GSTV

સાચવીને રહેજો / ત્રીજી લહેરમાં કોરોના માત્ર ફેફસાં જ નહીં પરંતુ આ અંગોને પણ પહોંચાડશે નુકસાન, દેખાશે કંઇક આવાં લક્ષણો

Last Updated on July 15, 2021 by Dhruv Brahmbhatt

રાજ્યભરમાં થર્ડવેવ માટે તૈયારીઓ થઈ રહી છે, રાજકોટમાં તો બાળકો માટે આશરે ૧૦૦૦ બેડની વ્યવસ્થા કરાઈ રહી છે અને આ તૈયારીમાં મુખ્યત્વે ઓક્સીજન સપ્લાય, બેડ વગેરે પર ભાર મુકાઈ રહ્યો છે પરંતુ, કોરોનાની ૧૬ મહિનાથી સારવાર કરતા રાજકોટના તબીબોએ જણાવ્યું કે કોરોના હવે માત્ર ફેફસાંમાં ઈન્ફેક્શન કરનાર રેસ્પેરેટરી સીસ્ટમ પૂરતો રોગ નથી રહ્યો તે પૂરવાર થઈ ચૂક્યું છે, આ રોગ શરીરના અન્ય અંગો પર ઘાતક અસર કરે છે અને ત્રીજી લહરમાં તેનું જોખમ વધારે છે.

corona third wave

જે નવો વેરિયેન્ટ આવે તે માનવત્વચા પર પણ માઠી અસર કરે તેવી શક્યતા

રાજકોટ આઈ.એમ.એ.ના પ્રમુખ ડો.પ્રફુલ કમાણીએ જણાવ્યું કે ગત એપ્રિલ-મે માસમાં આવેલા કોરોનાના નવા રૂપમાં પેન્ક્રીઆસ અને લીવર પર ઘાતક અસર થઈ છે. પેન્ક્રીઆસ બગડતા કોરોનાને કારણે ડાયાબીટીસ થઈ જવાના અસંખ્ય કેસો નોંધાયા છે. ઉપરાંત લીવર પણ બગડયા છે અને હવે જે નવો વેરિયેન્ટ આવે તે માનવત્વચા પર પણ માઠી અસર કરે તેવી શક્યતા છે.

‘કોરોના મ્યુકોર માઈકોસીસ માટે મુખ્ય જવાબદાર છે અને રાજકોટમાં તેના ૧૫૦૦થી વધુ કેસો નોંધાઈ ચૂક્યા છે જેમાં અનેક લોકોની આંખ કાઢવી પડી છે અને હાલ કોરોના ઘટતા આ મહામારી ઘટી છે તેથી આ ભયાનક બિમારી માટે કોરોના જ મુખ્ય જવાબદાર છે’ તેમ ઈ.એન.ટી.સર્જન ડો.ભરત કાકડીયા જણાવે છે. તેમણે ઉમેર્યું કે કોરોનાના કારણે અનેક દર્દીઓ એવા આવતા કે તેઓને અચાનક મોંમાં અને ગળામાં ચાંદા  પડી ગયા હતા. કોરોનાની આ પણ એક અસર જણાઈ છે.

ન્યુરો સર્જન ડો.હેમાંગ વસાવડાએ જણાવ્યું કે કોરોનાની મગજ પર ઘાતક અસર થઈ શકે છે તે સ્પષ્ટ થઈ ગયું છે. કોરોના પીક પર હતો ત્યારે શહેરમાં મગજની નસો ગંઠાઈ જવી, સ્ટ્રોક જેવા કેસો ખાસ્સા વધી ગયા હતા અને હાલ કોરોના સાથે આવા કેસોમાં પણ ઘટાડો છે. 

