શનિવારે દેશવ્યાપી કોરોના વેક્સિનેશનનો પ્રારંભ થયો છે. પહેલા દિવસે 1.91 લાખ લોકોને રસી આપવામાં આવી છે. તો પહેલા દિવસના વેક્સિનેશન બાદ બે રાજ્યોમાં રસીકરણ સ્થગિત કરવામાં આવ્યું છે. ઓડિશા સરકારે આવતી કાલે એક દિવસ માટે રસીકરણ સ્થગિત કર્યુ છે. તો મહારાષ્ટ્ર સરકારે પણ કોરોના વેક્સિનેશન પર 18 જાન્યુઆરી સુધી રોક લગાવી છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે આ વાતની માહિતિ આપી છે.

મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું છે કે કોવિન એપ્લિકેશનમાં ટેકનિકલ ખામીના કારણે આખા મહારાષ્ટ્રમાં વેક્સિનેશન પ્રોગ્રામને સ્થગિત કરવામાં આવ્યો છે. તો બીજી તરફ કોવિન એપમાં ટેકનિકલ ખામીના કારણે મહારાષ્ટ્રમાં 4000 લોકોના વેક્સિનેશનનો લક્ષ્ય પુરુ થયું નથી. સરકારનું કહેવું છે કે ઓફલાઇન માધ્યમથી વેક્સિનેશન શક્ય નથી.

તો બીજી તરફ ઓડિશા સરકારે પહેલા દિવસે જે લોકોને વેક્સિન લગાવવામાં આવી છે તેમના નિરીક્ષણ બાદ સોમવારથી ફરી વખત વેક્સિનેશન શરુ કરવમાં આવશે. તો આ તરફ મોડી સાંજે રાજધાની દિલ્હીમાં વેક્સિનની સાઇડ ઇફેક્ટના 51 જેટલા કેસ સામે આવ્યા છે. જેમાંથી એક વ્યક્તિને દાખલ કરવામાં આવી છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ,ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચોરાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- મોદી ચલાવી રહ્યાં છે એ ટીવીના રિમોટના પાવર કાઢી નાખશે તામિલનાડુ, પીએમના સીએમ આ ચૂંટણીમાં ઘરભેગા થશે
- ઓહ નો / એન્ટાર્કટિકામાં મુંબઈ શહેર કરતાં 2 ગણો મોટો આઈસબર્ગ છુટો પડ્યો, વૈજ્ઞાનિકોને પણ વધી ગયું ટેન્શન
- મોદી સરકાર આવી ઝડપ રાખે તો દેશભરમાં એક રોડ ના હોય ઉબડખાબડ, 24 કલાકમાં એટલો બનાવ્યો કે બની ગયો વિશ્વ રેકોર્ડ
- પીઠ પર નીકળેલ ફોડલીથી છો પરેશાન તો અપનાવો આ ટિપ્સ, દાગ પણ થઇ જશે ગાયબ
- હવે લાગી આવ્યું/ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જીવનની બતાવી પોતાની ભૂલ : આ ન શીખી શકવાનું છે મોટું દુઃખ, એમ થયું કે અહીં રહી ગયો