GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

રૂપાણી સરકાર ટેસ્ટ મામલે છટકી, ICMR પર ઢોળી જવાબદારી પણ હાઈકોર્ટે લીધો એવો નિર્ણય કે હવે વધુ ફસાશે

હાઈકોર્ટ

અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા તબીબોના કોરોના ટેસ્ટ કરવા મુદ્દે કરાયેલી જાહેર હિતની અરજી પર ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ. જે દરમ્યાન હાઇકોર્ટે આઇસીએમઆર પાસેથી જવાબ માંગ્યો છે. હાઇકોર્ટમાં સરકાર તરફથી જવાબ રજૂ કરવામાં આવ્યો કે અમે કોરોના ટેસ્ટ માટે આઈસીએમઆરની ગાઇડલાઇનને ફોલો કરીએ છીએ. જો કે હાઇકોર્ટે પણ જણાવ્યું કે હાલની ક્રિટિકલ પરિસ્થિતિમાં આઇસીએમઆરની ગાઇડલાઇનમાં ફેરફાર કરવા યોગ્ય જણાતા નથી. આગામી સુનાવણીમાં આઇસીએમઆર પોતાનો જવાબ રજૂ કરશે.

કોરોનાના ટેસ્ટ માટે લાગતા સમયને ઘટાડવા એસોસિએશને માંગણી કરી

મહત્વનું છે અમદાવાદ મેડિકલ એસોસિએશને તબીબોના કોરોના ટેસ્ટનો રિપોર્ટ તાત્કાલિક મળે તે માટે હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેમાં એસોસિએશને જણાવ્યું હતું કે કોવિડ ટેસ્ટ માટે ચીફ ડેપ્યુટી હેલ્થ ઓફિસરને જે-તે હોસ્પિટલ અને ડોક્ટરે મેઇલ કરી પેશન્ટના કોવિડ ટેસ્ટ માટે મંજૂરી લેવી પડે છે. પરંતુ આ મેઇલનો જવાબ આપતા જ 4 થી 5 દિવસ લાગી જાય છે. તેમાં જો દર્દી કોરોના પોઝિટિવ હોય તો રિપોર્ટ આવે ત્યાં સુધીમાં દર્દી સુપર સ્પ્રેડર બની ચૂક્યા હોય છે. આથી કોરોનાનો ભોગ દર્દીની સારવાર કરતા ડોક્ટર પણ બની શકે છે. આવા સંજોગોમાં કોરોનાના ટેસ્ટ માટે લાગતા સમયને ઘટાડવા એસોસિએશને માંગણી કરી છે.

READ ALSO

Related posts

કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર ડાંગના ધારાસભ્ય મંગળ ગાવિત ધારણ કરી શકે છે કેસરિયો

Arohi

સ્વાદની સાથે સાથે પોષણથી ભરપૂર છે શિમલા મરચા, જાણો ચટણી બનાવવાની રીત

Arohi

આ 2 સંકેત બતાવી રહ્યા છે કે તમારો પાર્ટનર તમારી સાથે વિશ્વાસઘાત કરી રહ્યો છે, સતર્ક રહો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!