GSTV

દુનિયાભરમાં વકરતો Corona વાયરસ: 24 કલાકમાં 18000 નવા કેસ, મૃત્યુઆંક 10 હજારને પાર

corona

અમેરિકા, ઈટલી સહિત વિશ્વભરમાં coronaનો કેર સતત વધી રહ્યો છે અને coronaથી કુલ મૃત્યુઆંક 33 હજાર 900ને પાર થયો છે. જ્યારે સાત લાખ 21 હજારથી વધુ coronaના પોઝિટીવ કેસ નોંધાયા છે. વિશ્વભરમાં વકરતા corona વાયરસના સંક્રમણ વચ્ચે દોઢ લાખથી વધુ લોકો સાજા થયા છે. અમેરિકામાં સૌથી વધુ  એક લાખ 42 હજારથી વધુ કેસ છે. 24 કલાકમાં 18 હજાર નવા કેસ દાખલ થાયા છે..અને મૃત્યુઆંક 2400ને પાર  થયો છે. જ્યારે ઈટલીમાં પાંચ હજાર નવા કેસ દાખલ થતા કુલ કેસ 97 હજાર 600ને પાર થયા છે..અ કુલ મૃત્યુઆંક 10 હજાર 770ને પાર થયો છે.

corona

બ્રિટનમાં 1200થી વધુ લોકોને ભરખી ગયો corona

બ્રિટનમાં coronaથી 24 કલાકમાં 209 લોકોના મોત થયા. આ સાથે બ્રિટનમાં કુલ 1 હજાર 228 લોકોને corona ભરખી ગયો.  રવિવારે coronaના નવા કેસ 2 હજાર 433 નોંધાયા. અહી કુલ 19 હજાર 522 લોકોને coronaનો ચેપ લાગ્યો..  બ્રિટનના કેબિનેટ પ્રધાન માઈકલ ગોવે જણાવ્યુ હતુ કે, બ્રિટનની સરકાર corona સામે લડવા માટે મહત્વના નિર્ણય લઈ રહી છે. આ નિર્ણય બીજા વિશ્વ યુદ્ધથી પણ કડક હોઈ શકે છે. કેમ કે, બ્રિટનમાં coronaને રોકવા માટે સરકાર પાસે કેટલાક પ્રતિબંધ લાગુ કરવા સિવાય કોઈ બીજો રસ્તો નથી.

અમેરિકામાં આવી છે સ્થિતિ

અમેરિકામાં coronaથી 2 હજાર 229 લોકોના મોત થયા.. આ સાથે 23 હજાર લોકોને coronaનો ચેપ લાગ્યો. સૌથી વધારે coronaનો કેર ન્યૂયોર્ક શહેરમાં વર્તાયો. અહી સૌથી વધારે 782 લોકોના મોત થયા છે. અમેરિકાની સંસદના સ્પીકર નેન્સી પેલોસીએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ગંભીર આરોપ લગાવતા જણાવ્યુ કે, ટ્રમ્પે શરૂઆતમાં coronaને ગંભીરતાની ન લીધો..  જેથી અમેરિકામાં coronaથી મોટી સંખ્યામાં લોકોના મોત થયા.. તેમણે વધુમાં જણાવ્યુ કે, coronaની રિપોર્ટ યોગ્ય રીતે ન કરવામાં આવતા અનેક લોકોના મોત થયા..

corona

ડોનાલ્ડ ટ્રમ્પ ચિંતિત

અમેરિકામાં coronaના કેર વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચિંતા વ્યક્ત કરી છે. આ સાથે જ  આગામી દિવસોમાં coronaનો કેર વધી શકે છે.તેવી પણ ટ્રમ્પે ચિંતા વ્યક્ત કરી છે..coronaના વધતા કરે વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિએ સોશિયલ ડીન્સન્સિંગ જાળવી રાખવાની તારીખ 30 એપ્રીલ સુધી કરી દીધી છે.આમ અમેરિકામાં વધતા કેસ અને મોતના આંકડાને લઈને અમેરિકાએ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રાખવાના નવા આદેશ આપ્યા અને તેનો સમયગાળો પણ વધારી દીધો છે.

સ્પેનમાં coronaના કાળો કેર

તો આ તરફ સ્પેનમાં coronaથી 24 કલાકમાં 838 દર્દીના મોત થયા. આ સાથે સ્પેનમાં 6 હજાર 528 લોકોના મોત થયા.. તો બીજી તરફ 14 હજાર 700 લોકો સાજા થયા. સ્પેનમાં કુલ 78 હજાર 797 લોકોને coronaનો ચેપ લાગ્યો છે. સ્પેનના મૈડ્રિડમાં 22 હજાર અને કૈટાલોનિયામાં 15 હજાર લોકોને coronaનો ચેપ લાગ્યો છે. તો બીજી તરફ રાજકુમારી મારિયા ટેરેસાનું coronaથી પેરિસમાં મોત થયુ. આ સાથે દુનિયામાં પહેલીવાર શાહી પરિવારમાં કોઈનું મોત થયુ.

Read Also

Related posts

VIDEO/ ઓ બાપ રે, રોડ પર ગાડી લઈને નિકળી પડ્યું આ ટેણિયું, ગાડીઓની કાપી રહ્યું છે સાઈડ

Pravin Makwana

જાણવા જેવા નિયમો: 2000ની નોટ ફાટી જાય તો બેંક કેટલું આપશે રિફંડ, આ પ્રકારની નોટો બેંક ક્યારેય નહીં સ્વિકારે

Pravin Makwana

જયલલિતાની સૌથી અંગત શશિકલા 4 વર્ષ બાદ જેલમાંથી મુક્ત, શું ફરીથી રાજનીતિમાં એન્ટ્રી કરશે કે પછી….

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!