GSTV
Corona Virus India News Trending

હોસ્પિટલમાં જતાં દર્દીઓને ફરજીયાત કરાવવો પડશે કોરોના ટેસ્ટ, 48 કલાક રહેનાર માટે આ નિયમ

કોરોનામાં દિલ્હી સરકારે તકેદારી વધારી દીધી છે. કોઈ પણ  હોસ્પિટલોની ઓપીડીમાં આવતા તમામ દર્દીઓની કોરોના તપાસ ફરજિયાત કરાશે. સામાન્ય ઓપીડીમાં આવતા દર્દીઓ પણ ઝડપથી એન્ટિજેન સ્ક્રિનિંગમાંથી પસાર થશે. દિલ્હીની મોટી બિન-કોવિડ હોસ્પિટલોમાંની એક, દીન દયાળ ઉપાધ્યાય હોસ્પિટલે તપાસવાનું શરૂ કર્યું છે. એક ફોર્મ ભરવામાં આવશે, જેમાં લક્ષણ લખવામાં આવશે.  લક્ષણો હોવા છતાં એન્ટિજેન ટેસ્ટ નેગેટિવ હોય તેવા દર્દીઓને આરટીપીઆરસી પરીક્ષણ માટે કહેવામાં આવશે. એક દિવસમાં 32,885 તપાસ કરવામાં આવી હતી, જે એક દિવસમાં રેકોર્ડ તપાસ છે.

વિવિધ સ્થળોએ કેમ્પ- શિબિરમાં કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. બુધવારે દિલ્હીમાં આશરે 28 હજાર જેટલી તપાસ હાથ ધરવામાં આવી હતી. કોરોના તપાસ પછી 48 કલાક ફરીથી તપાસ કરવાની જરૂર રહેશે નહીં. રેલ્વે સ્ટેશનો, બસ બેસો પર તપાસ કેમ્પ હોવા છતાં મામલો વધી રહ્યો છે. રાજ્ય બહારના 40 ટકા દર્દીઓ છે. દેશમાં 24 કલાકમાં સૌથી વધુ 83,883 કેસ નોંધાયા છે. કેસની કુલ સંખ્યા 38 લાખને વટાવી ગઈ છે. એક જ દિવસમાં રેકોર્ડ 11.70 લાખ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું. તે જ સમયે, રેકોર્ડ એક દિવસમાં 68,584 દર્દીઓ સાજા થયા.

READ ALSO

Related posts

કરજણ / નર્મદા નદીમાં પાણી છોડાતા નારેશ્વરનો અડધો ઘાટ પાણીમાં ગરકાવ, માછલાં પકડવા ગયેલા બે માછીમારો લાપતા

Bansari Gohel

શરમજનક/ સાબરમતી નદીમાં જળકુંભી પથરાઈ! કોંગ્રેસના નેતાએ કહ્યું- તંત્રની બેદરકારીનું પરિણામ

Damini Patel

ગેસથી ચાલતા પાવર પ્લાન્ટ બંધ કરવાની માંગ, ગ્રાહકો ૨૦૦૦ કરોડના ખર્ચબોજાથી મુક્ત થશે

Damini Patel
GSTV