વાળ અને નખ સિવાય કોરોના શરીરના તમામ અંગ પર અસર કરી શકે છે

રાજકોટ જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મિતેષ ભંડેરી તો ત્યાં સુધી કહે છે કે અમને ફીડબેગ મળ્યા તે મુજબ વાળ અને નખ સિવાય કોરોના શરીરના તમામ અંગ પર અસર કરી શકે છે. તો આ પહેલા બાળરોગ નિષ્ણાંત તબીબો જણાવી ચૂક્યા છે કે કોરોનાના કારણે બાળકોમાં મલ્ટીસીસ્ટમ ઈન્ફ્લેમેટરી સિન્ડ્રોમ ઈન ચિલ્ડ્રન એટલે કે એમ.આઈ.એસ.-સી ના અનેક કેસો રાજકોટમાં ગત પીક સમય વખતે નોંધાઈ ચૂક્યા છે. બાળકોને કોરોના થયા પછી જે એન્ટીબોડી વધુ માત્રામાં બને તે કારણે આ ગંભીર રોગ થવાનું જોખમ છે.

કોરોના

આ અન્વયે તબીબો ભારપૂર્વક જણાવી રહ્યા છે કે ત્રીજી લહરની તૈયારી માટે માત્ર ઓક્સીજન માસ્ક,વેન્ટીલેટરની તૈયારી પર્યાપ્ત નહીં રહે પરંતુ, બાળકો માટે વિશેષ તૈયારી સાથે મોટી ઉંમરના લોકોને ઉપરોક્ત કોરોનાની સાઈડ ઈફેક્ટ માટે એવી તૈયારી કરવી પડશેે કે આ રોગને અટકાવી શકાય અથવા તો તુરંત નિદાન થઈ શકે. 

ઉલ્લેખનીય છે કે રાજકોટમાં કોરોનાથી જેટલા મોત થયા છે તેના કરતા દસ ગણા કરતા વધુ મોત કોરોનાની અસરોને લીધે થયા છે અને હવે આ ભયાવહ દ્રશ્યો ફરી ન સર્જાય તે માટે તબીબી તૈયારી સાથે લોકોએ પણ ઈમ્યુનિટી વધારવા સહિતની તૈયારી જરૂરી છે.

થર્ડ વેવ આવવાની શક્યતા શા માટે છે?

રાજકોટના તબીબો થર્ડ વેવ આવવાની અને કેટલાકના મતે ઓગષ્ટમાં આવવાની શક્યતા દર્શાવી છે જે માટે અપાયેલા કારણોમાં

(૧) છૂટછાટનો મહત્તમ ઉપયોગ કરી ભીડ ભેગી થઈ રહી છે.  (૨) ભીડમાં જનારા બધા એન્ટીબોડીથી વેક્સીનેશનથી સુરક્ષિત નથી.  (૩) બાળકો,કિશોરો,તરૂણો તમામ વેક્સીનમાં બાકી છે.  (૪) અન્ય દેશોમાં કેસો હાલ વધી રહ્યા છે અને વિદેશથી આવાગમનથી કેસો ફરી વધી શકે. (૫) કોરોના બહુરૂપિયો છે અને વધુ સંક્રામક ડેલ્ટા,લેમડા જેવા નવા વેરિયેન્ટ સક્રિય થયા છે.  (૬) નવા વેરિયેન્ટ પર કોવિશિલ્ડ,કોવેક્સીન કેટલી અસરકારક તેમાં હજુ જો અને તો સ્થિતિ છે.  (૬)રાજ્યમાં અર્ધી વસ્તી વેક્સીનમાં બાકી છે. અંદાજે 35 ટકા વસ્તીમાં કોરોના સામે લડે તેવું પ્રતિદ્રવ્ય જ નહીં હોવાનો સંભવ છે.  (૭)ચોમાસામાં વાયરલ ઈન્ફેક્શનનું પ્રમાણ સામાન્યત: વધુ હોય છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

ક્વાડ પર અકળાયું ચીન, કહ્યું: સમયની વિરુદ્ધમાં છે આવા સમૂહોનું ગઠન, તેમને નહિ મળે સમર્થન

Pritesh Mehta

સુરતમાં હિટ એન્ડ રન / અજાણ્યા વાહન ચાલકે શ્રમિકને લીધો અડફેટે, મોતના આક્રંદથી ગમગીની

Pritesh Mehta

વ્હાઈટ હાઉસમાં પ્રેસિડેન્ટ બાયડેન સાથે પીએમ મોદીની મુલાકાત, ભારત-US માટે આ દશક મહત્વનું

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!