GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

કોરોના બન્યો બેકાબુ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 919 તો 12 દિવસમાં વધ્યા 10 હજાર નવા પોઝીટીવ

રાજ્યમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. રાજ્યમાં કોરોના સંક્રમણના નવા 919 પોઝીટીવ કેસ આવ્યા છે. આ સાથે રાજ્યમાં સંક્રમણનો આંક 45567  પર પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોના સંક્રમણના કેસો છેલ્લા 4 દિવસથી 900થી વધારે આવ્યા છે. અર્થાત રાજ્યમાં દર બે મિનિટ કરતાં ઓછા સમયમાં એક નવો પોઝીટીવ કેસ આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 4 દિવસમાં જ 3,600થી વધારે નવા પોઝીટીવ કેસ આવ્યા છે. રાજ્યમાં આજે 828 લોકોને ડિસ્ચાર્જ અપાયું છે. રાજ્યમાં ફરી એક વખત એક્ટિવ કેસની સંખ્યા 25 ટકાની અંદર આવી ગઈ છે. હાલમાં 11302 એક્ટિવ કેસ છે.

સુરતમાં સંક્રમણનો આંક 9 હજારની નજીક

રાજ્યમાં કોરોના સંક્રમણ સુરતમાં વધારે થઈ રહ્યું છે. સુરતમાં આજે પણ નવા 265 પોઝીટીવ કેસ આવતાં કુલ આંક 9 હજાર નજીક પહોંચી ગયો છે. સુરતમાં જુલાઈ મહિનામાં કોરોના સંક્રમણની સ્થિતિ બગડી છે. અમદાવાદમાં પણ કોરોના સંક્રમણના કેસો સતત નવા નવા વિસ્તારોમાં આવી રહ્યા છે. કંન્ટેન્ટમેન્ટ ઝોન સતત વધી રહ્યા છે. અમદાવાદમાં કોરોના સંક્રમણના વધુ 181 નવા કેસ આવતાં કુલ આંક 23780ને પાર થયો છે. આજે વધુ 5 લોકોના મોત થતાં અમદાવાદમાં કુલ મોતની સંખ્યા પણ 1536 થઈ છે. અમદાવાદમાં સતત 13મા દિવસે સિંગલ ડિજીટમાં કોરોનાથી લોકોના મોત થયા છે.

ગાંધીનગરમાં 1 હજારથી વધુ લોકો થયા કોરોનાથી સંક્રમિત

ગાંધીનગરમાં પણ કોરોના સંક્રમણના કેસો 1 હજારને પાર થયા છે. રાજકોટમાં પણ મહામારીનો આંક 800 નજીક પહોંચી ગયો છે. ભાવનગરમાં પણ કોરોના સંક્રમણના કેસ 800 નજીક છે. રાજ્યમાં અમદાવાદ સુરત બાદ હવે વડોદરા, ભાવનગર અને રાજકોટ સાથે ગાંધીનગરમાં નવા કેસો સતત વધી રહ્યા છે.

READ ALSO

Related posts

વડોદરાના અકોટા વિસ્તારમાં પડ્યો મોટો ભૂવો, તંત્રની ખૂલી પોલ

pratik shah

ઉધના વિસ્તારમાં હનુમાન મંદિરે શીતળા સાતમ નિમિત્તે મહિલાઓની લાંબી કતાર મળી જોવા

pratik shah

આડાસંબંધોનો કરૂણ અંજામ, પત્નીની લાશ સાથે પત્થર બાંધી પતિએ નર્મદા કેનાલમાં પધરાવી દીધી

Karan
Do NOT follow this link or you will be banned from the site!