GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

દેશમાં કોરોના સંક્રમણ થયું 2 લાખને પાર : ફક્ત 14 દિવસમાં વધ્યા નવા 1 લાખથી વધુ કેસ, યાદ રાખો કોરોના ગયો નથી

દેશમાં કોરોના મહામારી અટકવાનું નામ લેતી નથી. દેશમાં આજે કોરોના સંક્રમણનો આંક 2 લાખને પાર થયો છે. દેશમાં કોરોના સંક્રમણ મે મહિનામાં ખૂબજ ઝડપથી વધ્યું છે. દેશમાં 66 દિવસના લોકડાઉન બાદ પણ કોરોના વાયરસનો ચેપ સતત વધી રહ્યો છે. દેશમાં મે મહિનાની શરૂઆતમાં ફક્ત 35,000 પોઝીટીવ પણ નહોતા પરંતુ મે મહિનામાં 155782 નવા પોઝીટીવ કેસ આવ્યા  એપણ હકિકત છે. અત્યારે બે લાખનો આંક પાર થયો તેમાં 75 ટકા કેસ ફક્ત મે મહિનામાં જ નોંધાયા છે. દેશમાં 30 એપ્રિલ સુધી 35 હજાર કેસ હતા. જે એક લાખ સુધી પહોંચતા વધુ 18 દિવસ લાગ્યા હતા. અર્થાત 18 મેના દેશમાં 1 લાખ કેસ થયા છે. દેશમાં 1 લાખથી 2 લાખનો આંક થતા ફક્ત 14 દિવસ થયા છે. દેશમાં 18 મે પછીથી 5700થી નીચે એક પણ કેસ આવ્યો નથી આ આંકમાં સતત વધારો જ થયો છે. દેશમાં 199785 લોકો પોઝીટીવ થયા છે. જેમાં 98287 હાલમાં એક્ટિવ કેસ છે. દેશમાં 95875 લોકો સાજા પણ થયા છે. દેશમાં 5612 લોકોના કોરોનાને કારણે મોત પણ થયા છે.

મહારાષ્ટ્રમાં પોઝીટીવ કેસનો આંક 70હજારને પાર

21 મે બાદ સતત 6000 પ્લસ પોઝીટીવ કેસ આવ્યા છે. દેશમાં 14 દિવસમાં જ નવા 1 લાખ પોઝીટીવ કેસ આવ્યા છે. દેશમાં સૌથી વધુ પોઝીટીવ કેસ મહારાષ્ટ્રમાં થયા છે. મહારાષ્ટ્રમાં પોઝીટીવ કેસનો આંક 70 હજારને પાર થયો છે. જે પછી તામિલનાડુમાં પણ પોઝીટીવ કેસનો આંક 23 હજારને પાર થયો છે. તો દિલ્લીમાં પોઝીટીવ કેસનો આંક 21 હજાર નજીક છે. ગુજરાતમાં પણ પોઝીટીવ કેસનો આંક 17 હજારને પાર થયો છે. આ ચાર રાજ્યોમાં સૌથી વધારે સંક્રમણ છે. આ સિવાય રાજસ્થાન પણ 10 હજાર નજીક આવી ગયું છે. ઉત્તર પ્રદેશમાં અને મધ્યપ્રદેશમાં પોઝીટીવ કેસના આંક 8 હજાર ઉપર થઈ ચૂક્યા છે.

દેશમાં કોરોનાની સ્થિતિ

રાજ્યકેટલા સંક્રમિતકેટલા સાજા થયાકેટલા મોત
મહારાષ્ટ્ર70013301082362
તમિલનાડુ2349513170187
દિલ્હી208348746523
ગુજરાત17217107801063
રાજસ્થાન91006213199
મધ્યપ્રદેશ82835003358
ઉતરપ્રદેશ83615030222
પશ્ચિમ બંગાળ57722306325
બિહાર3945174123
આંધ્રપ્રદેશ3676237464
કર્ણાટક3408132852
તેલંગાણા2792149188
જમ્મુ-કાશ્મીર260194631
પંજાબ2301200044
ઓરિસ્સા210412459
હરિયાણા2356105521
અસમ14861644
કેરળ132760811
ઉતરાખંડ9592225
ઝારખંડ6612565
છત્તીસગઢ5481211
હિમાચલ પ્રદેશ3401186
ત્રિપુરા4231730
ચંદીગઢ2972144
મણિપુર83110
લદ્દાખ77470
ગોવા73500
પુડુચેરી79250
નાગાલેન્ડ4300
અંદમાન-નિકોબાર33330
મેઘાલય28121
અરુણાચલ પ્રદેશ2010
દાદરા એન્ડ નગર હવેલી310
મિઝોરમ110
સિક્કિમ100
અન્ય641400

5 એવા દિવસો જ્યારે સૌથી વધુ કેસ આવ્યા

તારીખકેસ
1 જૂન7722
31 મે8789
30  મે 8364
29 મે8138
27 મે7246
28 મે7254

અત્યાર સુધીમાં 95,527 લોકો કોરોનામાંથી સાજા થયા

દેશમાં દરરોજ 1 લાખ 20 હજારથી વધુ પરીક્ષણો કરવામાં આવે છે. અત્યાર સુધીમાં 95,527 લોકો કોરોનામાંથી સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં 3708 દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થયા છે. આપણો સાજા થનારો રિકવરી રેટ 48.07% ટકા છે. 15 એપ્રિલના રોજ દેશમાં કોરોનાનો રિકવરી દર 11.42 ટકા હતો. તેમણે કહ્યું કે દેશમાં કોરોનાથી મૃત્યુ દર 2.82% છે. તે વિશ્વનો સૌથી નીચો મૃત્યુ દરમાંનો એક છે.

Read Also

Related posts

સસ્પેન્ડેડ DSP દેવિંદર સિંહ સહિત છ પર ચાર્જશિટ, સંવેદનશીલ માહિતી મેળવી રહ્યા હતા પાક.અધિકારીઓ

Pravin Makwana

છેલ્લા 24 કલાકમાં દેશમાં આવ્યા નવા 23 હજારથી વધુ કેસ, મૃત્યાંક પહોંચશે 20 હજારની નજીક

Pravin Makwana

દેશ પાસે માફી માગે મોદી: ચીનની પીછેહટ પર કોંગ્રેસે કર્યો ઘેરાવ, દેશની જનતાને સંબોધી સચ્ચાઈ બતાવે મોદી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!