GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

હવે ફક્ત 5 મિનિટમાં મળી જશે Coronaનો રિપોર્ટ, તપાસ માટે આ નવા કિટને મળી મંજૂરી

corona

અમેરિકા(America)માં કોરોના(Corona) વાયરસના સંક્રમણની તપાસ સાથે જોડાયેલી એક કીટને મંજૂરી મળી ગઈ છે. આ કિટ સંક્રમણની તપાસ ફક્ત 5 મિનિટમાં જ કરીને પરિણામ 5 મિનિટમાં જાહેર કરી દેશે. અમેરિકાની દવા બનાવતી કંપની એબોટ (Abbott )એ તેને બનાવ્યું છે. અમેરિકી દવા રેગ્યુલેટર USFDAએ પણ તેને મંજૂરી આપી દીધી છે. કંપનીનું કહેવું છે કે આવતા અઠવાડિયાથી આ કિટ બનાવવાનું તે શરૂ કરી દેશે. ખાસ વાત એ છે કે આ એટલી નાની અને હલકી કીટ છે કે તેને એક જગ્યા પરથી બીજી જગ્યા પર લઈ જવુ ખૂબ સરળ છે. એબોટ લેબોરેટરી એક નિવેદનમાં જણાવ્યું છે કે અમેરિકાના ખાધ્ય અને ઓષધ પ્રશાસને બને તેટલું જલ્દી આવતા અઠવાડિયા સુધી તેને ઉપલબ્ધ કરાવવા માટે મંજૂરી આપી દીધી છે.

corona

ફક્ત 13 મિનિટમાં ખબર પડી જશે કે Corona પોઝિટીવ છે કે નહીં

કંપનીએ શુક્રવારે જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું કે અણુ સંબંધી ટેકનીક પર આધારિત આ તપાસમાં જો કોઈ વ્યક્તિ સંક્રમિત નથી તો તેની જાણકારી પણ 13 મિનિટમાં થઈ જશે. કંરનીના અધ્યક્ષ અને મુખ્ય સંચાલન અધિકારી રોબર્ટ ફોર્ડે જણાવ્યું, ‘કોવિડ-19 વૈશ્વિક મહામારીથી વિવિધ મોર્ચા પર લડવામાં આવશે અને મિનિટોમાં પરિણામ આપનાર પોર્ટેબલ આણવિક તપાસથી આ વાયરસથી લડવા માટે જરૂરી ઉકેલ મળશે.’ ફેર્ડે જણાવ્યુ છે કે તપાસ કિટ નાની હોવાના કારણે તેને એ હોસ્પિટલોની બહાર લગાવી શકાશે જ્યાં કોવિડ-19ના કેસ વધુ સામે આવ્યા છે.

ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે Corona કિટ

એક ન્યુઝ એજન્સીના જણાવ્યા અનુસાર, એબોટની નવી તપાસ કિટ મોટી ગેમ ચેન્જર સાબિત થશે કારણ કે હાલના સમયમાં અમેરિકા અને યુરોપ જેવા વિકસિત દેશોમાં પણ પ્રયોગશાળા પરીક્ષણ માટે 24-48 કલાક ખુલા રહે છે. આ ટેસ્ટ ખૂબ મોંઘો અને સમય લઈ લે તેવો છે. પહેલા સેમ્પલ એકત્ર કરવામાં આવે છે પછી તેને આરટી-પીસીઆર તપાસના માધ્યમથી પ્રયોગશાળામાં સેમ્પલનો ટેસ્ટ કરવામાં આવે છે.   

Read Also

Related posts

ભારત અને ચીન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના વિદેશ મંત્રીનું આવ્યું મોટું નિવેદન

Nilesh Jethva

અમેરિકામાં સતત છઠ્ઠા દિવસે પણ હિંસા ચાલું, અત્યાર સુધીમાં 4,100 લોકોની ધરપકડ

Nilesh Jethva

હવામાન વિભાગે ચોમાસાને લઈને કરી આગાહી, દેશમાં આ બે મહિના દરમિયાન થશે 102 ટકા વરસાદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!