GSTV
Gujarat Government Advertisement

4.81 લાખ લોકોના ખાતામાં સરકારે જમા કરાવ્યા આટલા રૂપિયા, આ લોકોનો કર્યો છે સમાવેશ

Lockdown

Last Updated on April 10, 2020 by Mayur

તોફાની બનેલા કોરોના વાઈરસને ડામવા માટે સરકાર એડીચોટીનું જોર લગાવી રહી છે. બીજી તરફ લોકડાઉનના કારણે જેમના ધંધા ઠપ્પ થઈ ગયા છે તેવા ગરીબોને પૈસા આપવા તરફ પણ સરકારે ધ્યાન આપ્યું છે. ઉત્તર પ્રદેશ સરકારે શુક્રવારે રાજ્યના શ્રમિકોને મદદનું એલાન કર્યું છે. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે પોતાના સરકારી આવાસથી રાજ્યના ચાર લાખ 81 હજાર 755 શ્રમિકો માટે ભરણપોષણ ભથ્થુ જાહેર કર્યું છે. તેમણે ચિહ્નીત કરાયેલા પ્રત્યેક શ્રમિકોના ખાતામાં એક-એક હજાર રૂપિયા ડીબીટી માધ્યમથી ટ્રાન્સફર કર્યા છે. ડીબીટીના માધ્યમથી સરકારે સ્ટ્રીટ વેન્ડર. ઓટો ચાલક, રિક્ષા ચાલક, ઇ-રિક્ષા ચાલકના બેંક ખાતામાં 48.17 કરોડ રૂપિયાની રકમ જમા કરાવી.

11 લાખથી વધુના ખાતામાં 1 હજાર રૂપિયા

આ અવસરે સીએમ યોગીએ વીડિયો કોન્ફરન્સના મારફત અલગ અલગ જનપદોના લાભાર્થીઓની સાથે વાતચીત પણ કરી હતી. સીએમ યોગીએ કહ્યું કે રાજ્ય સરકારે 35 લાખ શ્રમિકોના ખાતામાં ભરણ પોષણ ભથ્થુ મોકલવાનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત 11 લાખથી વધુ નિર્માણ શ્રમિકોના ખાતામાં એક હજાર રૂપિયા મોકલી દેવામાં આવ્યા છે.

દેશમાં મૃત્યુ આંક કેટલો થયો ?

દેશમાં શુક્રવારે કોરોના વાયરસથી મૃત્યુઆંક વધીને 199 થઈ ગયો છે અને સંક્રમિત લોકોની સંખ્યા વધીને 6,412 થઈ ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં હજી પણ 5,709 લોકો સંક્રમિત છે, 503 લોકો સ્વસ્થ થયા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને એક વ્યક્તિ દેશ છોડીને ચાલ્યો ગયો છે. મંત્રાલયે કહ્યું કે ગુરુવારે સાંજથી ઓછામાં ઓછા 30 લોકો માર્યા ગયા છે.

ક્યાં કેટલા મોત ?

મહારાષ્ટ્રમાં 25, દિલ્હીમાં ત્રણ અને ગુજરાત અને ઝારખંડમાં એક-એક લોકોનું કોરોનાને કારણે મોત થયું છે. હરિયાણા અને રાજસ્થાનમાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં છે. અત્યાર સુધીમાં સૌથી વધુ મોત મહારાષ્ટ્રમાં 97 થયા છે. તે પછી, ગુજરાતમાં 17 લોકોના, મધ્યપ્રદેશમાં 16 અને દિલ્હીમાં 12 લોકોએ જીવ ગુમાવ્યો. પંજાબ અને તામિલનાડુમાં આઠ લોકોનાં મોત થયાં હતાં જ્યારે તેલંગાણામાં સાત લોકોનાં મોત થયાં હતાં. પશ્ચિમ બંગાળ અને કર્ણાટકમાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યો છે. કોરોના વાયરસથી આંધ્રપ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને ઉત્તર પ્રદેશમાં ચાર લોકોનાં મોત થયાં છે, જ્યારે હરિયાણા અને રાજસ્થાનમાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં છે. આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ કેરળમાં બે લોકોના મોત થયા છે. બિહાર, હિમાચલ પ્રદેશ, ઓડિશા અને ઝારખંડમાં એક-એક વ્યક્તિનું મોત નીપજ્યું. દેશમાં કુલ સંક્રમિત 6,412 માંથી 71 વિદેશી નાગરિકો છે.

પ્રક્રિયાકિય વિલંબનું કારણ

ગુરુવારે સાંજ સુધીમાં મૃત્યુઆંક 169 હતો. જોકે, પીટીઆઈના વિવિધ રાજ્યોના ડેટા મુજબ ગુરુવારે મોડી સાંજ સુધીમાં ઓછામાં ઓછા 640૦ કેસ નોંધાયા હતા અને 227 લોકોનાં મોત નીપજ્યાં હતાં. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અને જુદા જુદા રાજ્યોના ડેટા વચ્ચેનો તફાવત છે, જેની પાછળ અધિકારીઓએ જુદા જુદા રાજ્યોને સોંપવામાં પ્રક્રિયાકીય વિલંબનું કારણ જણાવ્યું છે.

સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં

આજે સવારે મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના આંકડા મુજબ દેશમાં ચેપના સૌથી વધુ 1,364 કેસ મહારાષ્ટ્રથી આવ્યા છે. આ પછી તમિળનાડુથી 834 અને દિલ્હીથી 720 કેસ નોંધાયા છે. રાજસ્થાનમાં આ કેસ વધીને 463 થયા છે જ્યારે તેલંગાણામાં 442 કેસ નોંધાયા છે. ઉત્તર પ્રદેશમાં અત્યાર સુધીમાં 410 કેસ નોંધાયા છે. આ પછી કેરળમાં 357 અને આંધ્રપ્રદેશમાં 348 કેસ નોંધાયા છે. મધ્યપ્રદેશમાં 259 લોકો, ગુજરાતમાં 241, કર્ણાટકમાં 181 અને હરિયાણામાં 169 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. જમ્મુ કાશ્મીરમાં અત્યાર સુધીમાં 158, પશ્ચિમ બંગાળમાં 116 અને પંજાબમાં 101 કેસ નોંધાયા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

કોરોનાનો ડેલ્ટા વેરિયન્ટ દુનિયાના 85 દેશોમાં ફેલાયો, વિશ્વ આરાગ્ય સંસ્થાએ આપી ચેતવણી

Damini Patel

ગુજરાત મોડલ: રાજ્યમાં 2.35 લાખ મકાનો રહેવાલાયક નથી, જર્જરીત આવાસમાં દેશમાં આટલા નંબરે આપણું ગુજરાત

Pravin Makwana

એન્ટી વાયરસ સોફ્ટવેરના સર્જકે સ્પેનની જેલમાં આપઘાત કર્યો, મેકાફી ટેક્સ ચોરીના આરોપમાં અમેરિકાથી ફરાર હતો

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!