GSTV

દેશમાં કોરોના બેકાબૂ : છેલ્લા 19 દિવસમાં વધુ નવા 10 લાખ કેસ સાથે કુલ સંક્રમણનો આંક 21 લાખને પાર, 43 હજારના થયા મોત

દેશમાં કોરોના સંક્રમણની સંખ્યામાં દિવસે દિવસે વધારો થયો છે. છેલ્લા બે દિવસથી 60 હજારથી વધારે નવા પોઝીટીવ કેસ આવી રહ્યા છે. દેશમાં 22 જુલાઈ બાદ કોરોના સંક્રમના કેસ 40 હજારથી વધારે આવવા લાગ્યા છે. 22 જુલાઈ બાદ કોરોનાએ પાછાવળીને જોયું નથી. રાજ્યમાં છેલ્લા 10 દિવસથી કોરોના સંક્રમણનો આંક 50 હજારને પાર જ આવ્યો છે. જ્યારે છેલ્લા બે દિવસથી તો કોરોનાએ માઝા મૂકી છે. રાજ્યમાં છેલ્લા 19 દિવસમાં 10 લાખથી વધુ નવા પોઝીટીવ કેસ વધ્યા છે. દેશમાં 10 દિવસમાં 5.55 લાખ નવા કેસ વધ્યા છે.

દેશમાં છેલ્લા 7 દિવસમાં જ 6 હજારથી વધુ લોકોના મોત થયા

દેશમાં છેલ્લા 7 દિવસમાં જ 6 હજારથી વધુ લોકોના મોત થયા છે. દેશમાં કોરોનાને કારણે કુલ મોતની સંખ્યા પણ 43 હજારની નજીક પહોંચી ગઈ છે. દેશમાં 42હજાર 821 લોકોના મોત થઈ ચૂક્યા છે. દેશમાં સાજા થનારાની સંખ્યા 14.47 લાખ પહોંચી ગઈ છે. દેશમા હજુ પણ 6.24 લાખ જેટલા એક્ટિવ કેસ છે.

મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણનો આંક 5 લાખની નજીક

દેશમાં મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણનો આંક 5 લાખની નજીક પહોંચી ગયો છે. મહારાષ્ટ્રમાં સંક્રમણની સંખ્યા 4.90 લાખ થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં 17 હજારથી વધુ લોકના મોત થયા છે. જ્યારે તામિલનાડુમાં પણ કોરોના સંક્રમની સંખ્યા 2.85 લાખને પાર થઈ છે. આંધ્રપ્રદેશમાં સ્થિતિ બેકાબૂ બની રહી છે. આંધ્રપ્રદેશમાં વધુ 10 હજાર નવા કેસ સાથે કુલ સંક્રમણની સંખ્યા 2.17 લાખને પાર થઈ ગઈ છે. દેશમાં મહારાષ્ટ્ર બાદ આંધ્રપ્રદેશમાં સૌથી વધારે એક્ટિવ કેસ છે. આંધ્રપ્રદેશમાં 85 હજારથી વધુ લોકોમાં કોરોના એક્ટિવ કેસ છે. કર્ણાટકમાં પણ સ્થિતિ બગડી રહી છે. કર્ણાટકમાં 1.65 લાખ જેટલા લોકોને કોરોના સ્પર્શી ચૂક્યો છે.

દેશમાં કોરોનાની સ્થિતિ

તારીખનવા પોઝીટીવમોત
28 જુલાઈ49631774
29 જુલાઈ52479775
30 જુલાઈ54968784
31 જુલાઈ57486764
1 ઓગસ્ટ 55117854
2 ઓગસ્ટ 52672760
3 ઓગસ્ટ 50488806
4 ઓગસ્ટ 51282849
5 ઓગસ્ટ 56626919
6 ઓગસ્ટ 62170899
7 ઓગસ્ટ 61455937

ગુજરાતમાં 5 દિવસ બાદ ફરી 1,100ને પાર

રાજ્યમાં છેલ્લા 21 દિવસમાં છેલ્લા બે દિવસથી નવા વધતા કેસ કરતાં ડિસ્ચાર્જ આંકમાં વધારો થયો છે. છેલ્લા 19 દિવસ બાદ બે દિવસથી સતત ડિસ્ચાર્જ આંક અર્થાત સાજા થનારાની સંખ્યા વધી છે. રાજ્યમાં આજે વધુ એક વખત 1135 લોકોને ડિસ્ચાર્જ અપાયું છે. છેલ્લા 21 દિવસમાં ઓગસ્ટના 7 અને 8 તારીખે જ નવા પોઝીટીવ કેસ કરતાં ડિસ્ચાર્જ આંક વધારે છે. રાજ્યમાં છેલ્લા બે દિવસમાં જ 2,500 લોકો સાજા થઈ ગયા છે. રાજ્યમાં કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 19 દિવસથી કોરોના સંક્રમણના કેસો 1 હજારથી વધારે આવી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના આંક 1101 નોંધાયા છે. રાજ્યમાં 5 દિવસ બાદ ફરી કોરોના સંક્રમણનો આંક ઉંચકાયો છે. વડોદરામાં કોરોના સંક્રમણનો આંક 5,500ની નજીક પહોંચી ગયો છે. સુરતમાં સંક્રમણનો આંક 15 હજાર થવા આવ્યો છે. રાજકોટમાં પણ 75થી વધુ નવા પોઝીટીવ કેસ આવ્યા છે. રાજકોટમાં કોરોના સંક્રમણનો આંક 2,500ને પાર થઈ ગયો છે. અમદાવાદમાં વધુ 158 નવા પોઝીટીવ કેસ આવતાં કુલ સંક્રમણની સંખ્યા 27744 થઈ છે. અમદાવાદમાં કોરોનાને કારણે મોતની સંખ્યા પણ 1625ને પાર થઈ ગઈ છે. રાજ્યમાં કોરોના ટેસ્ટિંગની સંખ્યામાં વધારો થવા સાથે નવા કેસોની સંખ્યામાં પણ વધારો થયો છે. ભાવનગરમાં પણ કોરોના સંક્રમણની સંખ્યા 2 હજારની નજીક પહોંચી ગઈ છે.

READ ALSO

Related posts

IPL 2020: હૈદરાબાદ પર ભારે પડ્યુ રોયલ ચેલેન્જર્સ બૈંગ્લોર, 10 રનથી મેળવી જીત

Pravin Makwana

RSSના આર્થિક સંગઠનની મોદી સરકારને સલાહ, MSPની નવી ગેરેન્ટી વાળું બિલ લાવો

Pravin Makwana

સાંસદોના ધરણા/ આખી રાત સંસદની બહાર ધરણા કરશે સાંસદો, આપના સાંસદે તો ચાદર અને તકિયા પણ મગાવ્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!