GSTV

કોરોના ટેસ્ટિંગમાં ઘાલમેલઃ સરકારી રિપોર્ટમાં નેગેટીવ તો પ્રાઈવેટ લેબમાં પોઝીટીવ, ક્યો રિપોર્ટ સાચો ને ક્યા આધારે કરાવવી સારવાર?

હેડિંગ વાંચીને જ તમે હેરાન રહી જશો. હકિકતે હાલમાં રાજ્યમાં વધતી જતી કોરોના મહામારીને પગલે લોકોને કોઈ મુશ્કેલી પડે તો તાત્કાલિક કોરોનાનો રિપોર્ટ કરાવી રહ્યા છે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા પણ વિવિધ વિસ્તારોમાં સામે ચાલીને કોરોનાના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે. આવા સમયમાં અમદાવાદમાં બનેલી ઘટના ખરેખર વિસ્મય પમાડે તેવી છે. ગુજરાતમાં કોરોનાના વધતા કેસો વચ્ચે ટેસ્ટિંગમાં થતી ઘાલમેલ કહો કે પછી મેલી મુરાદ કે પછી અણઆવડત જે કહો તે સામે આવી રહ્યું છે. હાલમાં લોકો અસમંજસમાં પડી ગયા છે કે કોરોના ટેસ્ટિંગમાં ક્યા રિપોર્ટને સાચો માનવો. રાજ્યની ખાનગી લેબમાં કરાવેલા રિપોર્ટને સાચો ગણવો કે પછી સરકારી રિપોર્ટને સાચો માનવો.

સરકારી રિપોર્ટને સાચો માનવામાં આવે તો ખાનગી લેબોમાં આડેધડ રિપોર્ટોનું કૌભાંડ

જો સરકારી રિપોર્ટને સાચો માનવામાં આવે તો ખાનગી લેબોના આડેધડ રિપોર્ટોનું કૌભાંડ ગણી શકાય. પ્રાઈવેટ લેબો દ્વારા કોરોના ટેસ્ટિંગના નામે પૈસાની લૂંટ ચલાવી રહ્યાના ખેલથી હવે લોકોમાં પણ અવિશ્વાસનો માહોલ પેદા થયો છે. આ કોઈ વાર્તા કે મનઘડંત વાતો નથી પરંતુ અમદાવાદના ઘોડાસરના એક વ્યક્તિ સાથે થયેલી કોરોના રિપોર્ટમાં ભોપાળું સામે આવ્યું છે. ઘોડાસરમાં રહેતા એક મહિલાને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. જેથી તેમના પરિવારના સભ્યો તેમને ખાનગી લેબમાં ટેસ્ટ કરાવવા લઈ ગયા. જ્યાં તેમનો કોરોના રિપોર્ટ પોઝીટીવ જણાવ્યો હતો.

પરિવારના સભ્યો મુશ્કેલીમાં, ક્યા રિપોર્ટને આધારે ક્યાં કરાવવી સારવાર

પરિવારના સભ્યો ગભરાઈ ગયા અને તેઓએ ઘર નજીક આવેલા સરકારી ટેન્ટ સેન્ટરમાં રિપોર્ટ કરાવવા ગયા. શકુંતલાબેન નામની આ મહિલાએ કરાવેલો ટેસ્ટ નેગેટીવ આવ્યો. ત્યાર પછી ઘરના સભ્યોના કહેવાથી વધુ એક સરકારી સેન્ટરમાં કોરોના ટેસ્ટ કરાવ્યો તો તે રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો. આમાં શકુંતલા બેન સહિત પરિવારના સભ્યો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે ક્યા રિપોર્ટને આધારે ક્યાં સારવાર કરાવવી. શું તેમને કોરોના થયો છે કે નહીં. ?

ખાનગી લેબે બે ટેસ્ટિંગ માટે રૂપિયા 5 હજાર પડાવાયા

શકુંતલાબેનને શ્વાસની તકલીફ થતાં ખાનગી લેબમાં ફોન કરીને કોરોના ટેસ્ટ કરાવવા માટે જણાવ્યું હતું. જેઓ ઘરે આવી બે અલગ અલગ પ્રકારના ટેસ્ટ કરાવાયા હતા. આ બંને ટેસ્ટના રિપોર્ટ પેટે તેમની પાસેથી રૂપિયા 5 હજાર પણ પડાવ્યા હતા. જેનો આજે સવારે રિપોર્ટ આપ્યો. આ રિપોર્ટ મુજબ શકુંતલાબેનને કોરોના પોઝીટીવ હતો. તે પછી તેઓએ બે સરકારી ટેન્ટમાં કોરોના ટેસ્ટિંગ કરાવ્યું પરંતુ બંને જગ્યાએથી રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. જેથી પરિવાર પણ અવઢવમાં છે. તો લોકોમાં પણ શંકા કુશંકા પેદા થઈ છે કે ખાનગી લેબમાં કોરોના ટેસ્ટિંગના નામે રૂપિયા પડાવાય છે કે પછી સરકારી રિપોર્ટ આડેધડ આપી ખાલી ટેસ્ટિંગની સંખ્યા બતાવવામાં આવે છે.

READ ALSO

Related posts

ગુજરાત યુનિવર્સિટીએ જાહેર કરી નવી ગાઈડલાઈન : આ નિયમોનું પાલન કર્યું હશે તો જ મળશે એન્ટ્રી, જાણો કેવા છે નિયમો

Nilesh Jethva

લિયોનેલ મેસ્સીએ પોતાના ખાસ અંદાઝમાં આપી મહાન ખેલાડી ડિયેગો મારાડોનાને શ્રદ્ધાંજલિ

pratik shah

રૂપાણી સરકારની વધશે મુશ્કેલી : કોરોનાકાળમાં શિક્ષકોની આ માગ નહિં સતોષાય તો રાજ્યભરમાં ઉગ્ર આંદોલનની ચીમકી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!