GSTV

ભવિષ્યવાણી / દેશમાં ચાલુ મહિને ત્રાટકી શકે છે કોરોનાની ત્રીજી લહેર, નિષ્ણાતોએ આ અંગે આપી મોટી ચેતવણી

Last Updated on August 2, 2021 by Zainul Ansari

દેશમાં ફરી એકવાર કોરોનાના કેસની સંખ્યા 40 હજારને પાર નોંધાઈ રહી છે. ત્યારે નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે જે રીતે કોરોનાના કેસના આંકડા વધી રહ્યા છે તે જોતા ચાલુ મહિને જ ત્રીજી લહેર ત્રાટકી શકે છે. આ સાથે જ જો ત્રીજી લહેર ત્રાટકશે તો ઓક્ટોબર મહિના સુધીમાં કોરોનાના કેસના આંકડા તેના પીક પર પહોંચવાની સંભાવના છે.

કોરોના

કોરોનાની ત્રીજી લહેર ક્યારે આવશે? સંક્રમણની બીજી લહેર બાદ સૌના મનમાં બસ આ જ પ્રશ્ન છે. આ વચ્ચે નવી ભવિષ્યવાણી સામે આવી છે. જેમા દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં કોરોનાની ત્રીજી લહેર આ મહિને એટલે કે ઓગસ્ટમાં જ આવી શકે છે. કોરોનાને લઈને આ નવી ભવિષ્યવાણી સંશોધનકારોએ ગણિતના મોડલના આધાર પર કરી છે. જેમાં આઈઆઈટી હૈદરાબાદ અને કાનપુરના મધુકુમલ્લી વિદ્યાસાગર તથા મનિંદ્ર અગ્રવાલ સામેલ હતા. કોરોનાની બીજી લહેરને લઈને તેમની ગણતરીઓ સાચી પડી હતી.

આ રિસર્ચ ટીમે કહ્યું છે કે કોરોના વાઇરસના કેસોમાં વધારો થવાની સાથે ત્રીજી લહેર આગળ વધશે. કેરળ અને મહારાષ્ટ્ર જેવાં રાજ્યોમાં કેસોમાં વધારો થવાની સાથે સ્થિતિમાં વધુ વણસશે. કોરોના વાઇરસની સંભવિત ત્રીજી લહેર ઓક્ટોબર અને નવેમ્બરમાં તેના પીક પર હશે. કોરોનાને ઘાતક બનતો રોકવા માટે વેક્સિનેશનની સ્પીડને વધારવી પડશે.

અત્યારે કેરળ સહિત 10 રાજ્યોમાં કોરોના વાયરસના ડરાવનારા આંકડાઓ સામે આવી રહ્યા છે. જો આપણે છેલ્લા એક સપ્તાહના આંકડા જોઈએ તો આ રાજ્યોમાં કોરોનાના કેસમાં અચાનક વધારો થયો છે. કોરોનાની સ્થિતિને જોતા તાજેતરમાં જ કેન્દ્ર સરકારે કેરળમાં તબીબી નિષ્ણાતોની ટીમ પણ મોકલી હતી. આ ટીમે કેરળ પહોંચીને પરિસ્થિતિની સમિક્ષા કરી વધતા પોઝિટીવ કેસને મોટો પડકાર ગણાવ્યો હતો. આ પહેલાં મે મહિનામાં બીજી લહેર પીક પર હતી, જેમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા હતા અને કેટલીક હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત અને બેડની પણ અછત સર્જાઈ હતી.

Read Also

Related posts

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta

E-Auction / જો તમે પણ છો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચાહક અને ખરીદવા ઈચ્છો છો તેમના સાથે જોડાયેલી વસ્તુઓ તો બનો આ E-Auctionનો ભાગ…

Zainul Ansari

‘ભવિષ્યના સાથી’, સીએમ ઉદ્ધવ ઠાકરેના નિવેદનથી ભાજપ-શિવસેના વચ્ચે જોડાણની અટકળો થઇ તેજ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!