GSTV

જાહેરાત / રૂપાણી સરકારનો વધુ એક મહત્વનો નિર્ણય, હવે કોરોનામાં માતા કે પિતા ગુમાવનાર બાળકને પણ મળશે આટલી સહાય

કોરોના

Last Updated on July 27, 2021 by Dhruv Brahmbhatt

ગુજરાત સરકારે કોરોનાકાળમાં જે બાળકોને મા-બાપમાંથી કોઇ એકનું મોત થઇ ગયું હોય તેને ધ્યાને રાખી મહત્વનો નિર્ણય કર્યો છે. રૂપાણી સરકારે માતા-પિતા બેમાંથી એકને ગુમાવનારા 18 વર્ષથી નીચેની વયના બાળકોને મહીને રૂ. 2 હજારની સહાય આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.

યોજના

મુખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળ આ લાભ આપવાની રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી છે. રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગે આ અંગે ઠરાવ બહાર પાડ્યો છે.

અગાઉ મા-બાપ બંનેને ગુમાવનાર બાળકને દર મહીને રૂપિયા 4 હજારની સહાય આપવાની જાહેરાત કરી હતી

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે અગાઉ કોરોનામાં મા-બાપ બંનેને ગુમાવનારા બાળકોને દર મહીને રૂપિયા 4 હજારની સહાય આપવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ એક વાલી ગુમાવનારા બાળકને કોઇ સહાય આપવાની જાહેરાત ન થતાં આ અંગે પણ રાજ્ય સરકારને અનેક વખત રજૂઆતો કરાઇ હતી. આથી રૂપાણી સરકારે આ બાબતને ધ્યાને રાખી મહત્વનો નિર્ણય કર્યો છે.

કોરોના

મહત્વનું છે કે, રાજ્યમાં તારીખ 30 જૂનની સ્થિતિએ કોરોનામાં 794 બાળકો અનાથ થયાં છે અને 3106 બાળકોએ એક વાલી ગુમાવ્યાં છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગે સોમવારના રોજ ગઇ કાલે બહાર પાડેલા ઠરાવમાં એક વાલી ગુમાવનારા બાળકને ક્યાં સુધી સહાય અપાશે તેનો કોઇ જ ઉલ્લેખ કર્યો નથી. પરંતુ એવો ખ્યાલ જરૂરથી આવે કે, અગાઉ અનાથ બનેલા બાળકોને 21 વર્ષ સુધી દર મહીને સહાય આપવાની જાહેરાત કરાઇ હતી ત્યારે એક વાલી ગુમાવનાર બાળકને પણ કદાચ એ જ રીતે સહાય અપાશે. આ સહાય બાળકોના બેંક એકાઉન્ટ ખોલાવીને જમા કરાશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

ડ્રગ્સ મામલે મોટા ખુલાસા/ નશાનો વેપાર કરવા માટે અપનાવતા હતા આ તરીકે, 8 લોકોની ધરપકડ

Pritesh Mehta

વર્ચસ્વની લડાઈ / આ બિઝનેસમાં મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી સામ-સામે, અદાણીએ 1.5 લાખ કરોડનું કરશે રોકાણ

Zainul Ansari

ભાલ પંથકમાં ભારે તબાહી / નદીઓ બની ગાંડીતૂર તો ગામોમાં જવાના રસ્તા થયા બંધ, રાહતની માંગ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!