GSTV

રાજ્યમાં નવા 1,118 કેસ નોંધાયા બાદ 41 હજારથી વધુના થયા ટેસ્ટ, વડાપ્રધાનની ટકોર બાદ ટેસ્ટ વધારાયાની ચર્ચા

રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતના વહિવટી તંત્રે પણ આખરે વધુ ટેસ્ટ કરાવવાને પ્રાધાન્ય આપવાનું શરૂ કરી દીધું હોય તેમ જણાય છે. કેમકે, છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 41647 ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાતે એક દિવસમાં અગાઉ ક્યારેય 31 હજારથી વધુ ટેસ્ટ કરેલા નહોતા.

ગુજરાતના વહિવટી તંત્રે પણ આખરે વધુ ટેસ્ટ કરાવવાને પ્રાધાન્ય આપવાનું શરૂ કરી દીધું

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 1118 નવા કેસ નોંધાયા છે અને જેની સાથે કુલ સંક્રમિતોનો આંક હવે 73238 થયો છે.  છેલ્લા 24 કલાકમાં વધુ 23 સાથે કોરોનાથી કુલ મરણાંક હવે 2697 થયો છે. ગુજરાતમાં હાલ 14125 એક્ટિવ કેસ છે અને 79 દર્દીઓ વેન્ટિલેટર પર છે. આમ, ગુજરાતમાં હાલ એક્ટિવ કેસની સરેરાશ 19.25% છે. છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં 177-ગ્રામ્યમાં 59 એમ સૌથી વધુ  236 નવા કેસ નોંધાયા હતા.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 1118 નવા કેસ નોંધાયા

આ સાથે જ સુરતમાં કુલ કેસનો આંક હવે 15697 થયો છે. બીજી તરફ અમદાવાદ શહેરમાં 139-ગ્રામ્યમાં 11 એમ કુલ 150 નવા કેસ નોંધાયા હતા. અમદાવાદમાં કોરોનાના કુલ કેસ હવે 28192 છે. અન્ય જિલ્લાઓમાં કે જ્યાં વધુ કેસ નોંધાયા તેમાં 111 સાથે વડોદરા, 87 સાથે રાજકોટ, 44 સાથે જામનગર, 40 સાથે ભરૂચ, 55 સાથે ભાવનગર, 35 સાથે પંચમહાલ, 30 સાથે ગાંધીનગર-અમરેલી, 29 સાથે મહેસાણા, 28 સાથે ગીર સોમનાથ, 27 સાથે મોરબી, 23 સાથે કચ્છ, 22 સાથે દાહોદ-વલસાડ, 19 સાથે જુનાગઢનો સમાવેશ થાય છે.

છેલ્લા 24 કલાકમાં વધુ 23 સાથે કોરોનાથી કુલ મરણાંક હવે 2697 થયો

છેલ્લા 24 કલાકમાં સુરતમાંથી સૌથી વધુ 10ના, રાજકોટમાંથી 4ના, અમદાવાદમાંથી 3ના, પાટણ-વડોદરામાંથી 2ના, ભાવનગર-વલસાડમાંથી 1-1નો સમાવેશ થાય છે. કોરોનાથી કુલ મરણાંક હવે 1641, સુરતમાં 519, વડોદરામાં 102, રાજકોટમાં 54, ગાંધીનગરમાં 45 જ્યારે ભાવનગરમાં 30 છે. છેલ્લા 24 કલાકમાં 1140 દર્દીઓ સાજા થયા છે. આ સાથે જ કોરોનાથી સાજા થનારા કુલ દર્દીઓ હવે   56416 છે. ગુજરાતમાં હાલ 4.94 લાખ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે.

વડાપ્રધાનની ટકોર બાદ ટેસ્ટ વધારાયાની ચર્ચા

ગુજરાત, બિહાર, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળે કોરોના ટેસ્ટ વધારવા પડશે તેવી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મંગળવારે ટકોર કરવામાં આવી હતી. જેના બાદ ગુજરાતનું આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે અને ટેસ્ટિંગ વધારી દીધું હોવાની ચર્ચા છે. સમગ્ર રાજ્યમાં હાલ કુલ 59 લેબોરેટરીઓ કાર્યરત છે. ગુજરાતમાં હજુ સુધી 10.58 લાખ ટેસ્ટ થયેલા છે.

READ ALSO

Related posts

આર્થિક મંદી / આવક ઓછી અને ખર્ચા વધ્યા : આ 3 મોરચે મોદી સરકારની વધી શકે છે ચિંતા, હવે ભરાઈ ગઈ છે સરકાર

Karan

78% માતાપિતા બાળકોને શાળામાં મોકલવા માંગતા નથી : બાળકોને ઓનલાઇન ભણવાનું પસંદ નથી, જાણી લો સરવેના મોટા રિઝલ્ટ

Dilip Patel

કોરોનાએ ચાના ધંધાર્થીઓને ધંધે લગાવી દીધા, ધંધો કરવાનો કે ધ્યાન રાખવાનુ?

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!