GSTV
World

Cases
2917741
Active
2231523
Recoverd
346227
Death
INDIA

Cases
80722
Active
60491
Recoverd
4167
Death

સુરતમાં કોરોના શંકાસ્પદ મહિલાનું મોત, શહેરમાં વધુ 13 વ્યક્તિમાં કોરોનાના લક્ષણો

corona

સુરત શહેરમાં શંકાસ્પદ કોરોના વાઇરસમા મહિલાનું સારવાર દરમિયાન સ્મીમેર હોસ્પિટલમા મોતને ભેટી હતી. જ્યારે શંકાસ્પદ કોરોનામાં આજે વધુ 13 દર્દીમાં લક્ષણો દેખાઈ આવતા વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે ચાર દર્દીના રિપોર્ટ નેગેટિવ પણ આવ્યા છે.

વધુ 13 દર્દીઓ ઝપેટમાં આવ્યા

આરોગ્ય વિભાગ પાસેથી મળેલી વિગત મુજબ વરાછાના અશ્વનિકુમાર રોડ પર રહેતી 40 વર્ષીય મહિલાને ગઇ કાલે કોરોના લક્ષણો દેખાતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયુ હતું. જોકે, આજે બપોર સુધી કોરોના અંગેનો તેનો રિપોર્ટ આવ્યો નહી હોવાનું આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું. તદઉપરાંત સુરત શહેરમાં શંકાસ્પદ કોરોના વાઈરસનો કહેર યથાવત રહેતા આજે વધુ 13 દર્દીઓ ઝપેટમાં આવ્યા છે. જેઓને હોસ્પિટલમાં ખસેડાયા છે.

હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા

આ દર્દીઓમાં વેસુનો તરુણ, ફુલપાડાની મહિલા, છાપરાભાઠાના વૃદ્ધ, પુણા ગામનો યુવાન, પાલના વૃદ્ધા, પાલના વૃદ્ધ, દિલ્હી ગેટની મહિલા, ઇચ્છાનાથનો યુવાન, અડાજણનો વૃદ્ધ, સીટી લાઈટની મહિલા, નવસારી બજારનો બાળક અને મહીઘરપુરાના યુવાનને નવી સિવિલ અને સ્મીમેર તથા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા છે.

4 વ્યક્તિના કોરોના રિપોર્ટ નેગેટિવ

જ્યારે ચાર વ્યક્તિના કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે અત્યાર સુધીમાં સુરત શહેરમાં શંકાસ્પદ કોરોનામા ઝપેટમાં આવેલા 147 દર્દી પૈકી 10 પોઝિટિવ આવ્યા અને એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે 122 નેગેટિવ આવ્યા અને 15 રિપોર્ટ પેન્ડિંગ છે જ્યારે સુરત જિલ્લામાં બેદર્દી અને સુરત શહેરના 10 દર્દી મળી કુલ 12 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

READ ALSO

Related posts

ગાંધીનગર ખાતે કોરોનાના દર્દીઓની સારવાર માટે ડોક્ટર, પેરામેડિકલની ભરતી પ્રક્રિયામાં માત્ર 20 ટકા લોકોએ દર્શાવી તૈયારી

Nilesh Jethva

અમદાવાદ : કપડાં ધોવા બનાવ્યું ખાસ પ્રકારનું મશીન, કોરોના સામે લડવા છે ઘણુ ઉપયોગી

Nilesh Jethva

ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે ત્રણ આઇપીએસ અધિકારીની ટ્રાન્સફર , જાણો કોની ક્યા કરાઈ બદલી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!