GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

સુરતમાં કોરોના બેકાબૂ : લોકડાઉન નહીં પણ લોકડાઉન જેવી સ્થિતિ, 144ની કલમ લાગુ કરાઈ

કોરોનાને ભરડામાં લેનાર ડાયમંડ સિટી સુરતની સ્થિતિ દિવસે ને દિવસે ખરાબ થઈ રહી છે. 15 દિવસના ગાળામાં જ કોરોનાએ સમગ્ર શહેરને બાનમાં લીધું છે. સુરતમાં કોરોનાનો પેસારો અટકાવવા માટે ચા-પાન મસાલાની દુકાનો પર પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. પરંતુ, હવે સુરત શહેરમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા કલમ 144 લાગુ કરવામાં આવી છે. સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા શહેરી વિસ્તારમાં સીઆરપીસીની કલમ 144 લાગુ કરવામાં આવી છે, જેમાં જાહેર સ્થળોએ ચારથી વધુ વ્યક્તિઓના એકત્ર થવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

15મી જુલાઈથી 29મી જુલાઈ સુધી આ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું

સુરત પોલીસ કમિશનર આર.પી. બ્રહ્મભટ્ટ દ્વારા સીઆરપીસી 144 મુજબ લાગુ કરતું એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જે મુજબ તા. 15મી જુલાઈથી 29મી જુલાઈ સુધી આ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. આ અગાઉ માર્ચમાં પણ સુરતમાં કોરોનાને અટકાવવા માટે કલમ 144 લાગુ કરાઈ હતી. શહેરના રેસ્ટોરન્ટ, ખાણીપીણીના સ્થળો સહિત જાહેર અને ખાનગી સ્થળો કે જ્યાં લોકો મોટી સંખ્યામાં એક્ઠા થતા હોય તે તમામ સ્થળોને બંધ રાખવા આદેશ આપ્યો છે.

સ્મશાન યાત્રા અને લગ્નના વરઘોડાને મુક્તિ આપવામાં આવી

જાહેરનામામાં સ્મશાન યાત્રા અને લગ્નના વરઘોડાને મુક્તિ આપવામાં આવી છે. CM રૂપાણી અને નીતિન પટેલ બાદ ગત સપ્તાહે આરોગ્ય સચિવ જયંતિ રવિએ સુરતની મુલાકાત લીધી હતી અને હવે આજે મુખ્યમંત્રીના CS પંકજ કુમાર સુરતમાં પહોંચ્યા છે. ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં વધતા જતા કેસોને કારણે ચિંતામાં વધારો થયો છે. ત્યારે આ મામલાને અનુલક્ષીને સુરત શહેરની કલેક્ટર કચેરી ખાતે મ્યુનિસિપલ કમિશનર, કલેકટર, આરોગ્ય કમિશનર સાથે બેઠક યોજી હતી. કોરોનાના વધતા જતા કેસને લઈ બેઠક યોજી હતી.

હીરા ઉદ્યોગને લાગ્યા ફરીથી તાળાં

સુરતના હીરા ઉદ્યોગમાં કોરોના વાયરસના વધતા કેસોને લઇને ફરી એક વખત એક સપ્તાહ સુધી હીરા બજાર બંધ રાખવાનો વેપારીઓએ સ્વૈચ્છિક નિર્ણય કર્યો છે. આજથી એક સપ્તાહ સુધી સુરતના વરાછા ચોક્સી બજાર અને અને હીરા બજાર બંધ રહેશે. મહત્વનું છે કે ત્રણ દિવસ અગાઉ જ હીરા બજાર ફરી શરૂ થયું હતું. પરંતુ કોરોનાના કેસોમાં ફરી વધારો થતાં વેપારીઓએ સ્વૈચ્છિક જ બંધ પાળવાનું નક્કી કર્યું છે.

READ ALSO

Related posts

વહીટી તંત્ર આવ્યુ એક્શન મોડમાં, AMCએ ખાણી પીણીના 4 યુનિટ કર્યા સીલ

pratik shah

ગૌરવ : ડુંગળી બાદ કાપડ એક્સપ્રેસ, અમદાવાદથી સીધુ ટ્રેનમાં બાંગ્લાદેશ પહોંચશે ગુજરાતનું કાપડ અને કેમિકલ

Karan

કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ CMને લખ્યો પત્ર, પાક વીમાના ભ્રષ્ટાચાર મામલે કરી રજૂઆત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!