કોરોના વાઈરસના સંકટ વચ્ચે રાહત આપનારા સમાચાર છે. કોરોનાના શંકાસ્પદોની તપાસ માટે અમેરિકન કંપની એબોટે બનાવેલી રેપિડ કિટ ભારત પહોંચવાની છે. આ કિટ એપ્રિલના ત્રીજા અઠવાડિયા એટલે કે, 18 એપ્રિલ સુધી ભારતમાં આવી શકે છે.
અમેરિકન કંપનીની આ કિટ ગણતરીની કલાકમાં આપશે રિપોર્ટ
દેશમાં કોરોના કહેર વધી રહ્યો છે. તબલિગી જમાતની એક ભૂલના કારણે દેશમાં કોરના સંક્રમિત લોકોની સંખ્યા વધી રહી છે. ત્યારે દેશમાં લોકોને કોરોના છે કે, નહીં તેની તપાસ માટે કલાકોનો સમય લાગે છે. પરંતુ હવે આવા લક્ષણો ધરાવતા લોકોને કોરોના છે કે, નહીં તેનો ખ્યાલ માત્ર 5 જ મિનિટમાં આવી જશે. અમેરિકાની કંપની એબોટની તપાસ કિટ ગણતરીની મિનિટોમાં કોરોના શંકાસ્પદનું રિઝલ્ટ આપી દે છે. જે કિટ હવે ભારતમાં પણ ઉપલબ્ધ થશે.

અમેરિકાએ પણ આ કિટને મંજૂરી આપી છે
આ કિટની મદદથી જો દર્દી પોઝિટિવ હોય તો પાંચ મિનિટમાં જણાવી દે છે, જ્યારે નેગેટિવ હોય તો માંડ 13 મિનિટ લાગે છે. આ કિટ વજનમાં પણ હલકી અને નાનકડી છે, જેને કોઈ પણ સ્થળે મોકલવી ખૂબ સરળ છે. તેને એ હોસ્પિટલો બહાર લગાવી શકાય છે, જ્યાં સંક્રમણના કેસ વધુ આવી રહ્યા છે. એબોટે એક મહિનામાં આવી 50 લાખ ટેસ્ટ કિટનું ઉત્પાદન કરવાની યોજના બનાવી છે. અમેરિકન રેગ્યુલેટર પણ આ ટેસ્ટ કિટની સ્વીકૃતિ આપી ચૂક્યું છે.
તપાસ કિટ થોડા દિવસોમાં આવી જશે
બીજી તરફ દેશમાં કોરોના પ્રભાવિતોની ઓળખ કરવા માટે આરોગ્ય મંત્રાલય તેનો વ્યાપ વધારી રહ્યું છે કારણ કે, દુનિયાભરમાં તપાસ કિટની અછત છે. આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે, અમેરિકાથી પાંચ લાખ કિટ મંગાવી હતી. તેને દેશના વિવિધ રાજ્યોમાં આઈસીએમઆરની જુદી જુદી લેબમાં મોકલી દેવાઈ છે, પરંતુ જરૂરિયાતના પ્રમાણમાં તે ખૂબ ઓછી છે. આઈસીએમઆર પ્રમાણે પાંચ લાખ અને તપાસ કિટ એક-બે દિવસમાં પહોંચી જશે. વિદેશોથી આયાત કરવામાં હજુ થોડી મુશ્કેલી છે. આ તમામ કારણો જોતા ખાનગી તપાસ લેબને કોવિડ-19ના સંભવિત દર્દીઓની તપાસનો અધિકાર અપાયો છે, પરંતુ તેમની પાસે તપાસ કિટ ઉપલબ્ધ નથી.
READ ALSO
- સુરત પોલીસ ક્યારે લેશે એક્શન/ હવે તો વીડિયો પણ વાયરલ થયાં, જાહેરમાં લોકો રમી રહ્યા છે જૂગાર
- ભરૂચ/ માગણીઓ સ્વિકારવાના બદલે પોલીસ ફરિયાદ કરી, આરોગ્ય વિભાગ બચાવમાં આગળ આવ્યો
- સુભાષ ચંદ્ર બોઝની 125મી જન્મજયંતિમાં રૂપાણીએ કોંગ્રેસ પર વરસાવ્યા વાક્બાણ
- વડોદરા ભાજપમાં ભડકો/ કોંગ્રેસના કોર્પોરેટર ભાજપમાં જોડાવાના હોવાની વાતો વહેતી થતાં કાર્યાલય પર કર્યો ઘેરાવ
- આ ખાસ બિઝનેસથી કમાઓ દર મહિને 1 લાખ રૂપિયા, બસ આટલો કરવો પડશે ખર્ચ