GSTV

રાજ્યમાં કોરોનાના ટેસ્ટિંગનો આંક 10 લાખને પાર, આટલા મળ્યા પોઝિટીવ કેસો

રાજ્યમાં છેલ્લા મહિનામાં કોરોના ટેસ્ટિંગની સંખ્યા વધારવામાં આવી છે. રાજ્યમાં આજે વધુ 29600થી વધારે ટેસ્ટિંગ કરાતા અત્યાર સુધીમાં કુલ ટેસ્ટિંગની સંખ્યા 10 લાખને પાર થઈ ગઈ છે. રાજ્યમાં 14 જુલાઈ પછી 8 હજાર જેટલા ટેસ્ટિંગ થતા હતા. આજે વધીને 30 હજાર સુધી આંક પહોંચી ગયા છે. રાજ્યમાં કોરોના ટેસ્ટિંગની સંખ્યા વધ્યા પછી પોઝીટીવ કેસની સંખ્યા પણ 1000થી વધુ આવી રહી છે. રાજ્યમાં 26 જુલાઈ બાદ 20 હજારથી વધારે ટેસ્ટિંગ કરાયા છે. રાજ્યમાં 9 જુલાઈના રોજ 4.42 લાખ ટેસ્ટિંગ થયા હતા. આજે કોરોના ટેસ્ટિંગનો આંક 10 લાખને પાર થયો છે. અર્થાત છેલ્લા 1 મહિનામાં 5.50 લાખથી વધારે ટેસ્ટિંગ કરાયા છે.

1 મહિનામાં 5.50 લાખ ટેસ્ટિંગ વધ્યા સામે 32 હજાર નવા પોઝીટીવ કેસ

રાજ્યમાં 10 જુલાઈએ 40 હજાર જેટલા કેસ હતા જે આજે વધીને 72 હજાર થઈ ગયા છે. રાજ્યમાં છેલ્લા 1 મહિનામાં જ 32 હજાર જેટલા નવા પોઝીટીવ કેસ આવ્યા છે. રાજ્યમાં કોરોના સંક્રમણના કેસોમાં છેલ્લા 1 મહિનામાં 5.50 લાખથી વધારે ટેસ્ટિંગ થયા છે. રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત નવા નવા સ્પોટ ઉભરી રહ્યા છે. 1 મહિનામાં રાજ્યમાં 650થી વધુ લોકોના મોત પણ થયા છે. રાજ્યમાં કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. સાથે સાથે સાજા થનારાની સંખ્યામાં પણ મોટા પ્રમાણમાં વધારો થયો છે. રાજ્યમાં છેલ્લા 6 દિવસમાં 7 હજાર જેટલા લોકો સાજા થઈ ચૂક્યા છે.

ઓગસ્ટ મહિનામાં જ 10687 લોકોને કોરોના સ્પર્શી ગયો

રાજ્યમાં ઓગસ્ટ મહિનામાં જ 10687 લોકોને કોરોના સ્પર્શી ગયો છે. સામે 10 469 લોકો સાજા પણ થયા છે. જેમાં છેલ્લાં 6 દિવસમાં જ 7 હજારથી વધુલોકો સાજા થઈ ગયા છે. રાજ્યમાં આજે વધુ 1056 લોકો સંક્રમિત થયા છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોના સંક્રમણનો આંક 72 હજારને પાર થઈ ગયો છે. આજે 20 જુલાઈ બાદ આજે સૌથી ઓછા 20 લોકોના મોત થયા છે. રાજ્યમાં ઓગસ્ટ મહિનામાં કોરોના સંક્રમણથી 233 લોકોના મોત થયા છે. રાજ્યમાં સાજા થનારાની સંખ્યામાં વધારો થતાં હવે એક્ટિવ કેસની સંખ્યા પણ 14170 થઈ ગઈ છે. રાજ્યમાં રિકવરી રેટ 76 ટકાને પાર થઈ ગયો છે. રાજ્યમાં ટેસ્ટિંગની સંખ્યા વધારીને 30 હજાર જેટલે પહોંચી ગયા છે. રાજ્યમાં આજે 29604 લોકોના કોરોના ટેસ્ટિંગ કરાયા છે.

અમદાવાદમાં સંક્રમણનો આંક 28 હજારને પાર

રાજ્યમાં કોરોના સંકટ હવે અમદાવાદને બદલે સુરત અને વડોદરામાં વધી રહ્યું છે. રાજકોટ જિલ્લામાં પણ કોરોના સંક્રમણના નવા કેસો સતત વધી રહ્યા છે. અમદાવાદમાં 8 દિવસ બાદ કોરોના સંક્રમણનો આંક 150ની નીચે આવ્યો છે. અમદાવાદમાં 1 ઓગસ્ટના 146 લોકો સંક્રમિત થયા હતા. આજે 10 ઓગસ્ટે 144 લોકો સંક્રમિત થયા છે. અમદાવાદમાં આ સાથે સંક્રમણનો આંક 28 હજારને પાર થયો છે.

READ ALSO

Related posts

IPL 2020: હૈદરાબાદ પર ભારે પડ્યુ રોયલ ચેલેન્જર્સ બૈંગ્લોર, 10 રનથી મેળવી જીત

Pravin Makwana

અનલોક 5માં 500 લોકોને પ્રસંગમાં હાજર રહેવા છૂટ આપવાની માગ

Nilesh Jethva

સારા રસ્તા માટે અમદાવાદીઓએ હજુ જોવી પડશે નવરાત્રિ સુધી રાહ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!