GSTV
Gujarat Government Advertisement

તમારા બાળકોને સાચવજો નહીં તો ત્રીજી લહેર બની શકે છે ખતરો : ડોક્ટરોએ આપી ચેતવણી, જાણો શું કાળજી રાખશો

Last Updated on May 7, 2021 by Karan

કોરોનાની બીજી લહેરથી સમગ્ર દેશ હજુ તેમાંથી બહાર નથી આવ્યો ત્યાં તો લોકોમાં હવે કોરોનાની ત્રીજી લહેરે ભય ફેલાવી દીધો છે. ખાસ કરીને એ બાબતે તો લોકોમાં સૌથી વધારે ભય ફેલાયો છે કે, કદાચ હવે કોરોનાની ત્રીજી લહેરના શિકાર બાળકો બની શકે છે. એટલે સુધી કે, કેટલાંક રાજ્યોએ તો બાળકો માટેની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. એવામાં માતા પિતા એટલે કે બાળકોના વાલીઓ પૂછી રહ્યાં છે કે, શું અમે અમારા બાળકોની પહેલેથી જ ઇમ્યુન સિસ્ટમ ઠીક રાખી શકીએ છીએ, જેનાથી તેઓને વાયરસનું જોખમ ઓછું રહે. તો અહીં જાણીશું કે આખરે શું કહે છે નિષ્ણાંતો….

કોરોના

મહારાષ્ટ્રમાં દરરોજના 300થી 500 બાળકો થઇ રહ્યાં છે કોરોના સંક્રમિત

માત્ર મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય વિભાગે જાણકારી આપી છે કે, રાજ્યમાં અત્યાર સુધીમાં 0થી 10 વર્ષના એક લાખ 45 હજાર 930 બાળકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. અહીં દરરોજ 300થી 500 બાળકો કોરોના સંક્રમિત થઇ રહ્યાં છે. જ્યારે મહારાષ્ટ્રમાં 11થી 20 વર્ષના 3 લાખ 29 હજાર 709 બાળકો અને યુવાઓ કોરોનાના શિકાર થયા છે. એવામાં બાળકો માટે વાલીઓની ચિંતા ખૂબ જ વધી ગઇ છે.

ગોરખપુરના પૂર્વાંચલ મલ્ટી સ્પેશિયાલિટી એન્ડ ક્રિટિકલ કેર હોસ્પિટલના નવજાત શિશુ અને બાળ રોગ તજજ્ઞ ડૉ. પ્રમોદ નાયક જણાવે છે કે, જે રીતે કોરોનાની પ્રથમ લહેરમાં સૌથી વધારે શિકાર વૃદ્ધ અને એવાં લોકો થયાં કે જે પહેલેથી જ બીમારીઓ સામે ઝઝૂમી રહ્યાં હતાં, ત્યાર બાદ બીજી લહેરમાં યુવા વધારે શિકાર થયાં છે, એવામાં ત્રીજી લહેરના વિશે વાયરોલોજિસ્ટ અને તજજ્ઞોનું પ્રેડિક્શન છે કે જેમાં બાળકો વધારે શિકાર થઇ શકે છે.

કોરોના

ડૉ. પ્રમોદે જણાવ્યું કે, હવે જ્યારે વર્તમાન પ્રોટોકોલમાં બાળકોને વેક્સિનેશનમાં પણ નથી લાવવામાં આવેલ અને ન તો તેમની માટે ખાસ દવાઓ પણ ઇજાદ કરવામાં આવી તો સૌથી જરૂરી તેઓને બચાવવાની જ છે. આ સાથે જ આપણે તેઓની ઇમ્યુનિટીને વધારે બુસ્ટ અપ કરી શકીએ છીએ. એ માટે છ મહીનાથી ઉપરની ઉંમરના બાળકોને થોડોક સપ્લીમેન્ટનો કોર્સ કરાવી શકો છો.

