GSTV

શ્રદ્ધાળુઓને Coronaનો ચેપ ન લાગે તે માટે મંદિરમાં કરવામાં આવી છે ખાસ સુવિધા, દર્શન કરવા કરવું પડશે આ કામ

Corona

Last Updated on June 6, 2020 by Arohi

રાજ્યમાં આગામી આઠમી જૂનથી મંદિરો ખુલી રહ્યા છે. કોરોના (Corona) ની મહામારી દરમ્યાન મંદિરમાં આવનાર શ્રદ્ધાળુઓ કોરોનાથી સંક્રમિત ન થયા તે  માટે મંદિર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સ સહિત માસ્ક પહેરવા પડશે. તો મંદિરમાં મેડિકલ તપાસની સુવિધા કરવામાં આવી રહી છે. તો કેટલાક મંદિરમાં ઉકાળાનું પણ વિતરણ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

સોમનાથ મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સના પાલન માટે સફેદ રાઉન્ડ કરવામાં આવ્યા. તો આરતી દરમ્યાન કોઈપણ ભક્તને મંદિરમાં પ્રવેશ આપવામાં નહીં આવે..

સોમનાથ મંદિરઃ

  • સોશિયલ ડિસ્ટન્સ માટે મંદિરમાં સફેદ રાઉન્ડ
  • તમામ ભક્તો માટે સેનેટાઈઝરની સુવિધા
  • મંદિરમાં ફૂલ અને બિલીપત્ર ચઢાવી નહીં શકાય
  • ફક્ત ચિક્કીનો પ્રસાદ, આરતીમાં  પ્રવેશ નહીં મળે

દ્વારકા મંદિરમાં આવતા ભક્તો માટે મંદિરમાં થર્મલ સક્રિનિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિરમાં હેન્ડ સેનેટાઈઝર અને માસ્ક ફરજિયાત કરવામાં આવ્યા છે.

દ્વારકા મંદિરઃ

  • રાત્રે નવથી સવારે પાંચ વાગ્યા સુધી મંદિર બંધ
  • મંદિરમાં પ્રવેશ પહેલા થર્મલ સ્ક્રિનીંગ
  • આરતીમાં પુજારી સિવાય કોઈને પ્રવેશ નહીં
  • હેન્ડ સેનેટાઈઝની સુવિધા, માસ્ક ફરજિયાત
  • ખુલ્લો પ્રસાદ સહિતની સામગ્રી મંદિરમાં નક્કી કરાયેલા સ્થળે પધરાવવાની રહેશે

યાત્રાધામ અંબાજીમાં આવતા માઈભક્તોને હવે મોહનથાળ કે ભોજનાલયમાંથી પ્રસાદ નહીં મળે અને મંદિરના ગર્ભગૃહમાં માત્ર 20 દર્શનાર્થીઓને ઉભા રહેવાની સુવિધા કરવામાં આવી છે.

અંબાજી મંદિરઃ

  • ભક્તોને મોહનથાળ કે ભોજનાલયમાંથી પ્રસાદ નહીં મળે
  • આરતી દરમ્યાન કોઈપણ ભક્તોને પ્રવેશ પર પ્રતિબંધ
  • ગર્ભગૃહમાં ૨૦ દર્શનાર્થીઓને ઊભા રહેવાની સુવિધા
  • શ્રદ્ધાળુઓએ પોતાનો સામાન લગેજ રૂમમાં આપવાનો રહેશે
  • ભક્તોને શિક્તદ્વારથી જ પ્રવેશ
  • શિક્તદ્વાર  પાસે મેડિકલ તપાસની સુવિધા

ડોકોર મંદિરમાં સેનેટાઈઝર ટનલની સુવિધા કરવામાં આવી છે.  તો કર્મચારીઓને સ્પેશિયલ ટ્રેનિંગ આપવામાં આવી છે. અને મંદિરમાં આવતા ભક્તો માટે આયુર્વેદિક ઉકાળાની વ્યવસ્થા કરવામાં આવી છે.

ડાકોર મંદિરઃ

  • મંદિરમાં સેનેટાઈઝર  ટનલની સુવિધા
  • સોસિયલ ડિસ્ટન્સ માટે ગોળ રાઉન્ડ
  • કર્મચારીઓને સ્પેશિયલ ટ્રેનિંગ
  • આયુવર્દિક ઉકાળાની વ્યવસ્થા

Read Also

Related posts

ભાવનગર / ધોરણ 12ની રીપીટર પરીક્ષામાં ડમી ઉમેદવાર ઝડપાયો, પોલીસે અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી

Zainul Ansari

ભ્રષ્ટાચાર / સ્માર્ટ સીટી બન્યું ભૂવાઓનું શહેર, એક ભૂવા પૂરવા પાછળ થાય છે 4થી 5 લાખ રૂપિયાનો ખર્ચ

Zainul Ansari

અમદાવાદ / મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળામાં વધારો થતા મ્યુનિસિપલ તંત્ર એક્શનમાં, સ્વચ્છતા ન જળવાતા એકમોને નોટિસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!