GSTV

મોદી ભલે કહે દેશમાં Corona કાબૂમાં, ટ્રમ્પે કહ્યું ચેપથી વિશ્વમાં સૌથી ભયંકર સ્થિતિ ભારતમાં

Corona

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક જ સપ્તાહમાં બીજી વખત ભારતની ટીકા કરી હતી. અગાઉ હવા પ્રદૂષણ અંગે ભારતના નામનો ઉલ્લેખ કરીને ટીકા કરનારા ટ્રમ્પે બીજી વખત કોરોના (Corona) અંગે ભારતનું ઉદાહરણ આપીને ભારતના પ્રયાસોને બિનઅસરકારક ગણાવ્યા હતા.

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની સરકારનું કામ વખાણતા કહ્યું હતું કે અમેરિકન સરકાર કોરોના સામે અસરકારક રીતે કામ કરી રહી છે. તેમણે કહ્યું હતું : આપણે ખૂબ સારૂં કામ કરી રહ્યાં છીએ. આપણે ત્યાં સ્થિતિ કાબુમાં આવતી જાય છે, જ્યારે ઘણાં દેશો હજુ પણ કોરોના સામે ઝઝૂમી રહ્યા છે. દેશભરમાં કોરોનાના કેસોની સંખ્યા બહુ જ ઝડપથી વધી રહી છે. હવે દરરોજ 50 હજાર જેટલા કેસો સામે આવવા લાગ્યા છે. છેલ્લા 24 કલાકમાં પણ 51,321 નવા કેસો સામે આવ્યા હતા. જે સાથે જ દેશમાં હવે કોરોનાના કેસોની સંખ્યા 19,01,171ને પાર પહોંચી ગઇ છે અને બે દિવસમાં જ 20 લાખને પાર કરી શકે છે.

જોકે દેશમાં કોરોનાના જેટલા પણ કેસો છે તેમાંથી 82 ટકા માત્ર 10 રાજ્યોમાં જ સામે આવ્યા છે. જોકે અન્ય ચિંતાજનક બાબત એ છે કે કોરોના હવે એવા વિસ્તારોમાં પણ ફેલાવા લાગ્યો છે કે જ્યાં અગાઉ એક પણ કેસ સામે ન આવ્યો હોય. કોરોનાથી અત્યાર સુધી કુલ 39,764 લોકોના મોત નિપજ્યા છે અને માત્ર 24 કલાકમાં જ 843 લોકોએ જીવ ગુમાવ્યો છે.

ઉદાહરણ આપી સરકારની કરી પ્રશંસા

ટ્રમ્પે ભારત અને ચીનનું ઉદાહરણ આપીને પોતાની સરકારની પ્રશંસા કરી હતી. ટ્રમ્પે અમેરિકામાં સ્થિતિ સારી છે એ બતાવવા માટે ચીન અને ભારતનું ઉદાહરણ આપતા કહ્યું હતું : ચીનમાં ફરી વખત કોરોના માથું ઊંચકી રહ્યો છે. જ્યારે ભારતમાં તો સ્થિતિ ખૂબ જ ખરાબ છે. ભારતમાં તો કોરોનાની સમસ્યા ભયાનક સ્તરે પહોંચી ચૂકી છે. પરંતુ અમેરિકામાં એવી સ્થિતિ સર્જાઈ નથી.

અમેરિકાએ વિસ્તારની દૃષ્ટિએ તુલના કરતા કહ્યું હતું કે આપણો વ્યાપ ભારત-ચીન કરતાં વધારે છે. છતાં આપણે ત્યાં એવી પરિસિૃથતિનું નિર્માણ થયું નથી. વળી અમેરિકામાં છ કરોડ લોકોના ટેસ્ટ થઈ ચૂક્યા છે. તેની સરખામણીમાં અન્ય એક પણ દેશે આટલી સંખ્યામાં ટેસ્ટ કર્યા નથી.

Corona

ટ્રમ્પે વેક્સિન બાબતે પણ પોતાની પીઠ થપથપાવી

ટ્રમ્પે વેક્સિન બાબતે પણ પોતાની પીઠ થપથપાવી હતી. ટ્રમ્પના કહેવા પ્રમાણે અમેરિકા વેક્સિનના સંદર્ભમાં ખૂબ સારી પ્રગતિ કરી રહ્યું છે. ટૂંક સમયમાં અમેરિકાના વિજ્ઞાાનિકો કોરોનાની વેક્સિન શોધી લેશે.

ઉલ્લેખનીય છે કે આ સપ્તાહમાં ટ્રમ્પે વાયુ પ્રદૂષણ મુદ્દે ભારત, ચીન અને રશિયાના નામ લઈને ઝાટકણી કાઢી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકન સરકાર હવાને શુદ્ધ રાખવા જેટલું કામ કરે છે એટલું કામ ચીન, રશિયા કે ભારત કરતા નથી. ભારતમાં હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ છે.

Read Also

Related posts

દશેરા રેલીમાં ગરજ્યા ઉદ્ધવ ઠાકરે: ભારતમાં ક્યાંય PoK છે તો તે પીએમ મોદીની નિષ્ફળતા

pratik shah

પાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે કારગીલ યુધ્ધને લઇને કરેલા દાવાથી મચ્યો હડકંપ

Nilesh Jethva

દેશભરમાં કોરોનાના આતંક વચ્ચે દશેરા નિમિતે રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!