GSTV

કોરોનાના ભયના કારણે ગુજરાતના પ્રવાસન સ્થળે શરૂ કરાયું થર્મલ ચેકીંગ

કોરોના

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતી કાલે હોળીને કારણે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવાના છે અને બીજી તરફ વિશ્વમાં કોરોના (corona) વાઈરસનો ભય પણ ફેલાયેલો છે. જેથી સ્ટેચ્યું ઓફ યુનિટી ખાતે આજથી નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોના (corona) વાયરસનું થર્મલ ચેકીંગ આજથી શરૂ કરવામાં આવ્યું છે. પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે જેથી આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. અત્યાર સુધીમાં 20 જેટલા પ્રવાસીઓનું ટેન્પ્રેચર 100 કરતા વધું આવતા તેમને નોર્મલ ચેકીંગ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીના મેડિકલ સેન્ટર ખાતે સારવાર માટે મોકલી આપવામાં આવ્યા છે. પરંતુ કોરોના (corona) વાઈરસનો કોઈ પણ પોઝિટિવ કેસ હાલ સુધી નોંધાયો નથી. ઉલ્લેખનિય છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતા પ્રવાસીઓ પણ તંત્રની કામગીરી વખાણી રહ્યા છે.

કોરોનાનો કેર

  • સ્ટેચ્યુ ઓફ યુનિટિ ખાતે થર્મલ ચેકિંગ
  • દેશ-વિદેશથી આવતાં પ્રવાસીઓને ભયમુક્ત રાખવાનો પ્રયાસ

દેશ વિદેશમાં હાલ કોરોના વાયરસનો (corona) ભય જોવા મળી રહ્યો છે. ત્યારે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા ખાતે નર્મદા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા થર્મલ ચેકિંગ શરૂ કરાયું છે. હોળીના તહેવારને ધ્યાનમાં રાખીને સ્ટેચ્યુ ઓફ યુનિટિ ખાતે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ શકે છે જેને ધ્યાનમાં રાખીને આ ચેકિંગનો પ્રારંભ કરાયો છે. રવિવારથી શરૂ કરાયેલાં થર્મલ ચેકિંગમાં 20 જેટલાં પ્રવાસીઓના ટેમ્પ્રેચર 100થી વધુ આવતા તેમને નોર્મલ ચેકિંગ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટિના મેડિકલ સેન્ટર ખાતે સારવાર માટે મોકલવામાં આવ્યા હતા. જો કે રાહતની વાત એ છે કે ચેકિંગ દરમિયાન હજુ સુધી એક પણ પ્રવાસીનો કોરોનાને લઈને પોઝિટિવ રિપોર્ટ આવ્યો નથી.

બે થર્મલ સ્કેનિંગ મશીન મૂકવામાં આવ્યાં

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કોરોના વાયરસને લઈને શરૂ કરવામા આવેલા ચેકીંગમાં બે થર્મલ સ્કેનિંગ મશીન મૂકવામાં આવ્યાં છે. ત્યારે અહીં આવતા પ્રવાસીઓ પણ કોરોના વાયરસ સામે લડત આપવા તંત્ર દ્વારા શરૂ કરાયેલાં ચેકિંગને સારો આવકાર આપી રહ્યાં છે. ભારત સહિત વિશ્વના 100થી વધુ દેશોમાં કોરોનાનો કેર જોવા મળી રહ્યો છે. જો કે સારી વાત એ છે કે ગુજરાતમાં કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. ત્યારે હોળી-ધુળેટીની રજાઓ અંતર્ગત 1 લાખથી વધુ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટિની મુલાકાતે આવે તેવી શક્યતાઓ છે. ત્યારે કોરોનાના સંકટને પહોંચી વળવા તંત્ર દ્વારા સારી વ્યવસ્થા કરાઈ છે જેને અહીં આવતા પ્રવાસીઓ પણ વખાણ કરી રહ્યાં છે.

READ ALSO

Related posts

ગુજરાતમાં છ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને આવ્યા મોટા સમાચાર, આ તારીખે યોજાઈ શકે છે ચૂંટણી

Nilesh Jethva

વિમાનમાં મુસાફરી કરનારા માટે અગત્યની સૂચના/ ઘરેલૂ ફ્લાઈટમાં ચેક ઈન બેગેઝની મર્યાદા હટી, આવી ગઈ છે નવી એડવાઈઝરી

Pravin Makwana

પપૈયાના બીજ છે ચમત્કારી, આ બિમારીઓ માટે છે રામબાણ ઈલાજ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!