GSTV

ત્રીજી લહેરના ભણકારા / તમારી બેદરકારી દેશને પડી શકે છે ભારે, 13 રાજ્યોમાં વધી રહ્યા છે કેસ

Last Updated on July 22, 2021 by Pritesh Mehta

વિશ્વના કેટલાક દેશોમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઈ ચુકી છે. ભારતમાં દૈનિક 40 હજારની આસપાસ કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. આમ દેશમાં કોરોનાના કેસની ગતિ સ્થિર છે. પરંતુ 13 રાજ્યોમાં વધતા કોરોના કેસના આંકડા ત્રીજી લહેરની શરૂઆત થવાની આશંકા દર્શાવવા પૂરતા છે. અને નજીવી લાપરવાહી ભારે પડી શકે છે.

ત્રીજી લહેર

૧૩ રાજ્યોમાં વધતા કેસ છે અંદેશો

સરકાર કોરોનાની ત્રીજી લહેરની ચેતવણીને લઈને તૈયારી કરી રહી છે. પરંતુ દેશના 13 રાજ્યોમાં વધતા કોરોના કેસ ક્યાંકને ક્યાંક કોરોનાની ત્રીજી લહેરની આશંકા માટે ચિંતા જનક છે. કેરળ, આંધ્રપ્રદેશ, ઓડિશા, ઉત્તરાખંડ ઉપરાતં ઉત્તર પૂર્વના તમામ આઠ રાજ્યોમાં કોરોનાના દૈનિક કેસ વધી રહ્યા છે. તો બીજીતરફ દેશમાં દૈનિક કોરોના કેસ 40 હજારની આસપાસ જોવા મળી રહ્યા છે.

corona third wave

ગતલહેર જેટલી ઘાતક નહી હોય ત્રીજી લહેર!

દેશમાં 40 કરોડથી વધુ લોકોનુ રસીકરણ થયુ છે. જોકે મોટા પ્રમાણમાં રસીકરણ છતા બ્રિટન ,રશિયા સહિતના દેશોમાં કોરોના સંક્રમણ વધ્યુ છે. જેને ભારતની ચિંતા વધારી છે. જોકે નિષ્ણાંતોના મતે મોટા પ્રમાણમાં એન્ટીબોડી મળવી તે બાબતો સંકેત છે કે, કોરોનાની ત્રીજી લહેર ગત લહેર જેટલી ભયાનક નહી હોય.

નજીવી લાપરવાહી પડી કે છે ભારે

સીરો સર્વેના રિપોર્ટ મુજબ અત્યારે 40 કરોડથી વધુ લોકો એવા છે જેઓ કોરોના સંક્રમણથી બચ્યા છે . અને રસીપણ લીધી નથી. બીજીતરફ દેશમાં કોરોનાના કેસ ઘટતા હિલ સ્ટેશન પર મોટી સંખ્યામાં લોકો ફરવા ઉમટી પડ્યા. અને તે સમયે કોવિડ-19ના નિયમોનુ પણ સરેઆમ ભંગ થતુ જોવા મળ્યુ. જેના પર વડાપ્રધાન પણ ચિંતા વ્યક્ત કરી ચુક્યા છે. ત્યારે મોટી સંખ્યામાં લોકોની ભીડ, માસ્ક ન પહેરવા જેવી બેદરકારી ભારે પડી શકે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

શું હકીકતમાં એલિયન્સનું અસ્તિત્વ છે?, અમેરિકાની એક લેબે આકાશની કેટલીક તસવીરો ખેંચી તો….

pratik shah

BREAKING/ 50 લાખ લોકો આ શહેરમાં ઘરોમાં થયા લોક, ડેલ્ટા વેરિએન્ટે આતંક મચાવતાં એક મહિનો વધ્યું લોકડાઉન

pratik shah

WhatsApp પર આવ્યુ છે નવુ ફિચર: હવે નવો મેસેજ આવવા પર પણ નહીં દેખાય archived chats, જાણો કેવી રીતે કરશે કામ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!