GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

ગુજરાતમાં 100 કોરોના ટેસ્ટમાં 11માં જોવા મળ્યો ચેપ : સ્થિતિ ભયંકર ખરાબ બની, હવે છે સાવચેતીની જરૂર

ગુજરાતમાં કોરોનાના કેસના પ્રમાણમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કુલ 7828 ટેસ્ટ કરવામાં આવ્યા છે અને તેની સામે 861 કોરોના કેસ નોંધાયા છે. આમ, ગુજરાતમાં કોરોનાના પ્રત્યેક 100 ટેસ્ટમાંથી 11 વ્યક્તિને કોરોના સંક્રમણ આવ્યું હતું. ગુજરાતમાં જુલાઇ માસના પ્રારંભથી જ કોરોના ટેસ્ટની સંખ્યા અગાઉ કરતા આંશિક વધારવામાં આવી છે. જુલાઇના 9 દિવસમાં જ 68079 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આમ, જુલાઇમાં અત્યાર સુધી પ્રતિ દિવસે સરેરાશ 7564 ટેસ્ટ થઇ રહ્યા છે. જોકે, કુલ ટેસ્ટની સામે કેસનું પ્રમાણ 11% આવ્યું હોય તેવું પ્રથમવાર બન્યું છે. હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં પ્રતિ 10 લાખની વસતીએ સરેરાશ 6836 વ્યક્તિના ટેસ્ટ થયા છે.

વધુ કેસ ધરાવતા રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં ટેસ્ટ ઓછા

ગુજરાતમાં કુલ ટેસ્ટની સંખ્યા 4,41,692 છે. કોરોનાના વધુ કેસ ધરાવતા રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં ટેસ્ટનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. સૌથી વધુ કેસ ધરાવતા મહારાષ્ટ્રમાં 12.25 લાખ, તામિલનાડુમાં 14.91 લાખ, દિલ્હીમાં 7.01 લાખ ટેસ્ટ થયેલા છે. ગુજરાતમાં અત્યારસુધી અમદાવાદમાં 1.49 લાખ, સુરતમાં 54776, વડોદરામાં 24288 ટેસ્ટ થયા છે. આમ, ગુજરાતમાં કરાયેલા કુલ ટેસ્ટના 30%થી વધુ તો માત્ર અમદાવાદમાંથી છે.

રાજ્યમાં રેકોર્ડબ્રેક 861 નવા પોઝીટીવ સાથે 39 હજારને પાર, 2 હજાર લોકોના કોરોનાથી મોત

રાજ્યમાં કોરોના મહામારીના સતત નવા રેકોર્ડ બની રહ્યા છે. જુલાઈમાં કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોનાના આજે ગુજરાતના સૌથી હાઈએસ્ટ આંક આવ્યા છે. આજે 700ને છોડીને 800 પ્લસનો આંક આવ્યો છે. આજે રાજ્યમાં વધુ 861 લોકોના કોરોના સંક્રમણના નવા કેસો સામે આવ્યા છે. ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યા પણ 9528 થઈ ગઈ છે. રાજ્યમાં આજે વધુ 15 લોકોના મોત થતાં અત્યાર સુધીમાં રાજ્યમાં 2000થી વધુ લોકોના કોરોનાને કારણે મોત નીપજ્યા છે. મહામારીનો આંક પણ 39 હજારને પાર થયો છે. જુલાઈ અંત પહેલા રાજ્યમાં 50 હજારથી વધુ કેસો વધે તેવી સંભાવના છે.

રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં પ્રસરી રહ્યો છે કોરોના

રાજ્યમાં કોરોના મહામારીનો હાહાકાર થઈ રહ્યો છે. રાજ્યમાં અમદાવાદમાં કોરોના કાબુમાં આવી રહ્યો હોય તે સાથે અન્ય વિસ્તારોમાં છુટો થઈ ગયો એવું પણ થઈ રહ્યું છે. રાજ્યમાં કોરોના સંક્રમણના કેસો સતત વધી રહ્યા છે. સુરતમાં જે રીતે કોરોના મહામારીના કેસો વધવા સાથે વડોદરા, વલસાડ, ગાંધીનગર ભરૂચ, બનાસકાંઠા રાજકોટ ખેડા, મહેસાણા તેમજ નવસારીમાં વધુ પ્રમાણમાં કેસો આવ્યા છે. વડોદરામાં નવા 68 કેસ આવ્યા છે. અમદાવાદમાં 162 નવા પોઝીટીવ આવ્યા છે. આજે સૌથી વધુ સુરતમાં રેકોર્ડબ્રેક 307 નવા પોઝીટીવ કેસ આવ્યા છે. વલસાડમાં પણ નવા 28 પોઝીટીવ કેસ આવ્યા છે. ગાંધીનગરમાં પણ 24 નવા પોઝીટીવ આવ્યા છે.

READ ALSO

Related posts

શ્રેય હોસ્પિટલમાં અગ્નિકાંડ બાદ અમદાવાદ મનપા ફાયર સેફટી, ફાયર એનઓસીને લઇને લઈ શકે છે મોટો નિર્ણય

Nilesh Jethva

બનાસકાંઠામાં એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય, અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા આદેશ

Nilesh Jethva

વડોદરામાં બુટલેગરનો તલવારથી કેક કાપતો વીડિયો વાયરલ, દારુના બોટલના આકારની બનાવી હતી કેક

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!