GSTV
Gujarat Government Advertisement

RT-PCR Testમાં કેટલી હોવી જોઈએ CT Value? લેબમાં કેવી રીતે જાણ થાય છે વાયરસ અંગે, જાણો એક્સપર્ટ પાસે

વાયરસ

Last Updated on May 4, 2021 by Damini Patel

ભારતમાં સ્વાસ્થ્ય સંબંધિત ગાઇડલાઇન આઇસીએમઆર દ્વારા નિર્ધારિત થાય છે. જેમ મનુષ્યમાં ડીએનએ હોય છે, તેવી જ રીતે વાયરસમાં પણ RNA હોય છે. કોરોના વાયરસની ઓળખ આ આરએનએ દ્વારા કરવામાં આવે છે. સીટી વેલ્યુથી જ જાણ થાય છે કે ચેપગ્રસ્ત વ્યક્તિમાં વાયરસનો ભાર કેટલો છે. જેમનું સીટી મૂલ્ય હોય એમાં લોડ ઓછો, જયારે જેમનામાં ઓછું એમનામાં લોડ વધુ. ચાલો આપણે આ વિશે વિગતવાર ક્રિટિકલ કેર મેડિસિનના નિષ્ણાંત ડો.હિમાંશુ કુમાર પાસેથી જાણીએ..

શું હોય છે CT Value

CT Valueનું આખું નામ Cycle Threshold Value હોય છે. ખરેખર, RTPCR ટેસ્ટમાં રિયલ ટાઈમ પોલિમર ચેન રિએક્શન કરવામાં આવે છે. ડો. હિમાંશુ જણાવે છે કે કોઈપણ વાયરસને પોતાનું RNA હોય છે. RT-PCR ટેસ્ટ દ્વારા સમાન આરએનએ લેબોરેટરીમાં લેવામાં આવે છે. જે બતાવે છે કે આપણા શરીરમાં કયા વાયરસનો હુમલો થયો છે.

કેવી રીતે ખબર પડે છે સંક્રમિત બોડીમાં CT Valueની માત્રા

કોરોના

તેજ એનો લોડ એટલે વાયરસ કઈ બોડીને કેટલું સંક્રમિત કરે છે. એની જાણકારી મેળવવા માટે ઘણી સાઇકલમાં ટેસ્ટ કરી જોવાના આવે છે. જો સંક્રમિત બોડીમાં પાંચ સાઇકલમાં વાયરસ હોવાનું જણાયું છે તો તે વ્યક્તિ વધુ સંક્રમિત છે. જો વાયરસ શરીરમાં 30 સાઇકલમાં પ્રગટ થાય છે તો તેનો અર્થ છે કે સંબંધિત વ્યક્તિનું શરીર વાયરસથી ઓછું સંક્રમિત છે.

ડો. હિમાંશુ જણાવે છે કે ICMRની ગાઇડલાઇન મુજબ જો…

CT Value 35 પાસે હોય તો સંબંધિત વ્યક્તિને નેગેટિવ માનવામાં આવે છે
CT Value 35 નીચે હોય તો સંબંધિત વ્યક્તિને પોઝિટિવ માનવામાં આવે છે.

ડોકટર હિમાંશુ મુજબ 20થી ઓછી CT Value આવવા વાળા વ્યક્તિ વધુ સંક્રમિત હોય છે. અને વધુ સંક્રમણ ફેલાવવાની ક્ષમતા રાખે છે રાખે છે. જો કે એમનું કહેવું છે કે જયારે તમે પોઝિટિવ આવો છો તો એ જવું જરૂરી નથી કે તાત્કાલિત ઉપચાર કરવાની જરૂરત છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

પાંચ રાજ્યોમાં વાવાઝોડાની અસરનો ખતરો, ગુજરાત અને કેરળ માટે ઓરેન્જ અને રેડ એલર્ટ

pratik shah

સાવધાન! શું તમને પણ આવ્યો છે વેક્સિન રજીસ્ટ્રેશનનો આ મેસેજ? તો ભૂલીને પણ ક્લિક ન કરતા, થઇ શકે છે મોટું નુકશાન

Pritesh Mehta

તોફાનો/ ઇઝરાયેલ અને હમાસના ઘર્ષણમાં 103 લોકોનાં મોત, દેશની અંદર આર્મી તૈનાત કરી શકે છે ઈઝરાયેલ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!