GSTV

શૂળ (Corona)નો ઘા સોય (TB) થી ટળ્યો,76માં પકડાયો ક્ષયરોગ

Corona

Last Updated on July 14, 2020 by Arohi

આ વખતે જોગાનુજોગ એવું બન્યું કે, વર્લ્ડ ટયુબરક્યૂલોસીસ ડે-૨૪મી મર્ચના બીજા જ દિવસથી દેશવ્યાપી લોકડાઉન આવી ગયું હતું. ખાસ્સા સવા બે મહિના લોકોએ ઘર બહાર નીકળવાનું જ ન્હોતું એટલે ચેપી ક્ષયરોગનો ફેલાવો પણ ઘટ્યો. નવા ટીબી પેશન્ટ્સના નોંધાતા ત્રિ-માસિક આંકડા એની સાબિતી રૂપ છે. અલબત્, આરોગ્ય તંત્રનું માનવું છે કે વ્યાપક સર્વેલન્સ બંધ રહ્યું હોવાને લીધે પણ આંકડા નીચાં દેખાતા હોય એવું બને.

દર્દીઓનું ટીબી ટેસ્ટિંગ પણ શરૂ

આથી, હવે કોરોના ટેસ્ટ દરમિયાન શંકાસ્પદ લક્ષણોવાળા દર્દીઓનું ટીબી ટેસ્ટિંગ પણ શરૂ થયું છે, જેમાં અત્યાર સુધીમાં રાજકોટ જિલ્લામાં નવા ૭૬ ટીબી કેસ ડિટેકટ થયા છે અને કોરોનાની શંકાએ પરિક્ષણ કરાવનાર આ દર્દીઓ જાણે શૂળનો ઘા સોયથી ટળ્યો હોય તેવું અનુભવી રહ્યા છે! નોવેલ કોરોના વાયરસ ડીસીઝ (કોવિડ-૧૯) ક્ષયરોગીઓ માટે પ્રમાણમાં વધુ જોખમી મનાય છે, તેમને ચેપની શક્યતા પણ વધી જાય છે.લોકડાઉનમાં ટીબી સ્ક્રીનિંગ બંધ રહ્યા બાદ અનલોકમાં એ પૂર્વવત તો કરી જ દેવાયું, ઉપરાંત તા.૧૫ જૂનથી વધારા સર્વેલન્સ પણ શરૂ કરાયું છે, જે અંતર્ગત કોરોના ટેસ્ટ કરાવતા દર્દીઓ પૈકી જેમને ઉધરસ, કફ, રાતે હળવો તાવ આવવો જેવા લક્ષણ જણાય, તેમના ટીબી ટેસ્ટ પણ કરવામાં આવે છે.

૭૬ નવા ટીબી કેસ ડાયગ્નોઝ થયા

આ કામગીરી શરૂ થયાને આજે બરાબર ચાર સપ્તાહ પૂરા થયા છે. આ દરમિયાન રાજકોટ શહેર – જિલ્લામાં સિવિયર એક્યુટ રેસ્પીરેટરી ઈલનેસના ૫૦૬૫ દર્દીઓના કોરોના રિપોર્ટ તો નેગેટીવ આવ્યા, પરંતુ તેમાંતી ૨૯૨ના ટીબી ટેસ્ટ (સ્પૂટમ ટેસ્ટ અને એકસ-રે) કરવામાં આવ્યા, તો ૭૬ નવા ટીબી કેસ ડાયગ્નોઝ થયા છે. તેમાંના મહત્તમ કેસ રાજકોટ તાલુકાના છે.

ઘેરબેઠા દવા પહોંચાડવાનું ચાલુ

ડિસ્ટ્રિક્ટ ટીબી ઓફિસરે જણાવ્યું કે, એ તમામને ડાયરેક્ટ ઓબ્ઝર્વિંગ ટ્રીટમેન્ટ શોર્ટ કોર્સ (ડોટ્સ) પર મૂકીને ઘેરબેઠા દવા પહોંચાડવાનું ચાલુ કરી દેવામાં આવ્યું છે. આ ૭૬માંથી પણ સદ્ભાગ્યે કોઈને કોરોના ન હોવાથી એટલે કે સંહ-સંક્રમણ નહીં હોવાથી રાહત વ્યાપી છે. બીજી તરફ, અનુભવી તબીબોનું માનવું છે કે હવે મહામારીને અનુલક્ષીને ઘર બહાર નીકળતી વખતે ફેીસ માસ્ક ફરજિયાત બનાવી દેવાયા હોવાથી ચેપી ક્ષયરોગનો ફેલાવો પણ ઘટી શકે ખરો.

Read Also

Related posts

ચિંતાજનક: લિંબાયતની સુમન શાળા નંબર પાંચનો વિદ્યાર્થીનો રિપોર્ટ આવ્યો પોઝિટીવ, 46 વિદ્યાર્થીઓના રેપિડ ટેસ્ટ થયા

pratik shah

બેફામ કાર: કાર ચાલકે રીક્ષા સહિત અનેક વાહનોને અડફેટે લીધા, રિક્ષાચલાક વ્યક્તિનું નિપજ્યું મોત

pratik shah

મહાનગરની મોટી માથાકૂટ / શહેરના આ વિસ્તારમાં હજારો લોકો ટ્રાફિકથી ત્રસ્ત, મારામારી પર ઉતરવાની તૈયારીમાં : સ્માર્ટ સિટીનું ભંગાર આયોજન

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!