બાળકોને આપી શકો છો આ સપ્લીમેન્ટ

ડૉક્ટરના જણાવ્યાં અનુસાર, બાળકોને તમે નક્કી સીમા માટે સપ્લીમેન્ટ આપી શકો છો, તેમાં 15 દિવસ માટે જિંક, એક મહીનાનું મલ્ટી વિટામિન અને એક જ મહીનાનું કેલ્શિયમનો કોર્સ પણ કરાવી શકો છો. આ તમામ ચીજો ઇમ્યુનિટીને બુસ્ટ અપ પણ કરે છે પરંતુ વિટામિનના પ્રાકૃતિક શ્રોતો પર પણ ડિપેન્ડ રહે.

આ સિવાય તમે બાળકોને દરેક હાલતમાં કોરોના પ્રોટોકોલ ફોલો કરાવો. ઘરમાં કોઇને લક્ષણો છે અથવા તો નથી પરંતુ તેમ છતાં બાળકોએ થોડું સોશિયલ ડિસ્ટન્સિંગ બનાવીને રાખવાનું જ રાખવાનું છે. આ સિવાય બાળકોને શરદી અથવા તો પેટની સમસ્યાઓથી બચવાનું છે, કારણ કે, તેનાથી તેઓની ઇમ્યુનિટી લૉસ થઇ જાય છે. એટલાં માટે બાળકોને વધારે ઠંડુ પાણી અથવા તો તૈલીય ભોજનથી બચાઓ. એ સિવાય તેઓને દાળ, લીલી શાકભાજી તેમજ તાજા ફળ ખવડાઓ પરંતુ વિટામિનના પ્રાકૃતિક શ્રોતો પર પણ ડિપેન્ડ રહો.

શિશુ બાળ ચિકિત્સકોએ સલાહ આપી છે કે, બાળકોમાં હળવા લક્ષણોને બિલકુલ અવગણશો નહીં. જો બાળકોમાં ઝાડાં, શરદી, ખાંસી અથવા શ્વાસની તકલીફ અને થાક જેવાં લક્ષણો દેખાય તો તુરંત સાવચેત રહો અને તુરંત જ તબીબની સલાહ લેશો. બાળકોએ પણ કોરોના ટેસ્ટ કરાવવો જોઈએ. આ સિવાય તબીબી સલાહ વિના બાળકને એન્ટિ-વાયરલ દવાઓ, સ્ટીરોઇડ્સ, એન્ટિબાયોટિક્સ વગેરે આપવાનું નુકસાનકારક હોઈ શકે છે.

ફોલો કરો આ ટિપ્સ

  • બહારથી આવનારા લોકોના સંપર્કમાં બાળકોને ન લાવો
  • બાળકોને કોઈ પણ ફંક્શન અથવા તો માર્કેટ લઇને ન જાઓ.
  • જો ઘરમાં કોઇ બીમાર છે, તો બાળકને N95 માસ્ક પહેરાવીને રાખો. તેને એક જ રૂમમાં રાખો.
  • બાળકોને આ વાતાવરણમાં અન્ય બાળકો સાથે રમવાની મંજૂરી ન આપો, તેમને સમજાવો.
  • બાળકોનું મનોબળ ઊંચું રાખો, તેમને કોરોના વિશેની ભયાનકતા ન કહો, પરંતુ તેમની સાથે ફક્ત વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જ વાત કરો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ: રાજ્યના અનેક વિસ્તારમાં ખાબક્યો સાર્વત્રિક વરસાદ, હજૂ બે દિવસ છે હવામાન વિભાગની આગાહી

Pravin Makwana

તાનાશાહી/ 5 ભાઈબહેન ધરાવતા ભાજપના સીએમે કહ્યું કે બેથી વધુ બાળકો ધરાવનારને સરકારી યોજનાઓનાં નહીં મળે લાભ

Vishvesh Dave

અલવિદા: ભારતના મહાન એથલીટ મિલ્ખા સિંહ પંચમહાભૂતમાં વિલિન થયા, સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!