કો-વિન એપ લોન્ચ કરી શકે છે વડાપ્રધાન
આ અગાઉ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ પણ પીએમ મોદીના વેક્સિનેશનના લોન્ચિંગ કાર્યક્રમમાં સામેલ થવાની વાતની પૃષ્ટિ કરી હતી. વડાપ્રધાન મોદી વેક્સિનેશનમાં સામેલ થનારા અને વેક્સિનના પ્રારંભિક ડોઝનો લાભ લેનારા હેલ્થ વર્કર્સ સાથે પણ વાત કરે તેવી શક્યતા છે. આ સાથે જ પીએમ મોદી કો-વિન એપ પણ લોન્ચ કરે તેવી શક્યતાઓ રહેલી છે. નીતી આયોગના વીકે પાઉલે જણાવ્યું કે, પ્રથમ દિવસે જ 3 લાખ જેટલા લોકોને વેક્સિનના પ્રથમ ડોઝ આપવામા આવશે.
સૌપ્રથમ આ 30 કરોડ લોકોને અપાશે વેક્સિન
પાઉલે જણાવ્યું કે, વેક્સિનેશન કાર્યક્રમ આગળ વધશે તેમ વેક્સિનેશનના સેન્ટર્સને વધારવામા આવશે. ભારતમાં વેક્સિનેશનનો પ્રારંભ 16મી જાન્યુઆરીથી થઈ રહ્યો છે. પીએમ મોદીએ વેક્સિનેશનના આ કાર્યક્રમને ઐતિહાસિક પગલું ગણાવ્યું હતું, જેથી કોરોના સામેની લડાઈનો અંત આવે. તેમણે જણાવ્યું કે, વેક્સિનેશન માટે હેલ્થ વર્કર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સને પ્રાથમિકતા આપવામા આવશે. જેમની સંખ્યા 3 કરોડ જેટલી છે. જે પછી 50 વર્ષથી વધુ વયના લોકો તથા 50 વર્ષથી ઓછી વયના પરંતુ ગંભીર બીમારીઓ ધરાવતા 27 કરોડ લોકોને વેક્સિનેશન માટે પ્રાથમિકતા આપવામા આવશે.
READ ALSO
- ઝટકો: રૂપાણી સરકારને હાઇકોર્ટની નોટિસ, GujCTOC કાયદાને ગેરબંધારણીય જાહેર કરવા દાખલ થઈ અરજી
- શું સબ સલામત! ગુજરાતમાં ફિલ્મી ઢબે થઈ કરોડોના સોનાની લૂંટ, કારમાં સવાર શખ્સોએ બસ આંતરીને આંગડીયાના કર્મચારીઓને લૂંટ્યા
- સારા સમાચાર/ સરકાર કેન્દ્રીય કર્મચારીઓ અને પેંશનર્સને આપશે મોટી ભેટ, વધી શકે છે પગાર!
- ઓસ્કાર નોમિનેટ ફિલ્મ ‘સ્લમડોગ કરોડપતિ’નો આ કલાકાર વિવાદમાં, લાગ્યો જાતીય સતામણીનો કેસ
- ખાસ વાંચો/ વરિષ્ઠ નાગરિકોને કાનૂની સુરક્ષા આપશે મોદી સરકાર, જમાઇ અને વહુઓએ પણ વૃદ્ધોને આપવુ પડશે ભરણપોષણ ભથ્થુ