GSTV
Ahmedabad ગુજરાત ટોપ સ્ટોરી

કોરોના અપડેટ / ગુજરાતમાં આજે કોરોનાના કેસોમાં નજીવો ઘટાડો, 380 કેસો નોંધાયા

કોરોના

ગુજરાત સહિત દેશભરમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસથી કોરોનાના 400થી વધુ કેસો નોંધાતા હતા જોકે, આજે કેસોમાં નજીવો ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 380 કેસો નોંધાય છે જ્યારે 209 દર્દીઓ સ્વસ્થ થયા છે. ચિંતાની વાત એ છે કે, આ નોંધાયેલા કેસો પૈકી સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે.

એક્ટિવ કેસોનો આંક વધીને 2098 થયો છે જેમાં 2095 દર્દીઓ સ્ટેબવલ છે અને 3 વેન્ટીલેટર પર છે. આજે અમદાવાદમાં સૌથી વધુ 157 કેસ નોંધાયા છે.

આજે અમદાવાદમાં 157, સુરતમાં 74, વડોદરામાં 40, રાજકોટમાં 7, ગાંધીનગરમાં 9, જામનગરમાં 6, કચ્છમાં 4, વલસાડમાં 11, ભાવનગરમાં 11, મહેસાણામાં 1,ભરૂચમાં 7, નવસારીમાં 16, આણંદમાં 6, અને સુરેન્દ્રનગર 6 કેસ નોંધાયા છે. આ ઉપરાંત આજે એક પણ કોરોના દર્દીનું મૃત્યુ થયું નથી અને કુલ મૃત્યુઆંક 10946 છે.

નવાં નોધાયેલા 380 કેસ સામે આજે 209 દર્દીઓ સાજા થતાં એક્ટિવ કેસોમાં વધારો નોંધાયો છે અને એક્ટિવ કેસોની સંખ્યા વધીને 2098 થઇ છે. જેમાં 2095 દર્દીઓ સ્ટેબવલ છે અને 3 વેન્ટીલેટર પર છે. આજે 8148 લોકોને કોવિડ વેક્સિન આપવામાં આવી હતી.

READ ALSO

Related posts

ભરૂચ/ ગોલ્ડન બ્રિજ આજે વટાવી શકે છે 24 ફૂટની ભયનજક સપાટી, આ ગામોને કરાયા એલર્ટ : 186 નાગરિકો અને પશુધનનું સ્થળાંતર

Bansari Gohel

મોટી દુર્ઘટના ટળી/ સુરતમાં મુસાફરો ભરેલી બસ વરસાદી પાણીમાં ફસાઇ, 20 મુસાફરોનું દિલધડક રેસ્ક્યુ

Bansari Gohel

મદ્રાસ હાઈકોર્ટે ‘નો કાસ્ટ, નો રિલિજિયન’ પ્રમાણપત્ર આપવાનો આદેશ આપ્યો, શાળામાં પ્રવેશ ન મળવા માટે કરાઈ હતી અરજી

Binas Saiyed
GSTV