GSTV

ચિંતા વધી/ વેક્સિનેશન છતાં કોરોનાની ત્રીજી લહેર શરૂ : આ દેશમાં લોકડાઉન પ્રતિબંધો પણ લંબાવી દેવાયા, ભારતનો વારો આવશે

Last Updated on June 12, 2021 by Damini Patel

બ્રિટનમાં કોરોનાના નવા ડેલ્ટા વેરિઅન્ટના કારણે કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો હોવાથી બ્રિટિશ સરકારની ચિંતા વધી ગઈ છે. મહત્વની વાત એ છે કે, બ્રિટનમાં ઘણા ખરા નાગરિકોને રસી મુકાઈ ગઈ છે. આમ છતાં કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. ભારત અને બ્રિટનમાં સમયગાળાનો જ તફાવત છે. બ્રિટનમાં ત્રીજી લહેરની શરૂઆતથી ભારતમાં પણ ત્રીજી લહેર આવવાની સંભાવના વધી ગઈ છે.

લોકડાઉન પ્રતિબંધો લંબાવ્યા

એ પછી હવે કોરોના વાયરસના નવા કેસના કારણે લોકડાઉન પ્રતિબંધો પણ લંબાવી દેવાયા છે. બ્રિટિશ પીએમ બોરિસ જોનસન પ્રતિબંધો હટાવવા માટે સોમવારે જાહેરાત કરવાના હતા પણ હવે પ્રતિબંધ હટાવવા માટે કદાચ વધારે સમય સરકાર લેશે તેવું લાગી રહ્યું છે. હજી પણ કોરોનાના કારણે મુકાયેલા પ્રતિબંધ એક મહિનો લંબાવાય તેવું મનાઈ રહ્યું છે.

જો આવું થયું તો ઈંગ્લેન્ડમાં 19 જૂનને હટનારૂ લોકડાઉન 19 જુલાઈ સુધી લંબાઈ શકે છે. તાજેતરમાં જ બોરિસ જોનસને કોરોનાના વધતા જતા કેસને લઈને ચેતવણી આપી હતી. જોકે પીએમ ઓફિસ તરફથી લોકડાઉન લંબાવવા અંગે કોઈ ટિપ્પણી હજી સુધી કરવામાં આવી નથી.

બ્રિટનમાં કોરોનાની સ્થિતિ

ઉલ્લેખનીય છે કે, બ્રિટનમાં કોરોનાથી જીવ ગુમાવનારાઓની સંખ્યા 1.27 લાખ પર પહોંચી ચુકી છે. જોકે મોતનો આંકડો ઘટી રહયો છે. જેની પાછળ લોકડાઉન અને વેક્સિનેશનને મોટી ભૂમિકા ભજવી છે. આમ છતા કોરોનાના કેસમાં તાજેતરમાં ઉછાળો જોવા મળ્યા હોવાથી સરકાર ચિંતામાં છે અને હવે બ્રિટનમાં લોકડાઉન લંબાવવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે.

Read Also

Related posts

સામૂહિક પિતૃતર્પણ / કોરોનાકાળમાં વિધવા સ્ત્રીઓને જીવન જીવવાનો કેડો બતાવ્યો, 51 મહિલાઓ થશે પગભર

Dhruv Brahmbhatt

પાર્ટનર સાથેના સબંધમાં આ વાતોની ના કરો અવગણના, નહીંતર કમજોર થઇ શકે છે તમારી રિલેશનશિપ

Damini Patel

UIDAI Update News: બાલ આધાર કાર્ડ બનાવવા માટે નિયમોમાં થયો ફેરફાર, જાણો કેવી રીતે કરવી અરજી?

Tryambak Chattopadhyay
Do NOT follow this link or you will be banned from the site!